________________
પૂજ્યશ્રીને પૂછ્યું પણ ખરું.
“ગુરુદેવ ! આ કામ તો માણસ પાસેથી પણ કરાવી શકાય. આપ શા માટે કરો છો ?”
ભાઈ ! તમારી વાત સાચી. માણસ કામ તો કદાચ કરી આપે, પણ જયણા રાખે ખરો ? જયણા માટે જ આવું કામ પણ અમે જ કરી લઇએ.”
પૂજ્યશ્રીનો ઉત્તર સાંભળી કાન્તિભાઇનું મસ્તક ઢળી પડ્યું. હૃદય બોલી ઊઠ્ય : ધન્ય જયણા !
આમ પોતાના મગજમાં ગોઠવેલા ચાતુર્માસ સ્થળો અને સાધ્વીજીઓનાં નામ પૂજયશ્રી બોલતા ગયા અને સાધ્વીજીઓ ‘તહત્તિ ‘તહત્તિ' બોલતા ગયાં !
થોડીવારમાં તો ચાતુર્માસ ગોઠવવાનું કામ પૂરું થઇ ગયું. બાજુમાં પૂ. પ્રેમસૂરિજી મ.ના સમુદાયના પૂ.પં. કાન્તિવિજયજી મ. આ બધું જોઇ રહ્યા હતા ને મનમાં વિચારી રહ્યા હતા : અમારે તો આટલા વખતમાં એક સાધુ મ.નું ચાતુર્માસ પણ નક્કી ન થઇ શકે. અમારે એમને કેટલીયે રીતે સમજાવવા પડે, ત્યારે માંડ માંડ પેલા તૈયાર થાય. સાધુઓને તો હજુયે સમજાવી શકાય, પણ સાધ્વીજીઓને સમજાવવા તો એથી પણ મુશ્કેલ ! કારણ સ્ત્રી-સહજ પ્રકૃતિ ખરી ને ! પણ અહીં તો સાધ્વીજીઓ હોંશે-હોંશે પૂજ્યશ્રીની આજ્ઞા વધાવી રહ્યા છે. આ તો કલિકાલનું આશ્ચર્ય કહેવાય. નિર્મળ બ્રહ્મચર્યનો આ અદ્ભુત પ્રભાવ કહેવાય.
પછીથી પૂજ્યશ્રી માટે ૫.પં. કાન્તિવિજયજી મ. બોલી ઊઠેલા : આ તો (પૂજ્યશ્રી) કલિકાલના યૂલિભદ્રજી છે.”
(૨૧) શ્રી અક્ષયરાજજી (પૂ. કલાપૂર્ણસૂરિજી)એ પૂજયશ્રીને પત્ર લખ્યો : ‘મને ધ્યાન માટે અલગ ઓરડી મળી શકશે ? ૩-૪ કલાક એના માટે જોઇશે.’
“તો હિમાલયની ગુફામાં ચાલ્યા જાવ.” પૂજ્યશ્રીનો જવાબ આવ્યો.
‘શિષ્ય બનાવવા માટે કંઇક અનુકૂળતા કરી આપું' આવી કોઇ વાત જ નહિ.
(૨૩) અમારા હાથમાં સા. ચતુરશ્રીજીની લખેલી એક ડાયરી આવેલી. પૂજયશ્રીના જીવન અંગે લખેલું હતું. તેમાં એક સ્થળે લખ્યું હતું કે પૂજયશ્રી ખૂબ જ વિનીત હતા. એમાં પણ પોતાના ચાર ઉપકારીઓ (પૂ. દાદા શ્રી જીતવિજયજી મ., પૂ. ગુરુવર્ય શ્રી હીરવિજયજી મ., પૂ.આ. શ્રી સિદ્ધિસૂરિજી મ., પૂ.આ. શ્રી મેઘસૂરીશ્વરજી મ.) પ્રત્યે તો એટલો બધો વિનયભાવ કે ગમે તેટલું કામ પડતું મૂકીને તેમની પાસે હાજર થઈ જાય. તેઓશ્રી તેમને બોલાવે : “કનકવિજયજી ! અહીં જરા આવજો તો.’ કનકવિજયજીનો ‘ક’ સંભળાતાં જ પૂજયશ્રી આસન પરથી ઊભા થઇ જાય અને ઉપકારી ગુરુવર્યો તરફ ચાલવા માંડે.
જે સ્વયં વિનીત બને તે જ બીજાને વિનીત બનાવી શકે ને ? જે સ્વયં વિનીત બને તે જ ઉત્તમ શિષ્ય બની શકે ને ઉત્તમ શિષ્ય બને તે જ ઉત્તમ ગુરુ બની શકે.
ચંદાવિજઝય પયજ્ઞામાં કહ્યું છે : “હંતૂણ સવસાણં સીસો હોઊણ તાવ સિMાહિ | સીસસ્ત હુંતિ સીસા, ન હુંતિ સીસા અસીસસ્સ II” “બધું માન છોડીને તું સૌ પ્રથમ શિષ્ય બન. જે શિષ્ય બને તે જ ગુરુ બની શકે છે.'' એટલે જ પૂજયશ્રી ઉત્તમ ગુરુદેવ બની શક્યા હતા.
* * * (૨૪) અંગ્રેજો દ્વારા ભારતને આઝાદી આપવાનું તથા હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પાડવાનું નક્કી થઇ ગયું હતું.
કચ્છ વાગડના કર્ણધારો ૫૩
(૨૨) એક વખત લાકડીયાવાળા કાન્તિલાલ ઘેલાભાઇ પૂજ્યશ્રીના વંદનાર્થે સાંતલપુર ગયા. ત્યારે પૂજ્યશ્રી બોક્ષ પર રહેલા કંતાનને પોતાના હાથે સીવતા હતા. કાન્તિભાઇને નવાઇ લાગી : આવા મોટા આચાર્યશ્રી આવું કામ જાતે કરે ? બીજા કોઇ માણસ વગેરે પાસેથી ન કરાવી શકે ?
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ પ૨