________________
મૃત્યુની ભયંકર વેદના વખતે પંચસૂત્રનું યાદ આવવું, એમની શાસથી ભાવિત મતિને બતાવે છે.
(૧૮) શરીર પરની એમની સંલીનતા અભુત હતી. નિરર્થક હાથપગ હલાવવા, નિરર્થક વાણી-વિલાસ કરવો કે નકામા વિચારો કરવા એમની પ્રકૃતિમાં જ નહોતું. પૂજયશ્રી સાચા અર્થમાં ‘ત્રિગુપ્તિએ ગુપ્ત’ હતા.
આવા જ ગુણના કારણે પોતાના સંયમના ઉપકરણોની કાળજી અને સાચવણી અદ્ભુત કોટિની હતી.
દીક્ષા વખતે પૂજય દાદા શ્રી જીતવિજયજી મ.સા.એ આપેલા ચાર ઉપકરણો (દાંડો, ઓઘાની દાંડી, પાટો અને તરપણી) જીવનભર ચલાવ્યા હતા. (દીક્ષાપર્યાય પ૭ વર્ષ હતો.)
છાસવારે ને છાસવારે આજે નવા-નવા ઉપકરણો જયારે નીકળી રહ્યા હોય ત્યારે આ વાત આપણા જેવાના મગજમાં ઊતરવી પણ મુશ્કેલ બને છે.
ઉપકરણો પ્રત્યે એમની ઉપકાર બુદ્ધિ ઘણી પ્રબળ હશે ! કદાચ એ જ કારણે મૃત્યુના સમયે જ એમની ઘડિયાળ બંધ થઇ ગઇ હતી.
સદા સાથે રહેનારી ઘડિયાળને કદાચ થયું હશે : સમયનો સંપૂર્ણ સદુપયોગ કરનારા તો ચાલ્યા ગયા. હવે મારે ચાલુ રહીને શું કામ છે ? હવે મને ઉપકાર બુદ્ધિથી કોણ જોશે ? એવું ‘વિચારીને’ શું ઘડિયાળને આઘાત લાગ્યો હશે ?
જડ પર પણ પૂજ્યશ્રીનો કેવો પ્રભાવ ?
લાકડીયાવાળા વેલજી દામજી ભણશાળી પૂજ્યશ્રીને વંદનાર્થે આવેલા. વંદન કરીને પૂછ્યું : ‘પૂજ્યશ્રી ! કાંઇ કામ છે ?'
પૂજ્યશ્રીએ ઇશારો કરીને બેસી જવા કહ્યું. વેલજીભાઇ બેસી ગયા. પૂજ્ય શ્રી ક્રિયા કરાવતા રહ્યા.
વેલજીભાઇના મનમાં એમ કે ક્રિયા પૂરી થયા પછી પૂજ્યશ્રી કામ બતાવશે, પણ ક્રિયા જયાં પૂરી થઇ ત્યાં પૂજ્યશ્રીએ કહ્યું : “કામ પૂરું થઇ ગયું. હવે તમારે જવું હોય તો જઇ શકો છો.’
‘પણ સાહેબજી ! મને કાંઇ આમાં સમજાયું નહિ. હું તો બેઠો જ રહ્યો હતો. કાંઇ આપનું કામ કર્યું જ નથી. પછી કામ કેવી રીતે થઇ ગયું ? સંકોચ નહિ કરતા. કોઇ પણ કામ આપ મને ચીંધી શકો છો.’ | ‘જુઓ, વેલજીભાઇ ! અહીં બધા સાધ્વીજીઓ વચ્ચે હું એકલો જ હતો. પુરુષ તરીકે કોઇની હાજરી જરૂરી હતી. આથી જ મેં તમને અહીં બેસાડેલા. હવે ક્રિયા થઇ ગઇ. સાધ્વીજીઓ જતા રહ્યા. હવે તમે જઇ શકો છો.’
- વેલજીભાઇ તો પૂજ્યશ્રીની બ્રહ્મચર્ય માટેની આવી ઉત્કૃષ્ટ સાવધાની જોઈ આભા જ થઇ ગયા.
આ પ્રસંગ વેલજીભાઇ ઘણીવાર જાહેર સભામાં કહેતા.
બ્રહ્મચર્યની આવી નિર્મળતાના પ્રભાવથી જ ૨૫૦ સાધ્વીજીઓને પૂજ્યશ્રી આજ્ઞાંકિત બનાવી શક્યા હતા. એમની આજ્ઞા કોઇ લોપી શકતું નહિ.
(૧૯) પૂજયશ્રી અતિ નિર્મળ બ્રહ્મચર્યના પાલક હતા. એ માટે નવેય વાડોના પાલનમાં અતિ જાગરૂક હતા.
એક વખત રાધનપુરમાં સાધ્વીજીઓને જોગની ક્રિયા કરાવતા હતા. તે વખતે સમસ્ત સાધ્વીજીઓ વચ્ચે એકલા જ હતા.
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૫૦
(૨૦) એક વખત હળવદમાં પૂજ્યશ્રી સાધ્વીજીઓના ચાતુર્માસ નક્કી કરી રહ્યા હતા.
પૂજયશ્રી સાધ્વીજીઓનાં નામ દઇને કહેતા : દા.ત. ‘તમારે આધોઇ જવાનું છે.' સાધ્વીજીઓ તરફથી જવાબ આવતો : ‘તહત્તિ’ બીજી કોઇ દલીલ કે ફરિયાદ નહિ.
કચ્છ વાગડના કર્ણધારો + ૫૧