________________
નિવાસી ૪૨ વર્ષીય કુબડીયા વેણીદાસે દીક્ષા સ્વીકારી પૂજ્યશ્રીના શિષ્ય બની ‘કિરણવિજયજી' તરીકે પ્રસિદ્ધ થયા. ચાણસ્મામાં વડી દીક્ષા થઇ.
શક્તિ હતી ત્યાં સુધી આ મુનિશ્રી હમેશ એકાસણા કરતા. (વાગડ સમુદાયના નિયમ પ્રમાણે લગભગ દરેક મુનિઓ એકાસણા કરતા.)
- પૂજય મુનિશ્રીએ કટારીયા, લાકડીયા, શિવલખા, ભરૂડીયા, ખાખરેચી, તુંબડી વગેરે સ્થળોએ જિનાલય-ઉપાશ્રય આદિના નિર્માણ માટે ઉપદેશ આપીને શ્રાવકોને તૈયાર કર્યા હતા.
વિ.સં. ૨૦૩૮, ઇ.સ. ૧૯૮૧, માગસર કે પોષ મહિનામાં લાકડીયા મુકામે મુનિશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ પોતાના કાળધર્મનો દિવસ એક નોટબુકમાં લખી રાખ્યો હતો. તેમાં માત્ર બે દિવસનો ફરક પડેલો. શિક પૂ. મુનિ શ્રી તરુણવિજયજી :
- વિ.સં. ૨૦૦૪, વૈ.વ.૬, ઇ.સ. ૧૯૪૮, ધોળાસણ (મહેસાણા પાસે)માં પલાંસવા નિવાસી વખતચંદભાઇએ દીક્ષિત બની પૂજયશ્રીનું શિષ્યત્વ સ્વીકાર્યું. અષા.સુ.૧૩ ના સાંતલપુરમાં વડી દીક્ષા થઇ.
આ મુનિશ્રીએ ૪૫ ઉપવાસ, માસક્ષમણ વગેરે તપશ્ચર્યા કરેલી. ત્રિષષ્ટિ ૭મા પર્વનો અનુવાદ કરાવીને મુનિશ્રીએ પ્રકાશિત કરાવેલો. કનક કર્ણિકા' નામે સ્વાધ્યાયનું પુસ્તક પણ પ્રકાશિત કરેલું, વિ.સં. ૨૦૪૪, ઇ.સ. ૧૯૮૮ માં ડીસા મુકામે દીવાળીની મધ્ય રાત્રિએ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એમની નિર્ધામણા કરાવવા પૂ. હેમરત્નસૂરિજી (ત્યારે પ્રાયઃ મુનિશ્રી) વગેરે હાજર રહ્યા હતા. * પૂ. મુનિ શ્રી કારવિજયજી :
વિ.સં. ૨૦૧૩, મહા વદ-૩, ઇ.સ. ૧૯૫૭, આડીસર (કચ્છ)માં અમદાવાદ-લુણસાવાળા ચીનુભાઇએ પૂજયશ્રીના શિષ્યરૂપે ‘ઑકારવિજયજી” નામ ધારણ કર્યું. પલાંસવામાં વડી દીક્ષા થઈ.
તપસ્વી આ મુનિશ્રીએ વર્ધમાન તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરેલી. અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૬૨
* પૂ. તપસ્વી મુનિરાજ શ્રી તત્ત્વજ્ઞવિજયજી મહારાજ :
.પાદ શાંતમૂર્તિ મહારાજ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પૂ. મહારાજશ્રી, સંસારી અવસ્થામાં કચ્છવાગડના લાકડીયા ગામના વતની હતા. તેઓના પિતાનું નામ ભાઇચંદભાઇ, માતાનું નામ ચોથીબાઇ. તેઓશ્રીનું શુભ નામ માધવજી ઝોટા હતું, પણ શંભુભાઇના નામે ઓળખાતા. પૂ.પાદ પંન્યાસજી મહારાજ શ્રી દીપવિજયજી મહારાજશ્રીનો પરિચય થતાં ધાર્મિક જ્ઞાન મેળવવા મહેસાણા પાઠશાળામાં ગયા. ત્યાં સાત વર્ષમાં અનેક વિષયોનું જ્ઞાન મેળવીને પાલીતાણામાં અધ્યયન-અધ્યાપન કરતા તેઓએ ૫૦ ઓળીઓ કરી હતી. આયંબિલમાં ફક્ત રોટલો અને પાણી તેઓ વાપરતા. દાળ, મરી કે સૂંઠ પણ તેમણે વાપરેલ નથી. ઉનોદરી તથા વૃત્તિસંક્ષેપ તેઓ દરરોજ કરતા. વિ.સં. ૧૯૯૧ મા પૂ.પાદ આ.ભ. શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે તેઓએ દીક્ષા સ્વીકારી હતી. નિરંતર અધ્યયન-અધ્યાપનમાં તેઓ દત્તચિત્ત રહેતા. તેઓની પ્રકૃતિ શાંત હતી. સિદ્ધગિરિજી તથા ગિરનાર તીર્થની નવાણું તેઓએ કરી હતી, સાધુજીવનનાં દશ વર્ષમાં નિરંતર એક ઉપવાસ અને પારણે એકાસણું અથવા આયંબિલ તેઓ કરતાં. વિ.સં. ૨૦OOના ફાગણ સુદી૪ ના દિવસે થરા મુકામે તેઓ કાલધર્મ પામ્યા. તેઓનો જન્મ વિ.સં. ૧૯૫૦ માં થયો હતો. તેઓ બાલબ્રહ્મચારી હતા, ૫૦ વર્ષની વયે તેઓ સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા હતા.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૬૩