________________
ફલોદીમાં જન્મેલા ને છતીસગઢમાં વ્યવસાય કરતા પૂજય કલાપૂર્ણસૂરિજી મ. ને અહીં ખેંચી લાવનાર પૂજ્યશ્રીની સંયમ સુવાસ હતી.
(૧૩) વિ.સં. ૨૦૧૮, ઇ.સ. ૧૯૬૨ જેઠ મહિનો પૂજયશ્રી ભચાઉમાં બિરાજમાન હતા.
ત્યારે મારવાડથી વિહાર કરીને સા. દર્શનશ્રીજી (પૂ. કનકચન્દ્રસૂરિજી મ.ના બેન મ.) ભચાઊ આવેલા હતા. બીજા દિવસે લાંબો વિહાર હોવાથી વહેલી સવારે વંદન કરવા માટે આવ્યાં. તેમને ભુજ તરફ જવાનું હતું.
વહેલા-વહેલા સાધ્વીજીઓને વંદન કરવા આવેલા જોઇ પૂજ્યશ્રી એકદમ બોલી ઊઠ્યા : વંદનની આટલી શી ઊતાવળ છે ? પછી નથી અવાતું ?
સાધ્વીજીઓ તો વંદન કર્યા વિના જ નીકળી ગયાં. પછી, પૂજયશ્રીને બીજા સાધુઓ દ્વારા ખ્યાલ આવ્યો કે સવારે વહેલા વંદન કરવા આવનાર એ સાધ્વીજીઓ અન્ય સમુદાયના હતાં અને વિહાર કરવાના હતાં.
પૂજ્યશ્રીના હૃદયને ઝટકો લાગ્યો : આ રીતે હું બોલ્યો તે સારું ન કહેવાય.
એ જ વર્ષે પર્યુષણ-ક્ષમાપનાની (પૂ.આ. શ્રી કનકચન્દ્રસૂરિજી મ.ની) ટપાલ આવેલી. તેના જવાબમાં પૂજ્યશ્રીએ ખાસ લખેલું :
સા. દર્શનશ્રીજી આદિ વિહાર કરતી વખતે મને વંદનાર્થે આવેલ, પણ મને તે ખ્યાલ ન હતો. તેથી તેમને તે અવસરે મેં એ રીતે જણાવેલ, તેથી તેમને જે અપ્રીતિ કે મનદુ:ખ ઉપર્યું હોય તેને અંગે મારા તરફથી તેમને ક્ષમાપના જણાવશો.”
કોઇ પણ આત્માને દુ:ખ ન પહોંચે, એ માટે પૂજયશ્રીની કેટલી તકેદારી !
પૂ.પં. શ્રી અભયસાગરજી મ.સા.ની પણ વાચનાઓ ચાલી રહી હતી. ધ્રાંગધ્રાવાળા પન્નાલાલ ગાંધીના પણ દ્રવ્યાનુયોગ વિષયક વક્તવ્યો અને મન ભરીને માણી રહ્યા હતા. આ પ્રસંગે ફા.સુ.૩ ના ૭-૮ દીક્ષાઓ પણ હતી.
અમે કોઇ કાર્ય પ્રસંગે બહાર નીકળેલા હતા. રસ્તામાં એક ભાઇએ અમને પૂછ્યું : “મહારાજશ્રી ! આપકા કૌનસા સમુદાય ?' અમે કહ્યું : ‘પૂજ્ય કનકસૂરિજી મ.કા’
ક્યા વાગડવાલે કનકસૂરિજી ?” ‘હા.' ‘વે તો મેરે ગુરુ હૈ.' આપ કહો કે હૈ ?' આંધ્રપ્રદેશ - આદોની કા.’ વહાં તો પૂ. કનકસૂરિજી મ. કભી ગયે હી નહીં. ફિર ગુરુ કૈસે બને ?”
‘વિ.સં. ૨૦૦૧મેં મેં પાલીતાણા યાત્રા કરને ગયા થા, તબ વે મુઝે યાત્રા કે સમય મિલે થે. ઉન્હોને મુઝે પરિગ્રહ-પરિમાણ કી મહિમા બતાઇ થી ઔર મુઝે અભિગ્રહ ભી દિયા થા. ઉસકે બાદ તો મેરે યહાં પરિમાણ સે જ્યાદા ધને બઢતા હી ગયા. બઢતા હી ગયા ઔર મેં ઇસ ધન કો મેરે પાસ ન રખ કર બાંટને લગા, સત્કાર્યો મેં વ્યય કરને લગા.’
‘આપકા નામ ?” મુઝે લોગ “ઇંદરચંદજી ધોકા’ કે રૂપ મેં જનતે હૈ.'
આ નામ સાંભળતાં જ અમને એમની દાતા તરીકેની પ્રસિદ્ધિ યાદ આવી. દક્ષિણ ભારતમાં દાનવીર તરીકે એમનું બહુ મોટું નામ. આદોનીમાં આયંબિલ ખાતું વગેરેમાં, સિકન્દ્રાબાદથી સમેતશિખરના છ'રી પાલક સંઘમાં સહયોગી દાતારૂપે – આમ તેમણે ઘણા-ઘણા સ્થાને પોતાની લક્ષ્મીનો વ્યય કર્યો છે. પણ તેઓ આમાં પૂજય કનકસૂરિજી મ.ની કૃપા જોતા હતા ને તેમને “ગુરુ તરીકે માનતા હતા.
પૂજયશ્રીએ આપેલી પ્રતિજ્ઞાનો પણ કેટલો પ્રભાવ !
(૧૪) વિ.સં. ૨૦૪૨, ઇ.સ. ૧૯૮૬, ફાગણ સુદનો સમય હતો. અમે પૂ. ગુરુદેવશ્રી કલાપૂર્ણસૂરિજી મ.ની છત્રછાયામાં શંખેશ્વર તીર્થમાં (ફા.સુ. ૨ થી ફા.સુ.૯ સુધી) રોકાયા હતા. એ દરમ્યાન પૂજ્યશ્રીની તથા
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૪૬
કરછ વાગડના કર્ણધારો ૨ ૪૭