________________
અરસીકરે – અહીં એક બહેને ૯૧ હજારની બોલી બોલી કામળી વહોરાવેલી. અહીંસર્વત્રપૂજ્યશ્રીના દર્શનાર્થે જન-અજૈન લોકોની ભીડ જામતી હતી. એક અજૈન (કન્નડ) ભાઇએ ૧૫ હજારનો ચડાવો લઇ પૂજ્યશ્રીનું ગુરુપૂજન કરેલું અને આજીવન માંસાહાર ત્યાગની પ્રતિજ્ઞા લીધેલી.
અહીં સંઘમાં વર્ષોથી બે ભાગ હતા. એ ભાગ કેટલીયે મહેનત છતાં સંધાયા ન હતા, પણ પૂજયશ્રીના આગમનના સમાચાર માત્રથી ગામમાં સંપ થઇ ગયો. પૂજયશ્રીને જરા જેટલી પણ મહેનત ન કરવી પડી. પૂજયશ્રીની પ્રશમલબ્ધિ કેટલી ઉત્કૃષ્ટ હશે ?
અહીં બપોરે ૧.૦૦ વાગ્યા સુધી પણ એટલી ભીડ હતી કે ચાલવાની પણ જગ્યા નહોતી રહી.
મંદિરની ભમતીમાં ત્રણ મંગલ મૂર્તિઓ મૂકવાના ચડાવા સવા પાંચ લાખ રૂપિયા થયા હતા.
દાવણગિરિ - અહીં વાસક્ષેપ માટે ખૂબ જ ભીડ રહી. એક બહેને પૂજ્યશ્રીને કહ્યું : સાહેબજી ! કફ મટતો જ નથી. પૂજયશ્રીએ કહ્યું : ‘બહેન ! આ દવાખાનું નથી. માળા ગણો. બધું સારું થશે.'
સંપૂર્ણ દક્ષિણમાં પૂજ્યશ્રીની એક મહાન ચમત્કારિક સંત તરીકેની ખ્યાતિ ફેલાઇ ગઇ હતી.
એચ. બી. હલ્લી (હગરીબામનહલ્લી), અહીં પૂજ્યશ્રીએ ૨૨ વર્ષનો ઝઘડો મિટાવવા પ્રયત્ન કર્યો. એ ઝઘડાના કારણે જ ૨૨ વર્ષથી પ્રતિષ્ઠા અટકેલી હતી.
પછીથી દાવણગિરિ ચાતુર્માસાર્થે આવેલા અમે પણ પૂજ્યશ્રીના એ પ્રયત્નોને વેગ આપેલો. આખરે સફળતા પણ મળી અને પૂજ્યશ્રીના શિષ્યો (મુનિશ્રી કીર્તિરત્ન + હેમચન્દ્રવિ.) દ્વારા પછીના વર્ષે પ્રતિષ્ઠા પણ થઇ.
કંપલી, મહા સુદ-૧૨, ૧૯-૦૨-૧૯૯૭, અહીં નવનિર્મિત જિનાલયમાં શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૫૦
અહીં દરેક કાર્યક્રમોમાં જૈન કરતાં અજૈનોએ ખૂબ જ લાભ લીધો. કુલ ઉપજ સવા કોડની થઇ.
ગંગાવતી, મહા સુદ-૧૩, ૨૦-૦૨-૧૯૯૭, કુલ ૮૦ જૈન ઘરોના સંઘમાં નવનિર્મિત જિનાલયમાં શ્રી પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ. કુલ એક ક્રોડની ઊપજ થઇ. અહીં સર્વત્ર વિધિકાર શ્રી મનોજ હરણનો નોંધપાત્ર ફાળો રહ્યો.
સિરિગુપ્પા, અહીં મહા સુદ-૨ ના દિવસે અન્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં પ્રતિષ્ઠા થયા પછી મુસ્લિમો દ્વારા મોટા પાયે નુકસાન થયેલું. જૈનોનાં ૧૪ ઘરોની મોટા ભાગની દુકાનો બાળવામાં આવેલી. જૈનોને દોઢ કરોડ જેટલું નુકસાન થયેલું. કેટલાક જૈનો તો જાન બચાવવા (કારણ કે નીચેની દુકાનોમાં મુસ્લિમોએ આગ લગાવેલી ને ઉપર રહેઠાણ હતાં) ઉપરથી દોરડાના સહારે નીચે આવ્યા. એક નાનો બાળક દોરડાના સહારે જઇ શકે તેમ ન હતો એટલે ઉપરથી નીચે ફેંકવામાં આવ્યો. નીચે રહેલા માણસોએ તેને ઝીલી લીધો. ગભરાતી-ગભરાતી એક ગર્ભવતી મહિલા દોરડા દ્વારા ઊતરી.
આવા માહોલમાં ‘સિરિગુપ્પા પધારો' એમ કહેવા તે સંઘ ક્યાંથી આવે ? છતાં એક વ્યક્તિ, જે ફરતાં ફરતાં કંપલી આવેલી, તેણે પૂજયશ્રીને સામાન્ય રીતે પધારવા વિનંતી કરી. બલ્લારી જવાનું ટાળીને પૂજ્યશ્રીએ સિરિગુપ્પા જવાનું નક્કી કર્યું. કારણ કે બેમાંથી એક જ સ્થળે જઇ શકાય તેમ હતું. આથી બલ્લારી સહિત અનેક ગામોના સંઘોએ પૂજ્યશ્રીને સિરિગુપ્પાના અશાંત વાતાવરણમાં જવાની ના પાડી. રખે
ક્યાંક બીજું હુલ્લડ થાય ! પણ પૂજયશ્રી તો મૈત્રીના મસીહા હતા. જ્યાં ‘તોફાનો થયાં હોય ત્યાં તો ખાસ જવું જોઇએ' એમ માનીને પૂજયશ્રી સિરિગુપ્પા જવા મક્કમ રહ્યા. ગોવાળિયાએ ના પાડેલી છતાં ભગવાનશ્રી મહાવીરસ્વામી ચંડકૌશિક પાસે સ્વેચ્છાએ ગયા હતા, એ પ્રસંગ અહીં આપણને યાદ આવી જાય.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૫૧