________________
જિનભક્તિને વળી શાસ્ત્રમાં રમમાણ રહેતું નિત્ય મન, ગંભીર ને સુખકર વળી હિતકર અને સુંદર વચન; ધ્યાન-કાયોત્સર્ગમાં જોડ્યું ગુરુવર ! આપ તન, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. નિજ આત્મવિશ્વાસે કહે સંયમ તણા પર્યાયમાં, ક્ષણ એક પણ ચૂક્યો નથી છું નિત્ય શુભ વ્યવસાયમાં; અત્યંત જતનાવંત છો ગુરુ ! આપ પØવકાયમાં, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. તેજસ્વિતા ઉત્તમ સહજ તુમ અંગમાં સોહી રહી, વહેતી નયનથી શાંતરસસરિતા હૃદય મોહી રહી; દર્શન તમારા પામવા જનમેદની દોડી રહી, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. વાંકી અને વિમલાચલે, ગુરુવાણીની ગંગા વહે, “કલાપૂર્ણસૂરિવર કહે” એ બંધમાં આવી રહે; તસ પઠનના આસ્વાદથી ૐ શાન્તિ-સુખ-સાતા લહે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. સંવત્ અઠ્ઠાવન ને વળી સુદ ચોથ માસ મહા તણી, ગામ કેશવજ્ઞે ગયા છે મુક્તિપંથે મુનિધણી, આવા સમાચારે થયા શોકાર્ત સૌ જૈનાગ્રણી, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. ચંદેસ એ લોગસ્સ તણા પદ બોલતા છેલ્લે તમે, ધ્યાનસ્થ મુદ્રામાં હતા, સિદ્ધો તમારા મન ૨મે; તે ‘શ્રમણ’ને ચરણે નમે તે ના કદી ભવમાં ભમે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો.
* *
પ.પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૩૬૦
♦
૧૦
૧૧
---------...૧૨
aa 66 &&&&&4..૧૩
..............98
આ.દેવ શ્રી કલાપ્રભસૂરીશ્વરજી
ગુરુ સ્તુતિ શ્રી કચ્છ વાગડ ગચ્છ કેરા ગચ્છનાયક છો તમે, ને પાટ અઠોતેરમે શોભી રહ્યા ગુરુવર ! તમે; સૌહાર્દમૂર્તિ છો અને શાસનપ્રભાવક પણ તમે, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. ભૂકંપથી ધ્રુજી ધરા સુદિ બીજ માસ મહામહીં, દેરાસરો ઉપાશ્રયો સર્વત્ર તૂટ્યા'તા અહીં; શ્રીકચ્છમાં જિનમંદિરોની કરી પ્રતિષ્ઠા ત્યાં રહી, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. વૈરાગ્યને વિકસિત કરે જસ વાચના એવી સરસ, અભિનવ અનુપ્રેક્ષા કરે જે સાંભળે સૌ એકરસ; તે બંધુવર શ્રીકલ્પતરુ સાથે રહે છે સર્વદા, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. જ્યારે તમારી મધુર વાણી કર્ણપટ પર અવતરે, છલકાય શીતલતા અને કલ્યાણમાલા વિસ્તરે; તુમ વચન આપે સંપદા, તુમ વચન કાપે આપદા, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. ઉપધાન-અંજન ને પ્રતિષ્ઠા આપના હાથે ઘણી, થઇ કચ્છ ને સૌરાષ્ટ્રમાંહે હૈ સૂરિ ચૂડામણિ; આ પુણ્યવૈભવ આપનો આપે પરમની સંપદા, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. શ્રીમંત કેઇ આપના ચરણે કરે નિશદિન નમન, ગુણગાન ગાતા આપનાને આપનું કરતા સ્તવન; પણ આપના દિલમાં કદી ના માનનું થયું આગમન, કલાપ્રભસૂરીશ્વર ચરણમાં વંદન સદા વંદન સદા. ગુરુદેવની સાથે રહે તે ધન્ય છે બોલે વિભુ, આજીવન અંતેવાસિતા શ્રી વીરના ગૌતમ પ્રભુ; કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૬૧
૫
E