________________
(૧૫) વિ.સં. ૨૦૪૨, ઇ.સ. ૧૯૮૬ અમે કચ્છ-ગાગોદરમાં ચાતુર્માસ હતા. ત્યાંના વયોવૃદ્ધ સોમચંદ હરચંદ મહેતા અમને ઘણીવાર કહેતા : પૂજ્યશ્રી (પૂ. કનકસૂરિજી) પાસે ઘણીવાર હું જતો ને કહેતો : ‘સાહેબજી ! મારે આપની નિશ્રામાં ઉપધાન કરાવવા છે.”
લગભગ પૂજ્યશ્રી મૌન જ રહેતા. કદાચ કહે તો એટલું જ કહે : ‘જો ઇશું. અવસરે વાત.”
આમ કરીને મારી વાતને લગભગ ટાળતા જ રહેતા હતા. ભગત આવ્યો છે ને ભાવના છે તો હમણાં જ લાભ આપી દઇએ, એવી કોઇ ઉત્સુકતા પૂજ્યશ્રીમાં મને જોવા મળી નથી. પૂજ્યશ્રીમાં અજબ-ગજબની નિઃસ્પૃહતા હતી.
વગરની અકળામણ થતી. આવી તબિયતમાં અમદાવાદ ન જાવ તો સારું, એમ રાધનપુરના ભક્તોએ બહુ વિનંતી કરેલી, પણ પૂજ્યશ્રીએ અમદાવાદ ભણી પ્રયાણ શરૂ જ કરી દીધું.
પણ, આખરે જે થવાનું હતું તે થયું જ. પહેલું જ મુકામ હતું : ગોચનાદ. એ ગામમાં જે મકાનમાં ઊતરેલા ત્યાં ગરમી પારાવાર હતી. પૂજ્યશ્રીનું દર્દ પણ અત્યંત વધી ગયું. જરા પણ આગળ વધી શકાય તેમ ન હતું.
આથી કેટલાક ભક્તોએ ફરી પૂ. બાપજી મ.ને તારથી સમગ્ર પરિસ્થિતિ જણાવી. પરિસ્થિતિ સમજી ચૂકેલા પૂ. બાપજી મ.એ તારથી જ જણાવ્યું : “હવે તમે ત્યાં જ ચાતુર્માસ કરશો. અહીં આવવાની કોશીશ કરતા નહિ. તબિયત બગાડીને અવાતું હશે ! આ મારી આજ્ઞા છે, ઇચ્છા છે.”
આવી સ્પષ્ટ લિખિત આજ્ઞા આવી પછી જ પૂજયશ્રી રાધનપુર પાછા પધાર્યા.
આટલા સમયમાં રાધનપુરમાં અન્ય મહાત્માનું ચાતુર્માસ નક્કી થતાં પૂજ્યશ્રીએ એ વર્ષે સાંતલપુર ચાતુર્માસ કર્યું.
(૧૬) વિ.સં. ૨૦૧૧નો (ઇ.સ. ૧૯૫૫)નો સમય હતો. જેઠ મહિનાની ભયંકર ગરમી હતી.
ચાતુર્માસ માટે રાધનપુર સંઘની ખૂબ જ આગ્રહભરી વિનંતી હતી. પૂજયશ્રી જવાબમાં કહેતા : પૂ. બાપજી મ. (પૂ. સિદ્ધિસૂરિજી મ.)ની આજ્ઞા પ્રમાણે હું કરીશ.
બાપજી મ.ની ત્યારે એવી ઇચ્છા હતી કે કનકસૂરિજી આ વખતે મારી સાથે રહે તો સારું.
રાધનપુર સંઘ પૂ. બાપજી મ. પાસે જઇને પત્ર લઇ આવ્યો. પત્રમાં બાપજી મે. એ લખેલું હતું : “તમારી ઇચ્છા હોય તો તમે રાધનપુર ચાતુર્માસ કરી શકો છો. મારી રજા છે.”
- પૂજ્યશ્રી કહે : જુઓ, આ પત્રમાં આજ્ઞા નથી, પણ અનુજ્ઞા છે. મારે તો પૂ. બાપજી મ.ની ઇચ્છાને જ અનુસરવાનું છે. એમની ઇચ્છા એ જ મારા માટે આજ્ઞા. હું તો અમદાવાદ ચાતુર્માસ કરવા જવાનો.”
ને, એ મુજબ પૂજયશ્રીએ અમદાવાદ તરફ વિહાર શરૂ જ કરી દીધો.
એ અરસામાં પૂજ્યશ્રીની તબિયત બરાબર રહેતી નહોતી. વારંવાર પેટમાં ગોળાની તકલીફ થઇ આવતી ને અસહ્ય ગરમીના કારણે પાર
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૪૮
(૧૭) પૂજ્યશ્રી શાસ્ત્ર-વાંચનના અત્યંત પ્રેમી હતા. રોજ ઓછામાં ઓછા ૧૫૦૦ શ્લોક તો વાંચવાના જ. આ તેમનો વણલખ્યો નિયમ હતો. તેમનું શાસ્ત્રીય વિશાળ વાંચન હતું. પણ ગંભીરતા એટલી કે પ્રસંગ વિના કોઇને ખ્યાલ ન આવે કે આ મહાત્મા આટલા વિદ્વાન હશે.
શાસ્ત્રજ્ઞાન માત્ર જાણકારી પૂરતું ન હતું, પણ હૃદયમાં ભાવિત થયેલું હતું. એમના જીવનના કેટલાય પ્રસંગો એમના હૃદયની ભાવિતતાને સૂચવે છે.
શ્રા.વ.૪ નો જીંદગીનો છેલ્લો દિવસ હતો. છેલ્લા કલાકો ગણાઇ રહેલા હતા. પરિસ્થિતિ પામી ગયેલા પાસેના મુનિઓએ “આપને શું સંભળાવીએ ?” એવું પૂછ્યું ત્યારે પૂજ્યશ્રીએ ‘પંચસૂત્રનું નામ આપ્યું.
કચ્છ વાગડના કર્ણધારો + ૪૯