________________
પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી
ચાતુર્માસ સૂચિ
વિજયસિદ્ધિસુરીશ્વરજી (ત્યારે પં.મ.) પાસે મોકલ્યા. વિ.સં. ૧૯૭૧, ઇ.સ. ૧૯૧૫માં કનેકવિજયજી મ.ને પૂ. સાગરાનંદસૂરિજી મ. ની પાટણમાં ચાલતી આગમ વાચનામાં મૂકેલા. ત્યાં ચાતુર્માસ પૂ. સાગરજી મ.ની નિશ્રામાં કરેલું.
પોતાના શિષ્ય જ્ઞાન-ચારિત્ર વગેરેમાં આગળ વધે તે માટે તેઓ સતત ઉઘત રહેતા હતા.
પંન્યાસ પદ વગેરેની વાત પોતાની પાસે કેટલીયે વાર આવેલી, પણ પૂજ્યશ્રી તદ્દન નિઃસ્પૃહ જ રહ્યા. પોતે એ પદવી ન લેતાં પોતાના પ્રશિષ્ય કનકવિજયજી મ.ને પૂ. સિદ્ધિસૂરિજી મ. પાસેથી પંન્યાસ પદવી અપાવી. વિ.સં. ૧૯૭૬, ઇ.સ. ૧૯૨૦ માં પંન્યાસ પદથી વિભૂષિત થયેલા પોતાના શિષ્યના સામૈયામાં પણ પૂજયશ્રી ઉપસ્થિત રહ્યા હતા. તે તેમનો શિષ્ય પ્રત્યેનો અથાગ વાત્સલ્યભાવ જણાવે છે.
આવા અનેક ગુણોના ભંડાર પૂજયશ્રી વિ.સં. ૧૯૭૯ (કચ્છી સંવતું ૧૯૮૦) (ઇ.સ. ૧૯૨૩)ના પલાંસવાની પુણ્ય ભૂમિ પર અષા.વ.૬ ની વહેલી સવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સવારે પ્રતિક્રમણમાં સકલ તીર્થ ચાલતું હતું ત્યારે ‘સિદ્ધ અનંત નમું નિશ-દિશ’ એ પંક્તિ આવતાં શ્વાસ રૂંધાયો. સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં જ એમણે પોતાનો દેહ છોડ્યો.
પૂજયશ્રીના પાર્થિવ દેહનું જ્યારે સ્નાન કરાવવામાં આવ્યું ત્યારે એક પણ ટીપું બહાર પાડ્યું હોતું. એમના વાળ વગેરે વસ્તુઓ લેવા માટે પડાપડી થઇ હતી. એ પાર્થિવ દેહનો ફોટો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ પડી શક્યો નહિ, એમ વૃદ્ધો (નારણભાઇ વગેરે) કહેતા હતા.
જ્યાં પૂ. પદ્મવિ.મ.નો અગ્નિ સંસ્કાર થયેલો એ જ સ્થાને પૂજ્યશ્રીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. શ્રીસંઘે ત્યાં પધરાવેલી ચરણ પાદુકા આજે પણ વિદ્યમાન છે.
| વિ.સં. | ઇ.સ. | ગામ - તે વર્ષની મુખ્ય ઘટનાઓ | ૧૯૨૫ | ૧૮૬૯ | ભીમાસર
(કૂવાનું પાણી મીઠું, રાયણ વૃક્ષ નવપલ્લવિત) ૧૯૨૬ ૧૮૭૦ પલાંસવા ૧૯૨૭ ૧૮૭૧ અમદાવાદ ૧૯૨૮ ૧૮૭૨ જામનગર ૧૯૨૯ ૧૮૭૩ અમદાવાદ ૧૯૩૦ ૧૮૭૪ |
ધાનેરા ૧૯૩૧ ૧૮૭૫ | રાધનપુર (પુણ્યવિ. નિધાનશ્રીજી દીક્ષા) |
૧૯૩૨ ૧૮૭૬ પલાંસવા (અંદરબેન, ગંગાબેનને ચોથું વ્રત) | ૧૯૩૩ | ૧૮૭૭ | ફતેહગઢ
૧૯૩૪ | ૧૮૭૮ | પલાંસવા ૧૯૩૫ ૧૮૭૯ પલાંસવા ૧૯૩૬ ] ૧૮૮0 | પલાંસવા ૧૯૩૭ ૧૮૮૧ | પલાંસવા ૧૯૩૮ ૧૮૮૨ પલાંસવા (હીરવિ., જીવવિ.,
આણંદશ્રીજી, જ્ઞાનશ્રીજીની દીક્ષા)
(પૂ. ગુરુદેવશ્રી પદ્મવિ.નો સ્વર્ગવાસ) ૧૯૩૯ | ૧૮૮૩ | રાધનપુર ૧૯૪૦ | ૧૮૮૪ | અમદાવાદ ૧૯૪૧ ૧૮૮૫. ઉદયપુર (કેશરીયાજી યાત્રા) | ૧૯૪૨ | ૧૮૮૬ | સોજત
૧૯૪૩ | ૧૮૮૭ | પાલી | ૧૯૪૪ | ૧૮૮૮ | ડીસા
હું કદી વશીકરણ કરતો નથી. પન્ન એટલું જાણું છું કે પ્રેમ આપો તો પ્રેમ મળે.
- કહે કલાપૂર્ણસૂરિ
પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ - ૨૪
કચ્છ વાગડના કર્ણધારો ૨૫