________________
જેઠ સુદ-૩, ૨૦-૦૫-૧૯૯૬, મૈલાપુર (મદ્રાસ), અહીં નૂતન જિનાલયમાં શ્રીવાસુપૂજય સ્વામી આદિ જિનબિંબોની શાનદાર અંજનશલાકા-પ્રતિષ્ઠા થઇ.
જેઠ સુદ-૫, ૨૨-૦૫-૧૯૯૬, કાલાદ્રિપેઠ (મદ્રાસ), અહીં શ્રીમુનિસુવ્રતસ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ.
જેઠ સુદ-૬, ૨૩-૦૫-૧૯૯૬, વેપેરી (મદ્રાસ), અહીં નૂતન જિનાલયમાં શ્રી સંભવનાથ આદિ જિનબિંબોની શાનદાર અંજનશલાકાપ્રતિષ્ઠા થઇ.
અહીંથી પૂજ્યશ્રીએ કોઇમ્બતુર ચાતુર્માસ માટે વિહાર આરંભ્યો. વચ્ચે સાઇક્લોનના કારણે કટોકટીના દિવસોમાં એક ફેકટરીમાં બે દિવસ રોકાવું પડ્યું. સેલમ, ઇરોડ થઇ પૂજયશ્રી કોઇમ્બતુર પધાર્યા. રસ્તામાં ઠેર ઠેર શાનદાર સ્વાગતો થયાં.
કોઇમ્બતુર ચાતુર્માસ, અનેકવિધ તપશ્ચર્યા-આરાધનાઓથી આ ચાતુર્માસ યશસ્વી બન્યું. દૈનિક અખંડ અટ્ટમ, શિશુ-યુવા શિબિર, રાત્રિતત્ત્વજ્ઞાન-ક્લાસ, અઠ્ઠાઇઓ, માસક્ષમણો વગેરે અનેક નેત્ર-દીપક આરાધનાઓ થઇ હતી.
કોઇમ્બતુરની બાજુમાં થઇ રહેલા કતલખાનાને અટકાવવા પૂજ્યશ્રીએ સક્રિય ઝુંબેશ ચલાવી હતી. તે માટે જૈનોની મિટીંગ બોલાવેલી તેમ અજૈન મહેશ્વરી-અગ્રવાલોની પણ મિટીંગ બોલાવેલી.
પૂજયશ્રીના વાસક્ષેપથી એક જડ જેવો છોકરો ડાહ્યોડમરો થઇ ગયેલો, એમ ત્યાંના ભાઇઓ કહેતા હતા. પૂજયશ્રીએ આ ચાતુર્માસમાં અમને (અમે હુબલી ચાતુર્માસ હતા) જણાવ્યું :
मन्त्रमूर्ति समादाय, देवदेवः स्वयं जिनः । સર્વજ્ઞ: સર્વકા: શત:, સોય સાક્ષાત્ વ્યવસ્થિત:
આ શ્લોકનો ગુજરાતી પદ્યાનુવાદ કરીને મોકલો. અમે હરિગીતમાં પદ્યાનુવાદે આ પ્રમાણે કર્યો :
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૪૮
‘પ્રભુ-મૂર્તિમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો પત્થરો, પ્રભુ-નામમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો અક્ષરો,' એવું કહો ના સજ્જનો ! સાક્ષાતુ આ ભગવાન છે, નિજ નામ-મૂર્તિનું રૂપ લઇ પોતે જ અહીં આસીન છે.
આ અનુવાદથી પ્રસન્ન થયેલા પૂજયશ્રીએ જણાવેલું : “તમે મારા મનની જ વાત આ અનુવાદમાં વણી લીધી છે.”
વિ.સં. ૨૦૫૩, ઇ.સ. ૧૯૯૬-૯૭, કોઇમ્બતુર ચાતુર્માસ પછી કા.વદ૧૩, તા. ૦૮-૧૨-૧૯૯૬ના નવનિર્મિત ગગનચુંબી જિનાલયમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ હતી.
મદ્રાસની જેમ આ પ્રતિષ્ઠા પણ ખૂબ જ ઠાઠથી ઊજવાઇ હતી. આ પ્રસંગે રમણીકભાઇ (ડભોઇ)ની રંગોળી, તેમજ સંગીતરત્ન પ્રજ્ઞાચક્ષુ રવીન્દ્ર જૈનનાં ગીતો (ખાસ કરીને “નમામિ નમામિ કલાપૂર્ણ સ્વામી” એ સ્વરચિત ગીત), હેલિકોપ્ટરથી પાંચ વખત પુષ્પ-વૃષ્ટિ વગેરે વિશેષ આકર્ષણો હતાં. અહીં દેવદ્રવ્યની પણ પૂજ્યશ્રીએ શુદ્ધિ કરાવી. અહીં (કોઇમ્બતુર) આર. એસ. પુરમમાં માગ સુદ-૩ ના (તા. ૧૩-૧૨-૧૯૯૬) શ્રી બહુફણા પાર્શ્વનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા પણ થઇ હતી.
મા. સુદ-૪ ની સાંજે પૂજયશ્રીએ કોઇમ્બતુર છોડ્યું. પૂજયશ્રીને વિદાય આપવા સેંકડો લોકો ઊભરાયા હતા... કોતગિરિ, કૂનૂર, ઊટી વગેરે નીલગિરિનાં ગીચ જંગલો, પર્વતો વીંધી પૂજ્યશ્રી મૈસુર પધાર્યા.
પોષ સુદ-૪, રવિ, શ્રવણબેલગોલ (બાહુબલીજી) - શ્રીરંગપટ્ટનમ, પાંડવપુર થઇને પૂજ્યશ્રી આ દિગંબરીય તીર્થમાં પધાર્યા. અહીંના ભટ્ટારક ચારકીર્તિ પૂજ્યશ્રીને પ્રેમથી મળ્યા. જાહેરમાં સંયુક્ત પ્રવચનો પણ થયાં, પરંતુ શ્વેતાંબરોએ જ્યારે અહીં પોતાનાં પૂજા-દર્શન વગેરે માટે નાનકડું જિનાલય બનાવવાની વાત મૂકી ત્યારે ભટ્ટારકે એ વાત જાહેરમાં જ નકારી દીધી.
ચન્દ્રાયપટ્ટના, પૂજયશ્રી પધારતાં અહીંના લોકોએ એક જ દિવસમાં પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીં સુંદર જિનાલય બનાવવાની ભાવના પ્રબળ બની .
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૪૯