________________
પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી ગુરુ ગુણ ગીત
(તર્જ : અય મેરે વતન કે લોગો...). ઓ જિનશાસન જયોતિર્ધર, ને મૈત્રીના મહાસાગર... વંદન કરોડો તમને, શ્રી કલાપૂર્ણસૂરીશ્વર... ! ઉદારતા દાક્ષિણ્ય, ને પાપ જુગુપ્સા ભારી... છે બોધ હૃદયમાં નિર્મળ (૨), હતી લોકપ્રિયતા સારી; સોપાનો ધર્મસિદ્ધિના, સર કર્યા તમે યોગીશ્વર,
વંદની ૧ મૈત્રી ભરી છે દિલમાં, ને કરૂણા ઝરે છે નયણે; પ્રીતિ જગત જીવો પર (૨), ને મધુરતા છે વયણે, સમતા ને સમાધિ કેરી, કરી સાધના જીવનભર.... ......... વંદન ૨ ક્રોધી પણ ચરણે આવે, અતિ શાંત થઇને જાવે; ઉપશમલબ્ધિના પ્રભાવે (૨), બેણપ શિરગુપ્પા બચાવે, સવિ વિનને દૂર કરે છે, શુભ ભાવો ભરી નિજ અંતર. .... વંદન) ૩ જે ધ્યાન ધરે નિશિ જાગી, ને સ્વાધ્યાયી ગુણરાગી; જિનરાજ તણા અનુરાગી (૨), અનુકૂળપણાના ત્યાગી, ભક્તિની વહાવી ગંગા, ભારતની આ અવનીપર. ........... વંદન ૪ સદ્જ્ઞાનની કરતા વૃષ્ટિ, કરી વાણીથી પાવન સૃષ્ટિ; છે મુક્તિ તરફ તુમ દૃષ્ટિ (૨), મુનિ ગુણની કરતા પુષ્ટિ, થયું આપની શીતલ છાયે, સૌ ‘શ્રમણ'નું સુંદર ઘડતર, વંદન કરોડો તમને, શ્રી કલાપૂર્ણસૂરીશ્વર. ................... વંદન, પ
વૈશાખ સુદની બીજ ને વિક્રમની એંશી સાલમાં, શ્રી ફલોદી ગામમાં તુમ જન્મ સાયંકાલમાં; માતા-પિતા હર્ષિત થયા કઇ લક્ષણો છે બાલમાં, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. વૈરાગ્યના રંગે ભરેલા જૈન પ્રવચનનું પઠન, સંવેગ મનમાં ધારીને જે ઝંખતા બનવા શ્રમણ; દીક્ષા વગર રહેવાય ના ભવમાં હવે ક્ષણ એક પણ, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. નિજ ધર્મપત્નીને કહે સંયમ તણા ઇચ્છુક અમે, પત્ની કહે છે નિજ પિતાને તાત ! સમજાવો તમે; વળતું કહે આ ભાવના મારા હૃદયમાં પણ રમે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. સંતાન ને સહચારિણી, સાળા તથા સસરા સહિત, વૈશાખ સુદિ દશમી દિને સંસારની મમતા રહિત; સંયમ સ્વીકારે સર્વ કર્મો ટાળવા શ્રી જિન-કથિત, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. બેણપમહીં આવી અને આનંદ રેલાવ્યો તમે, ને ગામ શિરગુપ્પામહીં શાંતિ પ્રસારી છે તમે; આ વિશ્વ ઉપર પ્રશમની ગંગા વહાવી છે તમે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. જયારે હતી પાણી તણી તંગી અતિ મદ્રાસમાં, ને સર્વજન જયારે હતા વરસાદ કેરી આશમાં; ત્યારે કહે ‘સારું થશે’ હોશો કદી નિરાશ માં, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. છે ઇન્દ્રપુરી કે નરપુરી આ વાત સૌ ભૂલી ગયા, શ્રી ચન્દ્રપ્રભસ્વામી તણા શુભધ્યાનમાં ડૂબી ગયા; કષ્ટો ટળ્યા ઇષ્ટો મળ્યા જિનરાજ ગાદીનશીન થયા, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫૯
પૂજ્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.
ગુરુ સ્તુતિ
(હરિગીત) મૈત્રી અને કરુણા મુદિતા ભાવના તુમ મન રમે, જયાં જયાં પડે ચરણો તમારા વિનું ત્યાં ત્યાં ઉપશમે; સ્વાધ્યાય ને વળી ધ્યાન ભક્તિયોગ આદિ અતિ ગમે, કલાપૂર્ણસૂરિ ગુરુદેવ ! મારા હૃદયમાં આવી વસો. .....
પ.પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૩૫૮