________________
આ શતાબ્દી મહોત્સવમાં જ પૂજયશ્રીની દીક્ષાતિથિ (વૈ.સુદ-૧૦ ના સંયમજીવનના ૪૫મા વર્ષમાં પ્રવેશ થયો હતો) પણ ઊજવાઇ.
આ પ્રસંગે અત્યંત ઉદાર, ઇંદરચંદજી (નેતાજી)એ કહ્યું : “૪૫ વર્ષ પહેલા અમે અને પૂજયશ્રી – બંને બાજુબાજુમાં જ કામ કરતા. એમના કારણે હું પણ દેરાસરે જવાનું શીખ્યો. તે વખતે પણ એમનું વર્તન સાધુ જેવું જ હતું.”
આ જ દિવસે બપોરે મધ્યપ્રદેશના (તે વખતે છત્તીસગઢ અલગ રાજ્ય નહોતું બન્યું.) મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહજી પૂજયશ્રીના દર્શનાર્થે આવેલા. સાથે સાંસદ મોતીલાલ વોરા પણ હતા. પૂજયશ્રીએ જીવદયા અને હિંસા નિષેધ વિષે કહેતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે “મારા શાસનના સાડા ચાર વર્ષ દરમ્યાન એક પણ નવું કતલખાનું ખૂલ્યું નથી તથા ગોસંવર્ધન માટે અમારી સરકાર દર વર્ષે એક કોડ ખર્ચે છે.” ઇત્યાદિ.
રાજનાંદગાંવ, શતાબ્દી-મહોત્સવ પછી પૂજ્યશ્રી ખેરાગઢ (જ્યાં પૂજ્યશ્રીના બહેન સ્વ. ચંપાબેનનું કુટુંબ રહે છે) પધાર્યા. અહીં ૧૫ દિવસની સ્થિરતા થઇ. અહીંથી ઉવસગ્ગહર તીર્થનો ત્રિદિવસીય છ'રી પાલક સંઘ નીકળ્યો.
ઉવસગ્ગહર તીર્થમાં વીસેક દિવસનું રોકાણ થયું. અહીં જેઠ વદ૧૨ ના એક પ્રાકૃતિક ઉપચાર કેન્દ્રનું ઉદઘાટન મધ્યપ્રદેશના શિક્ષણમંત્રી ચોબેના હાથે થયું. પૂજ્યશ્રીએ ત્યારે માંગલિક પ્રવચનમાં શરીરની નીરોગિતાથી માંડી આત્માની સમાધિ સુધીની વાતો કરી. આ ઉપચાર કેન્દ્રના આધારસ્તંભ સમા ડૉ. શિવે એક-બે વખત પૂજયશ્રી પાસે અધ્યાત્મ-વચનોનું અમૃતપાન કર્યું.
ઉવસગ્ગહર તીર્થના આધારસ્તંભ સમા ‘રાવલમલ મણિ'એ ચાતુર્માસ બાદ આ તીર્થમાં ઉપધાન માટેની વિનંતી કરી હતી.
કોપેડીમાં શ્રી ઋષભદેવ ચૌમુખ જિનાલયના શિલારોપણ પ્રસંગે પણ ઉવસગ્ગહર તીર્થથી સમેતશિખરજી તીર્થની છ'રી પાલક સંઘની વિનંતી થઇ હતી.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૫૮
ઉવસગ્ગહર તીર્થમાં છેલ્લે તપાગચ્છના આદ્ય આચાર્ય શ્રી જગચ્ચન્દ્રસૂરિજી તથા ન્યાયાભાનિધિ પૂ. આત્મારામજી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પંચ દિવસીય મહોત્સવપૂર્વક પૂજયશ્રીની નિશ્રામાં થઇ.
રાજનાંદગાંવ ચાતુર્માસ, ઉવસગ્ગહર તીર્થથી અષાઢ સુદ-૩ ના વિહાર કરી દુર્ગ, ટેડેસરા (અહીં નાગપુરથી સમેતશિખર મહાતીર્થ વિહારક્ષેત્રમાં ઉપાશ્રય યોજના અંતર્ગત ‘સિદ્ધાચલમ્' ઉપાશ્રયનો શિલાન્યાસ થયો.) થઇને પૂજ્યશ્રીએ અષાઢ સુદ-૧૦ ના રાજનાંદગાંવમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો. વરસાદ સતત ચાલુ હોવાના કારણે સવારના બદલે બપોરે પ્રવેશ થયો. પોણા ત્રણ વાગે શરૂ થયેલી સભા સાંજે પોણા પાંચ વાગે પૂર્ણ થઇ.
આ ચાતુર્માસમાં પૂજયશ્રીનું પ્રવચન સાંભળવા દરેક ગચ્છ અને સંપ્રદાયના લોકો શ્રદ્ધાપૂર્વક આવતા. અષાઢ વદ-૩ થી પ્રવચનમાં પૂજ્યશ્રીએ ઉત્તરાધ્યયનનું ૧૦મું અધ્યયન (સમય ગોયમ મા પમાયએ) શરૂ કર્યું. અષાઢ વદ-૬ થી સામૂહિક શત્રુંજય તપે શરૂ થયું.
માસક્ષમણ પણ ૨૦ જેટલાં થયાં. ખેરાગઢવાળા સુશ્રાવિકા કમલાબાઈએ પોતાના પતિ સાથે માસક્ષમણ કર્યું. અત્યંત કૃશ થયેલાં કમલાબાઇએ પારણામાં પણ પરિમર્દુ એકાસણાની જ હઠ પકડેલી, પણ મુનિઓના ખૂબ જ આગ્રહે પારણે તો સાઢપોરસી બેસણું કર્યું, પરંતુ બીજા જ દિવસથી પુરિમઢ એકાસણા ચાલુ ! પણ કાયા ક્યાં સુધી સાથ આપે ? બેત્રણ દિવસમાં જ (તા. ૧૪-૦૮-૧૯૯૮) એમણે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો.
દુર્ગના પ્રેમચંદજી ગટાગટે ૫૧ ઉપવાસ કર્યો. બીજી એક વ્યક્તિએ ૪૧ ઉપવાસ કર્યો.
કલકત્તાથી આવેલા જયંતીભાઇએ (ઉંમર ૭૬) ૬૦ ઉપવાસના પારણે પૂજ્યશ્રીના આગ્રહના કારણે માત્ર મગના પાણીના પાંચ આયંબિલ કરીને ૩૩ ઉપવાસ કર્યો. દર વર્ષે તેઓ પોતાની ઉમરના વર્ષો પ્રમાણે ઉપવાસો કરતા જ રહેતા હતા. નામનાની કોઈ કામના નહિ. આવા તપસ્વી માટે પૂજયશ્રીને કહેવું પડ્યું : મેં મારા જીવનમાં આવા તપસ્વી જોયા નથી.
કચ્છ વાગડના કર્ણધારો ૨૫૯