________________
થોડી જ સેકન્ડોમાં કાગળમાં લખ્યા વિના કરી આપે છે. પરીક્ષા માટે અમે સાધુઓએ કેટલાક આંકડાના સરવાળા કરવા આપ્યા. તેણે થોડી જ ક્ષણોમાં તેનો સાચો જવાબ બતાવી આપેલો. કોમ્યુટર કરતાં પણ વધુ ઝડપી શક્તિ જોઇ અમે તાજુબ થઇ ગયેલા.
પૂ. જંબૂવિ. મ.ની ભક્તિ, જાપ, ગુરુભક્તિ, પ્રતિમાસ અટ્ટમની ટેક વગેરે પણ પ્રત્યક્ષ જોવા મળ્યું.
ફા.વ.૮ થી ચૈત્ર સુ.૧૫, શંખેશ્વર, પૂજયશ્રીની નિશ્રામાં અહીં સામુદાયિક ચૈત્રી ઓળીની આરાધના થઇ હતી, જેમાં અનેક આરાધકો આવેલા.
પૂ. કમલવિ.ના શિષ્ય વિશ્વકીર્તિવિજયજી એમ.પી.માં કાળધર્મ પામ્યા, તેનાં દેવવંદન કર્યા.
પૂજ્યશ્રીએ પીપરાળામાં ચૈત્ર વદ-૮ થી પૂ.ઉપા.શ્રી યશોવિજયજી વિરચિત પ્રતિમા-શતક અમને વંચાવવાનું શરૂ કર્યું. જે જેઠ સુદ-૪ આધોઇમાં પૂરું થયું હતું.
ચૈત્ર વદ-૧૨, ગાગોદરથી કટારીઆનો છ'રી પાલક સંઘ નીકળ્યો. ચૈત્ર વદ-૧૪ના તીર્થમાળ થઇ.
વૈ.સુદ-૫ થી વૈ.સુદ-૧૨, અંજાર, વૈ સુદ-૧૧ ના અહીં ચાર દીક્ષાઓ થઇ. મુનિ શ્રી વિમલપ્રવિજયજી (વિનોદભાઇ, અંજાર), મુનિ શ્રી પરમપ્રભવિજયજી (દલીચંદભાઇ, ગાગોદર), સા. જયમંગલાશ્રીજી (જાસુદબેન, અંજાર), સા. જયપ્રજ્ઞાશ્રીજી (શાંતાબેન, પલાંસવા)
મનફરા ચાતુર્માસ, જેઠ સુદ-૧૧ના ચાતુર્માસ પ્રવેશ થયો.
આ ચાતુર્માસમાં પૂજયશ્રીએ જ્ઞાતાધર્મકથા પર વ્યાખ્યાનો આપ્યાં તથા સાધુ-સાધ્વીજીઓ સમક્ષ ઓઘનિર્યુક્તિ પર વાચનાઓ આપી. અમને નાના સાધુઓને પ્રમાણનય તત્ત્વાલકાલંકાર અને સર્વ સિદ્ધાંત પ્રવેશક ગ્રંથો ભણાવ્યા.
આ ચાતુર્માસમાં નાનાભાઇ (મુનિચન્દ્રવિ.)ને અઢાઇ હતી ત્યારે પૂજયશ્રીએ બોલાવીને કહ્યું : ધ્યાન-વિચાર ગ્રંથના મંગલાચરણ માટે
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૮૮
તમારે સંસ્કૃત-શ્લોકો બનાવવાના છે. હું ગુજરાતી આપું, તે પરથી તમારે સંસ્કૃત શ્લોકો બનાવવાના છે. (પૂજ્યશ્રીના હાથે લખેલું એ ગુજરાતી લખાણ સ્મૃતિગ્રંથ ભાગ-૧ ના પ્રારંભમાં છે.)
પૂજ્યશ્રીએ ગુજરાતીમાં જે લખી આપ્યું તેના આધાર પર મુનિશ્રીએ સંવત્સરીના દિવસે (આઠમાં દિવસે) બે કલાકમાં જ ૧૨-૧૩ શ્લોકો બનાવીને પૂજયશ્રીને આપ્યા. પૂજ્યશ્રી ખુશ ખુશ થઇ ગયા. આઠમા ઉપવાસે પણ સ્વસ્થતાપૂર્વક સંસ્કૃત-શ્લોકો બનાવવાની શક્તિમાં ખરેખર પૂજયશ્રીની જ કૃપા કામ કરી રહી હતી. (જો કે ઉજ્જૈન ચાતુર્માસમાં ધ્યાન-વિચારની પ્રેસ કોપી ખોવાઈ જતાં એ પ્રગટ થઇ શક્યા નહિ, પણ અમે શાલિભદ્રકાવ્યના મંગલા-ચરણમાં એનો ઉપયોગ કરી લીધો. ધ્યાનવિચારના મંગલાચરણમાં છપાયેલા ગુજરાતી દુહા પૂજયશ્રીની સ્વ-રચના છે. પૂજ્યશ્રીએ પદ્યમાં જો કાંઇ બનાવ્યું હોય તો માત્ર આટલું જ બનાવ્યું છે.)
વિ.સં. ૨૦૩૮, ઇ.સ. ૧૯૮૧-૮૨, કા.વદ-૫, સામખીયાળી, અહીં સા. પુષ્પચૂલાશ્રીજીના શિષ્યા તપસ્વિની સા. હંસકીર્તિશ્રીજીનું વર્ધમાન તપની ૧૦૦મી ઓળીનું પારણું પૂજયશ્રીની નિશ્રામાં થયું. આ વખતે સામખીયાળી ખાતે વિદ્યાલયના નિર્માણની વાત થયેલી, પણ કોઇ કારણોસર એ યોજના આગળ વધી ન શકી.
કા.વદ-૧૦, મનફરા, કા.વદ-૧૧ થી માગ.સુદ-૧૧ સુધીનો (પ્રાયઃ ૧૬ દિવસનો) અહીંથી શંખેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. તેમાં છ સંઘપતિઓ (રતનશી સુરજી દેઢિયા, રતિલાલ હીરજી સાવલા, ગાંગજી લધા દેઢિયા, નરપાર માંઇઆ દેઢિયા, રવજી નોંઘા ગડા તથા મણસી કુંભા કારિયા) હતા.
કા.વદ-૧૩, લાકડીઆ, અહીં વૃદ્ધ મુનિ શ્રી કિરણવિજયજીનાં અંતિમ દર્શન થયાં. થોડા દિવસો પછી શંખેશ્વરમાં સમાચાર મળ્યા કે મુનિ શ્રી કાળધર્મ પામ્યા છે. કાળધર્મ અગાઉ ચિઠ્ઠીમાં પોતાનો મૃત્યુ દિવસ લખી ગયા હતા. તેમાં માત્ર બે જ દિવસનો ફરક પડેલો. એમની સેવામાં મુનિ શ્રી મુક્તિચન્દ્રવિજયજી રોકાયા.
કચ્છ વાગડના કર્ણધારો + ૧૮૯