________________
(૨) એ જ સામખીયાળી ચાતુર્માસમાં શ્રા.સુ.૭ ના દિવસે લાકડીયા દેરાસરનો શિલાન્યાસ થવાનો હતો. પૂજયશ્રીનું ત્યાં જવાનું નક્કી હતું, પણ શ્રી .૧ થી જ મુશળધાર વરસાદ પડવા માંડ્યો. (સુરતમાં તો જલ પ્રલય જ થયો હતો.) બધાને એમ કે કચ્છનો વરસાદ વળી કેટલો ટકે ? પણ આ વરસાદ તો અવિચ્છિન્નપણે ચાલતો જ રહ્યો. શ્રા.સુ.૬ સુધી વરસાદ ચાલુને ચાલુ જ !
પણ જ્યાં શ્રા.સુ.૭ ની સવાર ઊગી ને વરસાદ એકદમ બંધ ! જાણે ઉપર કોઇએ બટન ઓફ કરી દીધું ! સવારે પૂજયશ્રી નિર્વિદને લાકડીયા પધાર્યા. શિલાન્યાસ કરાવીને સાંજે પુનઃ સામખીયાળી પધારી ગયા. બસ, બીજા દિવસથી શ્રા.સુ.૮ થી જ વરસાદે ફરીથી પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું.
આ વાત પર વિચાર કરતાં લોકોને આજે પણ નવાઇ લાગે છે. આને ગુરુકૃપા જ માનવી કે બીજું કાંઇ ?
પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસ પછી માંડવલાથી સિદ્ધાચલનો છ'રી પાલક સંઘ હતો. એ વખતે ગુજરાતભરમાં ગોધરાકાંડના કારણે ભયંકર તોફાનો હતા. આખું ગુજરાત સળગતું હતું. આવા વખતે ઘણા હિતસ્વીઓએ સલાહ આપી કે આવા અવસરે સંઘને ભીલડીયા કે શંખેશ્વરમાં જ સમાપ્ત કરી દેવામાં આવે તો સારું ! પણ સંઘપતિઓને પૂજ્ય સ્વ. ગુરુદેવનાં આશીર્વાદ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. તોફાનોના વાતાવરણમાં પણ સંઘ નિર્વિને આગળ ચાલતો રહ્યો. આશ્ચર્ય એ હતું કે આગળ-પાછળના ગામોમાં તોફાન, અગ્નિકાંડ વગેરે ચાલુ હોય પણ જ્યાં સંઘ હોય ત્યાં સંપૂર્ણ શાંતિ હોય. પાટણ વગેરે સ્થળોએ આવું પ્રત્યક્ષ જોવા મળ્યું.
ખરેખર પૂજયશ્રી પર સ્વ. પૂજય ગુરુદેવનો અંદેશ્ય હાથ છે, એમ સૌને આ પ્રસંગથી લાગી ગયું.
(૧) વિ.સં. ૨૦૬૨, ઇ.સ. ૨૦૦૬ માં પૂજ્યશ્રીનું સુવિશાળ સાધુ-સાધ્વીજી સમુદાય સાથે સામખીયાળી-કચ્છમાં ચાતુર્માસ હતું. એ વખતે દેશભરમાં ચિકનગુનિયા તાવનો ભયંકર ઉપદ્રવ શરૂ થયેલો. એ તાવથી ગ્રસ્ત થયેલો માણસ હાથ-પગ ન હલાવી શકે. મોરબીમાં એક ભાઇને રીક્ષા ચલાવતાં જ ચિકનગુનિયા આવી ગયો ને હાથ વાળી જ ન શકે. એક્સીડેન્ટ કરી નાખ્યું. માંડ-માંડ રીક્ષામાંથી તેમને બહાર કાઢયા. એક બેનને ગેસ પર કૂકરની સીટી બંધ કરતાં જ તાવ આવી ગયેલો. એ જ અવસ્થામાં એમને ડૉકટર પાસે લઇ જવા પડેલાં.
આ તાવ અત્યંત ચેપી હતો. બધે સ્થળે આ તાવનો વાયરો હોય તો કચ્છ પણ આનાથી બાકાત શી રીતે રહી શકે ?
કચ્છમાં પણ અમુક ગામોમાં એનો ચેપ ભયંકર રીતે ફેલાયેલો.
સામખીયાળીની બાજુમાં જ માત્ર ૭ કિ.મી. દૂર લાકડીયા ગામમાં ૯૦% લોકો ચિકનગુનિયાથી ગ્રસ્ત હતા, પણ સામખીયાળીમાં લગભગ શાંતિ હતી.
આ હતી સ્વ. પૂજય ગુરુદેવશ્રીની અદેશ્ય કૃપા !
(૩) એ જ સામખીયાળી ચાતુર્માસમાં પ્રાયઃ ભાદરવા મહિનામાં ભયંકર ઉલ્કાપાત થયેલો. સાંજે પ્રતિક્રમણ પછી ભયંકર કડાકા સાથે આખું આકાશ પ્રકાશમાન થઇ ગયું હતું. અમે સૌ ગભરાઇ ગયેલા. શું કોઇએ બોમ્બ નાખ્યો હશે ! કે બીજો કોઇ ઉપદ્રવ હશે !
સવારે ઉલ્કાપાત થયાની ખબર પડી. એ મોટી ઉલ્કાના ટુકડાઓ કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં પડેલા. સામખીયાળીની પાસે જ વાંઢીયા નામના એક ગામમાં તો ઘરનું છાપરું તોડીને એક ઉલ્કા ચૂલા પર પડેલી.
(એ ઉલ્કાના ટુકડાઓ પછીથી અમારી પાસે લાવવામાં આવેલા ને અમે જોયેલા.).
આશ્ચર્ય એ વાતનું કે બાજુના ગામોમાં ઉલ્કાપાત થયો, પણ સામખીયાળીમાં કશું જ નહિ !
આ ગુરુકૃપાનો પ્રભાવ નહિ તો બીજું શું ?
પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ ૨૯૦
કચ્છ વાગડના કણધારો ૨ ૨૯૧