________________
માગ.સુદ-૫, સાંતલપુર, અહીંથી સંઘવી ચુનીલાલ મલૂકચંદ પરિવાર તરફથી પણ સાત દિવસનો શંખેશ્વરનો સંઘ નીકળેલો. નિશ્રા એક જ આચાર્ય ભગવંતની હોય ને બબ્બે છ'રી પાલક સંઘો સાથે ચાલતા હોય તેવું પહેલી જ વાર જોવા મળ્યું.
માગ.સુદ-૧૧ થી પોષ સુદ-૩, શંખેશ્વર, અહીં પૂ. જંબૂવિજયજી મ.ની પાસે આચારાંગ સૂત્રની વાચના ગોઠવાઇ. આ વખતે વાચનામાં સાધ્વીજીઓ પણ હતાં. આચાર્ય શીલાંકની ટીકા સહિતનું આચારાંગ સૂત્ર વાંચવાનો ખૂબ જ આનંદ આવ્યો.
પો.વદ-૮-૯-૧૦, રાણકપુર, અહીંથી પો.વદ-૧૧ ના ૬૭ દિવસનો નાગેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો. જેસલમેર-સંઘના જ એ ૨૧ સંઘપતિઓ હતા. એ સંઘની પૂર્ણાહુતિ વખતે જ તે સૌએ ફરી આવા મોટા સંઘની ભાવના ભાવેલી. ખેદની વાત એ જ હતી કે આ ભાવનાના મુખ્ય પુરસ્કર્તા નેમિચંદજી (મુંડારાવાળા) સ્વર્ગવાસી બની ચુક્યા હતા.
આ સંઘમાં પણ એક હજાર જેટલા યાત્રિકો તથા ૨૫૦ જેટલા સાધુસાધ્વીજીઓ હતા. આ સંઘ મેવાડમાં થઈને મધ્યપ્રદેશના રતલામ, ધાર, ઇન્દોર વગેરે જિલ્લાઓ પસાર કરી ફરી રાજસ્થાનના નાગેશ્વર તીર્થમાં પૂર્ણાહુતિ પામ્યો હતો.
આસંઘમાં અનેક તીર્થો, શહેરો વગેરે આવેલાં હતાં. સર્વત્ર શાહીસ્વાગતો થયાં હતાં. દયાલ શાહનો કિલ્લો, કરેડા, ચિત્તોડગઢ, મન્દસૌર (જુનું દસપુર), સાગોદિયા, બિબડોદ, રાજગઢ, મોહનખેડા, ભોપાવર, ધાર, માંડવગઢ દેવાસ, મક્ષી, ઉજજૈન, હાસમપુરા વગેરે અનેક તીર્થોની યાત્રા થઇ હતી,
મહા સુદ-૧૦ ના ચિત્તોડમાં સંઘનો પ્રવેશ થયેલો ત્યારે ત્યાંના મુસ્લિમ આગેવાનોએ પણ પ્રેમપૂર્વક સંઘનું સ્વાગત કર્યું હતું તથા સંઘપતિઓનું બહુમાન કર્યું હતું.
મહા વદ-૫, કચનારા, અહીં બપોરે બધા મહાત્માઓ વાપરતા હતા. નાનાભાઇ (મુનિચન્દ્રવિ.)ને વર્ધમાન તપની ઓળીનો ઉપવાસ હતો ત્યારે અચાનક વંટોળથી તંબુ પડી ગયું. એકાસણા કરનારા મહાત્માઓની
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૯૦
હાલત કફોડી થઇ ગઇ. તાત્કાલિક વચ્ચેનો થાંભલો ઊંચો કરાવીને પરિસ્થિતિ સંભાળી લેવામાં આવેલી. તે વખતે તંબુનું લાકડું પડતાં એક મહાત્માનાં ચશ્માં તૂટી ગયાં હતાં. સ્ટેજમાં આંખ બચી ગઇ હતી.
સંઘમાં સાથે પધારેલા પૂ.પં.શ્રી પ્રદ્યોતનવિ.મ.ની અચાનક આચાર્ય પદવી નક્કી થતાં કાલગ્રહણાદિ આ ગામમાં લેવાયાં હતાં.
મહા વદ-૬, ઢાઢર, પૂજયશ્રી દ્વારા આજે પૂ.પં.શ્રી પ્રદ્યોતનવિજયજીને વડીલોની આજ્ઞાપૂર્વક આચાર્યપદવી અપાઇ હતી. પૂજ્યશ્રીએ પોતાના જીવનકાળમાં માત્ર બે જ આચાર્યપદવી આપી છે. એક વાર આ અને બીજી વખત વિ.સં. ૨૦૫૬, મહા સુદ-૬ ના પોતાના પ્રથમ પુત્ર શિષ્યને આપી.
ફા.સુદ-૧૫, ઈદોર, અહીં સંઘનો પ્રવેશ ખૂબ જ શાનદાર થયેલો. જૈનેતર લોકોએ પણ અગાશી વગેરે પરથી સંઘના યાત્રિકો પર ફૂલોની એટલી વૃષ્ટિ કરી હતી કે રસ્તામાં (ફૂલો વગરની જગ્યા પર) ચાલવું મુશ્કેલ થઇ પડયું હતું.
અહીં બેથી અઢી દિવસ રોકાવાનું થયેલું. એક જ રાતમાં અમારી ચટાઇ સંથારા વગેરેને ઊધઇ ખાઇ ગઇ હતી. એક બાગમાં અમારો ઉતારો હતો.
ફા.વદ-૫, મક્ષી તીર્થ, અહીં દેરાસરની ભીંતોમાં દર્શન કરતી વખતે પાણી નીકળ્યાં હતાં, લોકોએ તેમાં અમીઝરણાની કલ્પના કરી હતી.
ફા.વદ કિં.૬, ઉજ્જૈન, અહીંના સંઘની ચાતુર્માસ માટે ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી થઇ. પૂજ્યશ્રીને અહીંના અવંતી પાર્શ્વનાથજી ખૂબ જ ગમી ગયેલા. ભગવાનના સંકેતથી, નરેન્દ્રભાઇ સુરાણા વગેરેની ભાવભરી વિનંતીથી પૂજયશ્રીએ અહીંની વિનંતી સ્વીકારવાનો સંકેત આપ્યો. જો કે રતલામ વગેરેના સંઘોની પણ ખૂબ જ વિનંતી હતી.
ચૈત્ર સુદ-૧ ના સંઘ નાગેશ્વર પહોંચ્યો.
ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના અહીં જ થઇ. આ ઓળી ગાગોદરના સોમચંદ હરચંદ પરિવાર તથા સતનાવાળા દલસુખલાલ મગનલાલ વોરા પરિવાર તરફથી હતી.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૯૧