________________
મહા વદ-૩, આજથી પૂજયશ્રીએ યોગદષ્ટિ સમુચ્ચય પર વાચના આપવાનું શરૂ કર્યું.
ફા.સુદ-૪, રાયપેઠા (મદ્રાસ) અહીં અંજનશલાકાપૂર્વક પ્રતિષ્ઠા થઇ.
ફા.સુદ-૬ (ટી.નગર, મદ્રાસ) આજે પૂજ્યશ્રીને તાવ આવ્યો હતો. લીવરમાં ફરી રસી ભરાઇ હોવાનું જણાયું.
ઇન્દોરમાં મુનિશ્રી કલહંસવિજયજી લકવાગ્રસ્ત બન્યા છે, સેવા માટે કોઇ મુનિની જરૂર છે, એવા સમાચાર મળતાં પૂજ્યશ્રીએ તે માટે કરેલી પ્રેરણાને ઝીલી લઇને મુનિ શ્રી વિમલપ્રવિજયજી આદિ બે ઠાણા ઇન્દોર જવા તૈયાર થયા. ફા.સુદ.પ્ર.૧૦ ના તેમણે વિહાર કર્યો.
ફા.સુદ-૧૨, મદ્રાસ, આજથી પૂજયશ્રીને હેડકીની તકલીફ શરૂ થઇ હતી. જે ફા.વદ-૯ સુધી ચાલુ રહી હતી. આ વખતે અમે બધા ગભરાઇ ગયા હતા. તે માટે કેટલાય ઉપચારો કર્યા હતા. મયૂરપંખની ભસ્મ, જીભ ખેંચવી વગેરે અનેક ઉપચારો કર્યા, પણ હેડકી ચાલુ જ રહી હતી. પૂજયશ્રીએ ત્યારે ચિંતા ન કરવાનું કહ્યું હતું. “યૌગિક પ્રક્રિયામાં થોડીક ગરબડ થવાના કારણે જ આમ થયું છે, માટે ચિંતા ન કરશો. એનો સમય પાકશે એટલે પોતાની મેળે એ મટી જશે.” આખરે ફા.વદ-૯ ના હેડકી બંધ થઇ હતી. આવી તબિયતમાં પણ દૈનિક ક્રિયા તથા શાસનનાં કાર્યોમાં સહેજ પણ વિઘ્ન ન પડે તેવી પૂજ્યશ્રીએ તકેદારી રાખી હતી.
ફા.સુદ-૧૩ ના વેપેરી (મદ્રાસ), અંજનશલાકા-પ્રતિષ્ઠા નિમિત્તે થયેલા ચડાવામાં સવા ક્રોડ રૂપિયા થયા હતા, જેમાં પૂજયશ્રીએ નિશ્રા આપી હતી.
ફા.વદ-૧૧ ના શત્રુંજય પર મૂર્તિની તોડફોડ ૧૫ દિવસ પહેલા થઇ હતી. તેના વિરોધમાં ચૂલે (મદ્રાસ)માં સાત હજારની સભા થઇ હતી.
ચૈત્ર સુદ-૩ ના નેલુર (કાટુર તીર્થી માટે એક ક્રોડ તેર લાખના ચડાવા થયા હતા.
ચૈત્ર સુદ-૯, રાજસ્થાન સચિવ ઓ. આર. જૈન પૂજયશ્રીને મળવા આવ્યો.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૪૬
ચૈત્ર સુદ-૧૩, દીક્ષાર્થી મધુકુમારીના સન્માન-સભા પ્રસંગે શિવરાજ પાટીલ તથા સ્વામી સુબ્રહ્મણ્યમ્ પૂજયશ્રીના દર્શન કરવા આવેલા.
ચૈત્ર વદ-૮, કૃષ્ણાપુરમ્, અહીં ગુડિયાતમવાળા પ્રતિષ્ઠા માટે પૂજયશ્રીને વિનંતી કરવા આવતાં પૂજયશ્રીએ હુબલી-ચાતુર્માસાર્થે જઈ રહેલા નૂતન ગણિશ્રી (મુક્તિચન્દ્રવિ.)ને એ પ્રસંગે જવા આજ્ઞા ફરમાવી. જેઠ સુદ-૬ નું મુહૂર્ત આપ્યું.
વૈ.સુદ-૧ થી વૈ.સુદ-૮, કાકટુર તીર્થ (નેલ્લોર પાસે) અહીં રાણકપુરના ટુકડા જેવા અતિભવ્ય વિશાળ જિનાલયમાં વચ્ચે શ્રી મહાવીરસ્વામી ચૌમુખજી તથા ચારેબાજુ બીજા ૨૩ તીર્થકરોની પ્રતિમાઓની વૈ.સુદ-૬ ના અંજનશલાકા તથા વૈ.સુદ-૭ ના પ્રતિષ્ઠા થઇ. ૪ કોડ જેટલી કુલ ઉપજ થઇ.
વૈ.સુદ-૪ ના ફલોદી નિવાસી (હાલ મદ્રાસ) મધુકુમારીની દીક્ષા થઇ. નામ પડ્યું : સા. જિનકુપાશ્રીજી.
.સુદ-૧૨, કૃષ્ણાપુરમ્, રાત્રે સાઇક્લોન (તોફાની વંટોળ સાથે વરસાદ) આવતાં બહારની ચાલીમાં સૂતેલા અમે બધા પૂજયશ્રીના રૂમમાં ઘૂસ્યા. ત્યાં સૂતેલા કેટલાક ગરીબ માણસો પણ રૂમમાં આવ્યા. પવનની ગતિ એટલી ઝડપી હતી કે એક મહાત્માનો ઓઘો ક્યાંય દૂર જઇ ચડ્યો. તરપણી તો એટલે દૂર ગઇ કે પછી મળી જ નહિ. એ પવનની ગતિમાં માણસ સ્થિર ઊભો રહી જ ન શકે. સવારે વિહારમાં જોયું તો કેટલાંક ઝાડ પણ પડી ગયાં હતાં. (અહીંથી વિક્રમ સારાભાઇ દ્વારા સ્થપાયેલું ઉપગ્રહ છોડવાનું સ્થાન માત્ર ૧૦ કિ.મી. દૂર હતું.)
વૈ.વદ-૬, તા. ૦૪-૦૫-૧૯૯૬, આવડી (મદ્રાસ), અહીં પૂજયશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા થઇ.
વૈ.વદ-૮ થી વૈ.વદ-૧૧ (ટી.નગર, મદ્રાસ), મુનિ શ્રી દિવ્યરત્નવિજયજીનું વર્ધમાન તપની ૧OO ઓળીનું પારણું થયું. પૂજયશ્રીના દર્શનાર્થે આવેલા શ્રેણિકભાઇએ પોતાના વક્તવ્યમાં પૂજયશ્રીના ઉપકારોને યાદ કરેલા. સાંજે અમે હુબલી ચાતુર્માસાર્થે વિહાર કર્યો.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૪૭