________________
અહીં ખરતરગચ્છીય, જિનકાન્તિસાગર-સૂરિજી, મણિપ્રભસાગરજી વગેરે પણ હતા. શૈ.સુદ-૧૩ ના દિવસે તેમની સાથે પ્રવચનો પણ થયાં હતાં. અહીં એક વખત પ્રવચનમાં પૂજ્યશ્રીના મુખેથી શબ્દો નીકળેલા : આ તીર્થ ભવિષ્યમાં શંખેશ્વર જેવું બનશે. (પૂજ્યશ્રીના એ શબ્દો આજે સાકાર બનેલા દેખાય છે.)
ચૈત્ર વદ-૯ થી વૈ.સુદ-૪, આગર (એમ.પી.), અહીંના માણેકચંદભાઇને જો ઇને પૂજ્યશ્રીને પોતાના મામા માણેકચંદજીની યાદ આવતી હતી. પૂજ્યશ્રી કહેતા કે મારા સંસારી મામી આકૃતિ અને પ્રકૃતિથી બરાબર આવા જ હતા.
અમારાં સંસારી મા ભમીબેનને જોઇને પૂજ્યશ્રીને પોતાની મા ખમાબેનની યાદ આવતી. મનફરામાં પ્રથમ વાર ભમીબેનને જોયાં ત્યારે એમ જ લાગેલું : અરે ! ખમાબેન અહીં ક્યાંથી ?
વૈ.સુદ-૧૪, મહીદપુર, અહીં કોઇ મહાત્માને મીઠાની (કોગળા માટે) જરૂર પડતાં એક મહાત્મા પાસેથી મંગાવ્યું. મહાત્માજી તો મોટી કાચલી ભરીને મીઠું લઇ આવ્યા. આ છે અને બધા હસી પડ્યા.
પૂજયશ્રીએ કહ્યું : મહાત્મન્ ! આટલું મીઠું તો કોગળા માટે ૧૫ દિવસ ચાલે. હવે આ વધેલું મીઠું ક્યાં નાખવું ? કેટલો દોષ લાગે ? હવેથી આ અંગે ખ્યાલ રાખજો - ત્યારથી અમારા ગ્રુપમાં ‘મહીદપુરનું મીઠું' એ શબ્દ પ્રસિદ્ધ થઇ ગયો.
વૈ.વદ-૮ થી જેઠ સુદ-૧૧, રતલામ, નરેન્દ્ર સુરાણાની આગ્રહભરી વિનંતીથી તથા અવંતી પાર્શ્વનાથજીના આકર્ષણથી પૂજયશ્રીનું ચાતુર્માસ ઉજજૈન નક્કી થઇ ગયું હતું, પણ હવે રતલામવાળા પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક વિનંતી કરી રહ્યા હતા : અમને કોઇને કોઇ મહાત્મા ચાતુર્માસ માટે આપો.
પૂજ્યશ્રીએ ત્યારે પૂ. મુનિ શ્રી કીર્તિચન્દ્રવિજયજી આદિ ત્રણને રતલામ ચાતુર્માસ માટે ગોઠવવાનું નક્કી કર્યું.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૯૨
ઉજ્જૈન ચાતુર્માસ, જેઠ વદ-૬ થી કા.વદ-૪ સુધી ચાતુર્માસાર્થે અમે ઉજજૈન રહ્યા. અમારાથી થોડેક જ દૂર ખારાકૂવામાં પૂ. દોલતસાગરજી મ.નું ચાતુર્માસ હતું.
એક વખત અહીં વિજયરાજે સિંધિયા (માધવરાય સિંધિયાનાં માતૃશ્રી) પૂજયશ્રીને વંદનાર્થે આવેલાં. પૂજ્યશ્રીએ જીવદયા અંગે પ્રેરણા કરેલી, વિજયરાજે એ ત્યારે પોતાની હૈયાવરાળ કાઢતાં જણાવેલું : “fહંસા इतनी तेजी से बढ़ रही है कि उसमें क्या करना ? कुछ समझ में नहीं आता । पूरे देश में अनैतिकता-भ्रष्टाचार इत्यादि बढ़ते ही जा रहे है । पूरा देश केवल भगवान के भरोसे पर चल रहा है।"
એક વખત એક સભ્ય જણાતા ભાઇ કુટુંબ સહિત પૂજયશ્રીને વંદનાર્થે આવ્યા. વંદન કરીને કહ્યું : “અમે સમેતશિખરજી જઇ રહ્યા છીએ, પણ ખીસું કપાઇ જતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા છીએ. જો અહીંથી ૮૦૦ રૂા.ની વ્યવસ્થા થઇ શકશે તો મોટો ઉપકાર ગણાશે. સમેતશિખર પહોંચ્યા પછી તો હું તરત જ મોકલાવી દઇશ. ત્યાં સુધી મુંબઇથી રકમ મંગાવી લઇશ.”
- પૂજ્યશ્રીની પ્રેરણાથી કોઇ ભાઇએ ૮00 રૂા. પેલા ભાઇને આપ્યા. પેલા ભાઇ ગયા તે ગયા જ, પછી એ ૮૦૦ રૂ. કદી ન આવ્યા. ખરેખર એ સફેદ ઠગ જ હતો.
પૂજયશ્રીના જીવનમાં આવા ઘણા પ્રસંગો બનેલા છે, છતાં પૂજ્યશ્રીની કરુણાની સરવાણી કદી સૂકાઇ નહોતી. પૂજયશ્રી કહેતા : ઠગ બનીને આવેલાને ન અપાવી શકાય તે બરાબર, પણ ઠગોના બહિષ્કારમાં કોઇ એક સાચાનો પણ બહિષ્કાર થઇ જાય તો ?
આ ચાતુર્માસમાં ચૌદસ જેવી તિથિના દિવસોમાં પૂજયશ્રી ઉપવાસ કરીને અવંતી પાર્શ્વનાથના જિનાલયમાં (જે ૧ કિ.મી. દૂર થાય) પહોંચી જતા. ધ્યાન-કાયોત્સર્ગ ભક્તિ વગેરેમાં આખો દિવસ ગાળતા, ઠેઠ સાંજે પાછા ફરતો.
કચ્છ વાગડના કણધારો ૨ ૧૯૩