________________
ફા.સુદ-૮ થી ફા.વદ-૭, ધામા, સમર્થ સંશોધક પૂ. મુનિ શ્રી જંબૂવિજયજી મ.ની નિશ્રામાં અહીં સમવાયાંગ સૂત્રની વાચના ગોઠવાઇ હતી. પૂજયશ્રી સાથે પૂ. મુનિચન્દ્રવિ. (હાલ આચાર્ય), પૂ. પુણ્યપાલવિ. (હાલ આચાર્ય) વગેરે પણ હતા. આ વાચનામાં સૂત્ર-વાંચન સાથે પ્રાચીન હસ્તપ્રતોના આધારે શુદ્ધ પાઠો કેવી રીતે શોધવા ? પૂર્વના સંશોધકોનો કેવી રીતે ઉપયોગ કરવો ? સંપાદન-સંશોધન કઇ રીતે કરવું ? વગેરે શીખવ્યું હતું. વચ્ચે વચ્ચે જૂની જૂની વાતો તથા પોતાના અનુભવો પણ કહેતા. એક શુદ્ધ પાઠ મળી જતાં સંશોધકને કેટલો આનંદ થાય ? તે પણ નજરે જોવા મળ્યું.
એક વખત યોગશાસ્ત્રની તાડપત્રની પ્રાચીન પ્રત લાવીને પૂ. જંબૂવિ.એ બતાવ્યું કે ‘છયોગવાદિનાં’ની જગ્યાએ આપણે યોગવાહિનાં કરી નાખતાં ઉપધાન વગેરેમાં કેવી ગરબડ કરી નાખી છે ? ખરેખર તો જે અત્યારે ઉપધાનમાં નીવી વખતે ન વપરાય, તે આપણે વપરાવી રહ્યા છીએ. આવશ્યક સૂત્રોમાં પ્રચલિત ભૂલો તરફ પણ અંગુલિનિર્દેશ કર્યો હતો. દા.ત.
'મન્નત નળાળમાાં' સાયમાં “મન્નદ' નહિ પણ ‘મન્ન', એ રીતે ‘પરિહર’ નહિ પણ ‘પરિરૂ’, ‘ધર' નહિ પણ ‘ધર’ જોઇએ.
પૂ. કલ્યાણવિજયજીએ ‘ઉજ્જુત્તા હોહ પઇદિવસં’ એવું જે સંશોધન કર્યું છે, તે બરાબર નથી, પણ આ રીતે બધા વર્તમાનકાળમાં ક્રિયાપદ હોવાં જોઇએ, એમ પ્રાચીન પ્રતોના આધારે મેં શોધ્યું છે. પણ થયું છે એવું કે પ્રાચીન-લિપિ ઓળખવામાં થાપ ખવાઇ જતાં ‘’ ને ‘TM” તરીકે વાંચવામાં આવ્યું છે. પ્રાચીન લિપિમાં ‘TM ને ‘ૐ’ ઘણા મળતા આવે છે. ‘ૐ’ નો “૪” થઇ જતાં વર્તમાનકાળની જગ્યાએ આજ્ઞાર્થનું રૂપ થઇ ગયું !
પ્રસિદ્ધ ત્રિપદીમાં પણ આપણે ભૂલ કરીએ છીએ. ‘પ્પન્ને રૂવા વિનમે હૈં વા ધ્રુવે રૂ વા' માં ‘વિહ્ હૈં વા’ જોઇએ. ‘૩પ્પન્ને’ માં કૃદંત હોય તો અહીં પણ કૃદંત જ હોવું જોઇએ. ત્યાં ‘ઉત્પન્ન’ શબ્દ છે તો પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૮૬
અહીં ‘વિગત’ શબ્દ જોઇએ. ‘વિગમ’ શી રીતે હોઇ શકે ? ને મને પ્રાચીન પ્રતોમાં એવો પાઠ મળ્યો છે.
અજિતશાંતિમાં - પરિસાવિ અ સુહનંદિ’ના સ્થાને ‘પરિસાઇ વિ સુહનંદિ' એમ જોઇએ. બીજે ષષ્ઠી હોય તો અહીં પણ પછી જ જોઇએને ? પ્રથમા શી રીતે હોઇ શકે ? એમાં પણ પ્રાચીન પ્રતોમાં ‘પરિસાઇ વિ’ મળતું હોય તો એ જ પ્રમાણભૂત ગણાય ને ?
મોટી શાંતિમાં – ‘ઓં હ્રીં શ્રીં ધૃતિ’ના સ્થાને ‘ઓં શ્રી હ્રી ધૃતિ’ એમ જોઇએ. કારણ કે ‘શ્રી ઠ્ઠી' એ દેવીઓનાં નામો છે : શ્રીદેવી હ્રીદેવી વગેરે.
ભગવતીનું બીજું નામ આપણે ‘વિવાહપત્તી’ માનીએ છીએ, ખરેખર ‘વિઆહપન્નતી' (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) જોઇએ.
એક વખત તેમણે કહેલું કે ‘વૈયાવચ્ચ’ આ પ્રાકૃત શબ્દની સંસ્કૃતછાયા આપણે ‘વૈયાવૃત્ત્વ’ કરીએ છીએ તે ખરેખર ખોટું છે. ખરેખર અહીં ‘વૈયાકૃત્ય’ શબ્દ જોઇએ. વ્યાવૃતસ્ય ભાવ: વૈયાવૃત્યમ્ - ‘વ્યાવૃત્ત’ નહિ, પણ વ્યાવૃત (કાર્યમાં વ્યાવૃત - સંલગ્ન હોવું) શબ્દમાંથી વૈયાવૃત્ય - વૈયાવચ્ચ શબ્દ બનેલો છે.
આ બધાં સંશોધનો માત્ર વ્યાકરણના આધારે નહિ, પણ પ્રાચીન પ્રતોના આધારે કરતા.
આ વાચનાથી અમને સંપાદન-સંશોધન કેવી રીતે કરવું જોઇએ ?
એની દિશા મળી.
૧૫ દિવસની આ વાચનામાં બીજું પણ ઘણું ઘણું જાણવા મળ્યું. ત્યારે સવારથી સાંજ સુધી વાચનાઓ જ ચાલતી - વચ્ચે ફક્ત વાપરવા વગેરેના કામ માટે જ છુટ્ટી મળતી.
એક લાંબો પાટ ઢાળીને દેરાસરની સાઇડની પરસાળમાં ચાલતું એ વાચનાનું દૃશ્ય આજે પણ સ્મૃતિમાં એવું ને એવું તાજું છે.
અહીં એક માણસ આવેલો, જેને ઉદ્દેશીને પૂ. જંબૂવિ.એ કહેલું : આ માણસમાં એટલી મેધા-શક્તિ છે કે ચાર કે પાંચ આંકડાની રકમના ગમે તેટલા સરવાળા-બાદબાકી કે કાંઇ પણ ગણિત કરવું હોય તો ફક્ત કચ્છ વાગડના કર્ણધારો - ૧૮૭