________________
વિ.સં. ૨૦૫૦, ઇ.સ. ૧૯૯૩-૯૪, ચાતુર્માસ પછી મહા સુદ-૧૩ ના ચન્દ્રપ્રભપ્રભુ નયા મંદિરમાં મોટા પાયે પ્રતિષ્ઠા થવાની હતી, પણ ત્યારે મદ્રાસમાં પાણીની તીવ્ર તંગી હતી. કેટલાક લોકો સવારે ૩.૦૦ વાગે ઊઠીને ટેન્કરમાંથી પાણી લેવા લાઇનમાં ઊભા રહેતા. પાણીનો મોટો વેપાર થતો. આવી પાણીની તીવ્ર તંગીમાં પ્રતિષ્ઠા શી રીતે થઇ શકે ? લોકો ખૂબ ચિતામાં હતા. અધૂરામાં પુરું કોઇએ વળી એવી વાત ઉડાવેલી કે મહા સુદ-૧૩ નું મુહૂર્ત બરાબર નથી. એ મુહૂર્તે પ્રતિષ્ઠા થશે તો મદ્રાસના ભૂક્કા નીકળી જશે. લોકો પાણીની આનાથી પણ વધુ તંગી અનુભવશે.
આવી ભિન્ન ભિન્ન વાતોથી સંઘના અગ્રણીઓ પણ ચિંતાતુર થઇને પૂજ્યશ્રી પાસે આવતા. પૂજ્યશ્રી માત્ર એટલું કહેતા : ચિંતા ન કરો. પ્રભુ કૃપાએ બધું સારું થશે.
મદ્રાસમાં દશેરા પછી વરસાદ થતો હોય છે. વરસાદ જો કે શરૂ થઇ ગયો હતો, પણ જોઇએ તેવો પડ્યો ન હતો. એટલે લોકો હજુ ચિંતામાં હતા : ક્યા હોગા ?
પણ, પૂજ્યશ્રીની નિશ્રાનો મોહ લોકોને એવો હતો કે પ્રતિષ્ઠા કરવી જ કરવી, એવો નિર્ણય લેવાઇ ગયો. કા.સુ.૫ ના (વિ.સં. ૨૦૫૦) ચડાવા પણ લેવાઇ ગયા. એક જ દિવસમાં પાંચ કરોડ જેટલી બોલી થઇ ગયેલી. બસ, એ જ અરસામાં મેઘ બારે ખાંગે તૂટી પડ્યો. એટલો વરસાદ પડ્યો કે છેલ્લા ૧૦ વર્ષમાં પડ્યો ન હતો. પાણીની તંગી દૂર થઇ. લોકોમાં પ્રતિષ્ઠાનો ઉત્સાહ અનેકગણો વધી ગયો.
પોષ સુદ-૪, મદ્રાસ, આરાધના ભવન, આજે સાંજે સમાચાર મળ્યા : ગોલ (આંધ્રપ્રદેશ) પાસે ટ્રક અકસ્માતમાં એક સાધ્વીજી (સા. મુક્તિપૂર્ણાશ્રીજી) કાળધર્મ પામ્યા છે. એક સાધ્વીજી (સા. ચારુલેખાશ્રીજી) ગંભીર રીતે ઘાયલ થયાં છે ને બીજા બેને પણ વાગ્યું છે.
પૂજ્યશ્રીની આજ્ઞાપૂર્વક ઘાયલ સાધ્વીજીને તાત્કાલિક મદ્રાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ભારે લાંબી સારવાર પછી તેઓ બચી શક્યાં. સા. મુક્તિપૂર્ણાશ્રીજીનો અગ્નિસંસ્કાર નેલ્લોર ખાતે કરવામાં આવ્યો. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૨૩૨
આનાથી બરાબર એક મહિના પહેલાં માગ.સુદ-૪ ના ગુજરાતસૌરાષ્ટ્રમાં થયેલા વાહન અકસ્માતમાં તપસ્વિની સા. હેમચન્દ્રાશ્રીજી કાળધર્મ પામ્યાં હતાં. હવે મહા સુદ-૪ ના વળી કોઇ અનિષ્ટ ઘટના ન બને તે માટે સૌ મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા. તે વખતે કોઇને ખબર ન હતી કે આઠ વર્ષ પછી મહા સુદ-૪ ના પણ સૌને ગોઝારા સમાચાર (પૂજ્યશ્રીના કાળધર્મના) સાંભળવા મળશે !
મહા સુદ-૧૦, ધોબીબેઠ (મદ્રાસ), તા. ૨૧-૦૨-૧૯૯૪. મદ્રાસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં સૌપ્રથમ અંજનશલાકા-પ્રતિષ્ઠા અહીં થઇ. અહીં ત્યાંના સ્થાનિક રાજકીય નેતા મધુસૂદન (જયલલિતાના નજીકના સાથી) અવારનવાર પૂજ્યશ્રી પાસે આવતા હતા. સંગીતકાર આશુ વ્યાસે સારો ભક્તિરંગ જમાવ્યો હતો. અહીંનું કાર્ય મુખ્યરૂપે ચંપાલાલજી ભાઇએ સંભાળ્યું હતું. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન આદિ જિનબિંબોની અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ.
આ જ દિવસોમાં સાહુકાર પેઠમાં પ્રતિષ્ઠા-મહોત્સવ શરૂ થઇ ગયો હતો. સર્વત્ર અસીમ ઉલ્લાસ હતો. પ્રત્યેક જૈનોએ આ પોતાનો ઉત્સવ છે એમ સમજીને એમાં ભાગ લીધો હતો. સાંજે કોઇ ફરવા નીકળે તો સાહુકાર પેઠ ઇન્દ્રપુરી જ લાગે. દરેક ગલીમાં શણગાર, દરેક મંડળો દ્વારા રચનાઓ વગેરે અદ્ભુત હતું. રોજ ૬૦-૭૦ હજાર માણસો જમે છતાં કોઇ એંઠું છોડી ન શકે એવી ચુસ્ત વ્યવસ્થા હતી. સૂર્યાસ્તથી ૧૫ મિનિટ પહેલાં ભોજન સંપૂર્ણ રીતે બંધ થઇ જ જાય. આવી વ્યવસ્થા ગોઠવવામાં મદ્રાસનાં ૬૨ મંડળોના ૩૧૦૦ સભ્યોનું યોગદાન હતું.
મહા સુદ-૧૩, ગુરુવાર, તા. ૨૪-૦૨-૧૯૯૪ના દિવસે આ ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ. ૫૧ ઈંચના મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામી આદિ ૧૩૬ પ્રતિમાઓની અંજનશલાકા (બહારની પણ પ્રતિમાઓ સાથે ગણી છે.) થઇ હતી.
૨૦ ક્રોડ જેટલી આવક થઈ હતી. જીવદયાની પણ ૫૦ લાખ જેટલી આવક થયેલી.
કચ્છ વાગડના કર્ણધારો ૨૦ ૨૩૩