________________
પ્રતિક્રમણ, પડિલેહણ પછી મુનિસુવ્રતસ્વામી ભગવાનનાં દર્શન કરાવ્યા. (પૂજયશ્રીનાં આ છેલ્લાં દર્શન હતાં.) *પ્રીતલડી બંધાણી રે’ સ્તવન બોલાયું હતું.
ઉપાશ્રયમાં પાટ પર બેસાડ્યા. પૂજ્યશ્રીએ જાતે માત્રુ કર્યું.
કેશવણાના ઓટમલજીએ ગુરુપૂજન કરી પૂજ્યશ્રીને કામળી વહોરાવી વાસક્ષેપ લીધો. (આ છેલ્લો વાસક્ષેપ હતો.) ત્યાર પછી પૂજ્યશ્રી કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બન્યા. બરાબર સવારે ૭.૨૦ કલાકે (સૂર્યોદય સમયે જ) નવકાર મહામંત્રનું શ્રવણ કરતા પૂજ્યશ્રીએ અત્યંત સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો.
કાળધર્મ પછી પૂજયશ્રીના હાથનો અંગૂઠો એક અર્જન ભાઇએ સીધો કરવાનો વારંવાર પ્રયત્ન કર્યો, પણ ફરી એ અંગૂઠો આંગળી પર આવી જાય. જાણે નવકાર ગણતા ન હોય ! સંસ્કારોને શરીર પણ કેવું ઝીલી લેતું હોય છે !
હજારો માણસોની હાજરીમાં શંખેશ્વર તીર્થમાં મહા સુદ-૬, તા. ૧૮-૦૨-૨૦૦૨, પૂજ્યશ્રીના દેહનો અગ્નિસંસ્કાર થયો. મોટી રકમ બોલીને હિતેશ ગઢેચા (ફતેગઢ-કચ્છ, અમદાવાદ)એ અગ્નિસંસ્કારનો લાભ લીધો હતો.
અગ્નિ-સંસ્કારના સ્થાન પર આજે વિશાળ ગુરુ-સ્મૃતિ-મંદિર ઊભું છે. જેનું નિર્માણ શ્રી ધનજી ગાલાએ કર્યું છે. પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૬૨, ઇ.સ. ૨૦૦૬, મહા વ. ૬ ના શાનદાર મહોત્સવપૂર્વક થઇ છે.
અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યશ્રીની અંતિમ અવસ્થા
- પૂજ્ય પં. શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ.
- પૂજ્ય પં. શ્રી મુનિચન્દ્રવિજયજી મ. મહા સુ.૩ (વિ.સં. ૨૦૫૮)નો દિવસ હતો. અમે મનફરા (કચ્છવાગડ)માં નૂતન મનફરા (શાંતિનિકેતન)ની સ્થાપનાના પ્રસંગે પ્રભુ પ્રવેશ પ્રતિષ્ઠા આદિ કાર્યો માટે આવેલા હતા. એ જ દિવસે અમે કહે કલાપૂર્ણસૂરિ-૧' પુસ્તકનો હિન્દી અનુવાદ ‘Tejas Printers' વાળા તેજસભાઇને આપેલો.
એ જ દિવસે સાંજે વિહાર કરીને અમે માય નામના નાનકડા ગામમાં આવ્યા. ભૂકંપથી આખું ગામ ભાંગી ગયું હોવાના કારણે ગામથી એક કિ.મી. દૂર ભચા ગણેશાની વાડીમાં પતરાના રૂમમાં અમે રાત ગાળી. રાતના ખુલ્લા આકાશમાં અમે એક તેજસ્વી તારો ખરતો જોયો. બીજા જ દિવસે જિનશાસનનો પ્રકાશમાન સિતારો અદશ્ય થવાનો હતો, તેનો શું આ પૂર્વ સંકેત હશે ?
બીજે દિવસે વિહારમાં જ સવારે ૯.૩૦ કલાકે અમે લાકડિયા સંઘના માણસો પાસેથી પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર સાંભળ્યા ત્યારે આઘાત અને આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. ધીરે ધીરે આંખો સજળ બનતી ગઇ. આધોઇમાં આવીને દેવવંદન કર્યા પછી હૃદય એટલું ભરાઇ ગયેલું કે ગુણાનુવાદ માટે બે-ચાર વાક્ય માંડ માંડ બોલી શકાયાં.
વારંવાર એક જ વાત મગજમાં ઘુમરાવા લાગી : આવા પ્રભુમગ્ન, પ્રબુદ્ધ, સચ્ચિદાનંદમય સદ્ગુરુનો યોગ ફરી આ વિશ્વને ક્યારે મળશે ? એમની દિવ્ય વાણી ફરી ક્યારે કાને પડશે ? તીર્થંકર પ્રભુના સમવસરણની સ્મૃતિ કરાવનાર એમની દેશના-સભા હવે ક્યાં જોવા મળશે ?
તો પણ એટલો આનંદ છે કે ૩૦-૩૦ વર્ષ સુધી પૂજયશ્રીનું પાવન સાંનિધ્ય મળ્યું. વર્ષો સુધી પૂજ્યશ્રીના ચરણોમાં બેસવાનું, પૂજયશ્રીની
આપણે જે કાંઈ કરીશું, તેની પરંપરા ચાલશે.
અમને જે એકાસણા કરનારે ન દેખાયું હોત તો અમે અહીં એકાસણા ક્યાં કરવાના હતા ? ચા પીવાની ટેવ ક્યાંથી છૂટત ?
પૂ. કનકસૂરિજી મ. ની ભવ્ય પરંપરા મળી છે..
તબિયત બગડી જાય તો એકાસણું છોડવા કરતાં તેઓશ્રી ગોમૂત્ર લેવું પસંદ કરતાં. પૂ. કનકસૂરિજીએ અમને આ બધું વાચનાથી નહિ, જીવનથી શિખવાડ્યું છે. બોલ બોલ કરવાની તો અમને આદત છે.
- કહે કલાપૂર્ણસૂરિ-૧ (પે.નં. ૩૯), તા. ૧૭-૦૭-૧૯૯૯
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૬
કચ્છ વાગડના કણધારો ૨ ૨૭૩