________________
તમારામાંથી કોઇ તેલુગુ શીખી લો તો આ લોકોને હિંસા વગેરેની ભયંકરતા સમજાવી શકાય. અમે કહેતા : સાહેબજી ! અમે કદાચ તેલુગુ શીખીને તેમાં પ્રવીણતા પ્રાપ્ત કરીએ તે પહેલાં તો આ આંધ્રપ્રદેશ પૂરું થઇ જશે, પછી તેલુગુ નિરુપયોગી બની જશે. પછી તેલુગુ નહિ, તમિલ ભાષા જો ઇશે.
પૂજયશ્રી મર્માળુ હસી પડતા.
વૈ.સુદ-૫-૬-૭, કામરેડ્ડી, અહીં મુનિ શ્રી દિવ્યરત્નવિ., અજિતશેખરવિ, વિમલબોધિવિજયજી આદિ ત્રણ મહાત્માઓ મળ્યા.
સ્વ. ગુરુદેવ પૂ. ભુવનભાનુસૂરિજીના તાત્કાલિક સ્વર્ગગમનથી દુઃખી અજિતશેખરવિ. આદિને પૂજ્યશ્રીએ આશ્વસ્ત કર્યા. મુનિશ્રીની પ્રેરણાથી થઇ રહેલા જિનાલયનું શિલાન્યાસ આદિ પૂજયશ્રીની નિશ્રામાં થયું. (પછીથી પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીની નિશ્રામાં થઇ.).
વૈ.સુદ-૧૩ થી વૈ.વદ-૩, સિકન્દ્રાબાદ-હૈદ્રાબાદ, પૂજયશ્રીના મામા માણેકચંદ અહીં રહેતા હતા. આથી પૂજ્યશ્રીએ બચપણમાં કેટલાક વર્ષો અહીં ગાળ્યાં હતાં.
દીક્ષા પછી પૂજયશ્રીનું અહીં પ્રથમ વખત જ આગમન થયું હતું. સમગ્ર જૈનોના હૃદય હિલોળે ચડ્યા હતા. ચાર મિનાર વગેરે સ્થળે આવતાં પૂજ્યશ્રીએ પોતાના શૈશવનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.
વૈ.વદ-૭, કુલ્યાકજી તીર્થ, અહીં માણિક્યદેવશ્રી આદિનાથ પ્રભુને ભેટીને પૂજયશ્રી પુલકિત થઇ ઊઠ્યા હતા. એક દિવસની સ્થિરતા દરમિયાન લગભગ સમય પૂજ્યશ્રીએ જિનાલયમાં ભક્તિ, સાધના વગેરે માટે ગાળ્યો હતો. - પૂજ્યશ્રીને ભગવાન મળી ગયા એટલે બધું જ મળી ગયું. મદ્રાસ તરફના લાંબા વિહારોમાં ઘણી વખત તો ૧૦-૧૫ દિવસ સુધી દેરાસર, ઘર વગેરે કશું ન આવે. આવા અવસરે પૂજયશ્રીની, સાથે રાખેલી નાની મૂર્તિ સમક્ષ ત્રિકાળ ભક્તિ એવીને એવી જ ચાલુ રહેતી. ક્યારેક દેરાસર આવી જતું તો પૂજયશ્રી મન મૂકીને ભક્તિ કરતા. અહીં તો તીર્થસ્થાન મળ્યું હતું. ભક્તિમાં શી કમીના રહે ?
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૮
જેઠ સુદ-૫-૬-૭, વિજયવાડા, કૃષ્ણા નદીને કિનારે વસેલું આ નગર ડેમના કારણે વધુ સુંદર લાગે છે. ત્રણ બાજુ પહાડ હોવાથી ગરમી સખત લાગે. અહીં અમારે ત્રણ દિવસ રોકાવાનું થયું. લોકોની ભાવના ખૂબ જ ઉત્તમ. ચાતુર્માસ માટે ખૂબ જ આગ્રહ હોવાથી પૂજ્યશ્રીએ ત્રણ મહાત્માઓને ગોઠવી આપ્યા.
(અહીં બાજુના ડુંગરોમાંથી એક ડુંગરમાં પ્રાચીન જૈન ગુફા, જિનાલય વગેરે મળી આવ્યાં છે. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં જે ગોદાસ ગણિનું વર્ણન આવે છે. એમણે આ ગુફામાં સાધના કરી હતી, એવું માનવામાં આવે છે.)
જેઠ સુદ-૮, હુંકાર તીર્થ, પૂ.પં.શ્રી ભદ્રાનંદ (કે ભદ્રાનન)વિજયજીની પ્રેરણાથી અહીં મોટું જિનાલય ઊભું થયું છે, મૂર્તિ પર “ ઈ-વી ટ્રેશો દ્વારા પૂ.શ્રી નીવિનય ની પરંપરીયામ” એમ લખેલું જો ઇ આશ્ચર્ય સાથે આનંદ થયો. પૂ. શાન્તિચન્દ્રસૂરિજીના પ્રશિષ્ય પૂ.પં.શ્રી ભદ્રાનંદવિજયજીએ દક્ષિણમાં મદ્રાસ, બેંગ્લોર, હુબલી વગેરે જેટલે સ્થળે પ્રતિષ્ઠા કરાવી છે ત્યાં કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂ. જીતવિજયજીનું નામ લખાવવાનું ભૂલ્યા નથી. પૂ. કનકસૂરિજીના શિષ્ય પૂ. કેવલવિજયજીની પ્રેરણાથી પણ મદ્રાસ વગેરેમાં અનેક જિનાલયો ઊભાં થયાં છે.
જેઠ સુદ-૯, ગુટુર, અહીં પૂ. રામચન્દ્રસૂરિજીના શિષ્ય વયોવૃદ્ધ મુનિ શ્રી નંદનવિજયજી મળ્યા. ઘણાં વર્ષોથી એકાકી જ ત્યાં સ્થિરવાસરૂપે રહેલા હતા.
દક્ષિણમાં ક્યાંક જ સાધુઓ જોવા મળે. એકાદ સાધુ મળી જાય તો પણ આનંદ થાય.
અહીં પૂજ્યશ્રીનું ઠાઠમાઠથી સામૈયું થયું હતું. જ્યાં જ્યાં જૈનોના થોડાં પણ ઘરો હતાં ત્યાં સર્વત્ર પૂજયશ્રીનો શાનદાર સત્કાર થતો હતો.
જેઠ વદ-૧૪, રામાપુરમુ, અહીં કિરણ કેમિકલ્સની ફેકટરીમાં અમે ઊતરેલા હતા. તામિલનાડુ રાજયનું આ પ્રથમ જ ગામ હતું. ફેકટરી માલિક જૈન હતો. તેણે અમને પોતાની ફેકટરીમાં રેતી અને ચૂનાના મિશ્રણથી થતી
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૯