________________
રળીયાતબેન સાથે ફરી ભણવા આવ્યાં તથા માંડવીનાં બીજા બે માતાપુત્રી (મીઠીબેન તથા પાર્વતીબેન) પણ મુમુક્ષુરૂપે ભણવા આવ્યાં.
વિ.સં. ૧૯૬૫માં પૂ. દાદા શ્રી જીતવિજયજી મ. માંડવી ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે માતા મીઠીબેનને ચારિત્રના ભાવ જાગ્યા હતા. તેમણે દાદાશ્રીને વિનંતી કરી હતી કે મારી પુત્રી પાર્વતીને આપ એવો પ્રતિબોધ આપો કે જેથી તેને દીક્ષાના ભાવ જાગે. પૂ. દાદાશ્રી જીતવિજયજીએ આ વાત લક્ષ્યમાં લઇ એવી દૃઢતાપૂર્વક સમજાવ્યું કે ૧૪ વર્ષની આ પાર્વતી પણ દીક્ષા લેવા તૈયાર થઇ ગઇ ને એ જ ચાતુર્માસમાં તેણે પૂ. જીતવિ.ના મુખે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. મીઠીબેનને પોતાની પુત્રી પાર્વતીને તૈયાર કરવામાં અનેક લોકોના મેણા-ટોણા સાંભળવા પડ્યા હતા. છતાં તેઓ પોતાના નિર્ણયમાં અડોલ રહ્યાં, તેમાં પૂ. દાદા શ્રી જીતવિ. તથા સા. આણંદશ્રીજી જેવાનું અદ્ભુત કૃપા બળ મુખ્ય કારણ હતું.
મુન્દ્રા ચાતુર્માસ પછી માંડવીમાં વિ.સં. ૧૯૬૭, મહા સુ.૧૦ ના બંને (માતા-પુત્રી)ની દીક્ષા થઇ. મીઠીબેન સા. મુક્તિશ્રીજી બન્યા અને પાર્વતીબેન સા. રતનશ્રીજીના શિષ્યા ચતુરશ્રીજી બન્યા. (વડી દીક્ષા પહેલાં ચતુરશ્રીજીનું નામ પ્રધાનશ્રીજી હતું તથા તેઓ સા. માણેકશ્રીજીના શિષ્યા બન્યા હતાં.) પુત્રીને માતાના શિષ્યા ન બનાવતાં અન્યના શિષ્યા બનાવ્યાં, એમ અહીં ઔચિત્ય ભંગ લાગે, પણ મહાપુરુષો ક્રાન્તદેષ્ટા હોય છે. એમના કાર્યોમાં કોઇને કોઇ અદૃશ્ય બળ કામ કરી રહ્યું હોય છે, એ તો સ્વીકારવું જ રહ્યું. આપણે જાણીએ છીએ કે તેમનાં માતૃશ્રી માત્ર દોઢ વર્ષ દીક્ષા પાળી કાળધર્મ પામી ગયાં. હવે, એમનાં નામના શિષ્યા હોત તો નાનકડાં સા. ચતુરશ્રીજીને આત્મીયતાપૂર્વક કોણ સંભાળત? જો કે સમુદાયમાં કોઇને કોઇ સંભાળી જ લે, છતાં ગુરુશિષ્યા વચ્ચે જે આત્મીયતાનો સંબંધ આવે, તેવો સંબંધ બીજે ક્યાંથી આવે ? વળી, આ સા. ચતુરશ્રીજી તો માણેકથ્રીજી પછી સા. આણંદશ્રીજીના મુખ્ય આધાર બનવાના હતા તથા આણંદશ્રીજી પછી પણ પૂ. સાધ્વીજી આણંદશ્રીજી • ૩૧૬
સમગ્ર સાધ્વી સમુદાયના પ્રવર્તિની જેવા યોગક્ષેમ વાહક બનવાના હતા, એ ક્રાન્તદષ્ટા સિવાય કોણ જાણી શકે ?
વિ.સં. ૧૯૬૮, ઇ.સ. ૧૯૧૨માં સાધ્વીજી ભુજપુર ચાતુર્માસ રહેલા હતાં. ત્યાં નરશીભાઇ, ડુંગરશીભાઇ વગેરે અનેકને તેમણે બ્રહ્મચર્યવ્રત આપ્યું હતું. અન્ય ગચ્છીય લોકો પણ એમનું નિર્મળ જીવન જોઇ આકર્ષિત બન્યા હતા.
આ અરસામાં (વિ.સં. ૧૯૬૮, ઇ.સ. ૧૯૧૨) મહા મહિનામાં ઝીંઝુવાડામાં સા. જ્ઞાનશ્રીજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. ગૃહસ્થપણાથી માંડીને અત્યાર સુધી દરેક બાબતમાં સાથે રહેનારા આ સાધ્વીજીના
કાળધર્મથી સા. આણંદશ્રીજીને કેટલો આધાત લાગ્યો હશે ! એની આપણે કલ્પના કરી શકીએ છીએ ! ૩૦ વર્ષના દીક્ષા પર્યાયમાં તથા ૫૦ વર્ષ જેટલી નાની વયે તેઓ કાળધર્મ પામ્યા હતાં.
(આ સમયે માત્ર દોઢ વર્ષના ગાળામાં ત્રણ મહત્ત્વના સાધ્વીજીઓ કાળધર્મ પામી ગયાં હતાં.)
મૃત્યુનો શો ભરોસો ? એ ગમે ત્યારે, ગમે ત્યાં આવીને ગમે તેને ઉપાડીને લઇ જઇ શકે છે ! નાનુ અને લાલુના માતૃશ્રી રળીયાતબેન અચાનક જ પ્લેગના ઝપાટામાં આવી ગયાં ને તરત જ સ્વર્ગવાસી બની ગયાં. દીક્ષાના મનોરથ મનમાં જ રહી ગયા. હવે મા વગરની બનેલી બંને પુત્રીઓને દીક્ષા માર્ગથી ચલાયમાન કરવા માટે સ્વજનો વગેરે તરફથી અનેક ઉપસર્ગો કરવામાં આવ્યા, પણ જેમણે દાદાશ્રી જીતવિ.ના તથા સા. આણંદશ્રીજીના ઉપદેશ સાંભળ્યા હોય તેને કોણ ચલાયમાન કરી શકે ? એમને ખબર હતી કે સીધી રીતે તો અમને દીક્ષા મળે તેમ લાગતું નથી એટલે આપણે જ કોઇ પરાક્રમ કરવું પડશે. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય ! નાની ઉંમર હોવા છતાં ગજબનું સાહસ કરી બંને બેનો માંડવીથી નીકળી ભદ્રેશ્વર આવી પહોંચી અને શાસનપતિશ્રી મહાવીરદેવ સમક્ષ જાતે જ દીક્ષા લઇ લીધી ! વેષ પહેરી લીધો ! એ દિવસ હતો :
વિ.સં. ૧૯૬૯, ઇ.સ. ૧૯૧૩, ફા.સુ.૨. કુટુંબીઓને આ વાતની ખબર કચ્છ વાગડના કર્ણધારો ૦-૩૧૭