________________
(૪) સુરતમાં ભયંકર જલ-પ્રલયના સમાચાર પૂજયશ્રીને મળ્યા. અનેક લોકો તાપીના પાણીમાં ફસાયેલા હતા. એમને મદદ માટે તાત્કાલિક સહાયની જરૂર હતી.
પૂજયશ્રીએ કરુણાદ્ધ હૃદયે પ્રવચનમાં સૌને સહાયક બનવા અપીલ કરી. થોડી જ મિનિટોમાં ૧૮ લાખ રૂપિયા એકઠા થઇ ગયા.
હૃદયમાં કોમળતા અને કરુણા વિના આવું કાર્ય શી રીતે થાય ?
પૂજ્યશ્રીએ સ્પષ્ટ કહી દીધું : જુઓ ભાઈ ! ગુરુમંદિર બનવાનું હોય તો બનશે, નહિ બનવાનું હોય તો નહિ બને. પણ એના માટે થઇને અમારે માંગણી કરવી પડે, એવું નથી કરવું. અમારા ગુરુ મહારાજે જ અમને ના પાડી છે કે પ્રોજેક્ટ કદી ઊભા કરવા નહિ ને કદી કોઇની પાસેથી માંગવું નહિ. ગુરુદેવની એ જ વાત પર પગ મૂકીને અમે કોઇ ગુરુમંદિર વગેરે બનાવવા નથી માંગતા. અમે તો એમ કહીએ છીએ કે વિશાળ ગુરુમંદિરની જરૂર જ શી છે? નાનું બનાવોને ! જેટલી રકમ હોય તેટલું જ બનાવો ! પણ માંગવાના ધંધા અમારે કરવા નથી ને તેવી ઇચ્છા પણ નથી.
પૂજયશ્રી પોતાના જ પિતા - ગુરુદેવના ગુરુમંદિર નિર્માણ માટે પણ કેટલા નિઃસ્પૃહ ! હા, ત્યાંના સંઘનું કોઇ કાર્ય હોય તો તેમાં ઉત્સાહપૂર્વક પ્રેરણા આપે. ત્યાં વેયાવચ્ચ માટે રકમની જરૂર હતી તો પૂજયશ્રીએ જોરદાર પ્રેરણા આપેલી ને લગભગ ત્યારે કરોડ જેટલી રકમ પણ થયેલી.
(૫) વિ.સં. ૨૦૫૯, મહા મહિનામાં પૂજ્યશ્રીની નિશ્રામાં મુંબઇ-અંધેરીમાં પ્રતિષ્ઠા હતી. ત્યાંના લોકો ચિંતામાં પ્રસ્ત હતા. કારણ કે સંઘના ૧-૨ વગદાર લોકોનો બીજા સમુદાયના પૂ. આચાર્ય ભગવંતને પણ લાવવાનો આગ્રહ હતો. એ પૂ.આ.ભ. વડીલ હતા.
આ સમસ્યા પૂજ્યશ્રી પાસે આવી. પૂજ્યશ્રીએ કહ્યું : તમે ચિંતા શા માટે કરો છો ? એ વડીલ પૂજ્ય આચાર્ય ભ. ભલે પધારે. એ અમારો વિષય છે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી.
ને, ખરેખર એમ જ થયું. પૂજયશ્રી એવી નમ્રતાપૂર્વક વર્યા કે કોઇને કાંઇ ખબર જ ન પડી.
જે પ્રશ્ન લોકોને પહાડ જેવો લાગતો હતો, તે રાઇ બની ગયો. પૂજયશ્રીની અદ્દભુત નમ્રતા વિના આ શી રીતે બને ?
(૭) મુંબઇ-પાર્લાના ટ્રસ્ટીઓ પૂજયશ્રી પાસે આવીને કહેવા લાગ્યા : આપ આવતી કાલે કઇ બાજુથી પધારવાના છો ? અમારે આપનું સામૈયું કરવું છે. બેન્ડવાજા લાવવાની અમને ખબર પડે.
જુઓ ભાઇ, તમે બેન્ડ લાવવાના હો તો મારે આવવું જ નથી. હું પાલ છોડીને બીજે ક્યાંક જતો રહીશ. શી જરૂર છે અત્યારે સામૈયાની કે બેન્ડવાજાની ? વગર પ્રસંગે આ રીતે ન શોભે.”
ટ્રસ્ટીઓ મૌન થઇ ગયા ! સામૈયા-સત્કાર-સન્માનવગેરે તરફ પૂજ્યશ્રીની કેટલી નિઃસ્પૃહતા !
(૬) વિ.સં. ૨૦૫૯, ઇ.સ. ૨૦૦૩ માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ મુંબઇ-ગોવાલિયા ટેન્ક હતું. ગોવાલીયા ટેન્ક એટલે અત્યંત સમૃદ્ધ સંઘ. કરોડોપતિઓ ત્યાં વસે. એ વખતે શંખેશ્વર ગુરુમંદિરના નિર્માણ માટે ધનજી ગેલા જાગ્યા નહોતા. કાર્યકર્તા-ટ્રસ્ટીઓ વગેરેને રકમની ખૂબ જ જરૂર હતી.
કેટલાક ટ્રસ્ટીઓએ આવીને કહ્યું : સાહેબજી ! આપ પ્રવચન વગેરેમાં કે પ્રાઇવેટ જે આવે તેને પ્રેરણા કરશો તો અમારું ગાડું આગળ વધશે. નહિ તો આપણે શું કરીશું ? બીજાઓ તો આવા સંઘોમાંથી લાખોકરોડો લઇ જાય ને આપ કાંઇ ન કહો તે કેમ ચાલે ?
પૂ.આ. શ્રી વિ. કલાપ્રભસૂરીશ્વરજી મ. ૧ ૨૯૨
(૮) પૂજ્યશ્રી દેવદ્રવ્યનું ભક્ષણ ન થાય, તે માટે ઘણી જ કાળજી રાખી રહ્યા છે. “દેવદ્રવ્યની ઉપજ ખૂબ જ થાય. સાધારણમાં મોટું ગાબડું હોય, એટલે દેવદ્રવ્યમાંથી હવાલા પાડીને કામ ચલાવાતું હોય છે. આથી
કચ્છ વાગડના કર્ણધારો + ૨૯૩