________________
જૈન વિરોધી તત્ત્વોને પસંદ ન પડી. તેમણે ઠાકોરને કાન ભંભેરણી કરી કે— ગામમાં ક્યારેય બે સ્મશાન ન હોય. ઠાકોરના મગજમાં આ વાત બેસી ગઇ. આથી શ્રીસંઘે ચતુરાઇ વાપરી. જાહેર પાલખીમાં માત્ર રૂ ભરી તેને મૃતદેહનો આકાર આપી - બધા લોકો સાથે સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો ને આ બાજુ તક જોઇ મૃતદેહને નક્કી કરેલા સ્થળે જઇને ગુપ્ત
રીતે અગ્નિદાહ આપ્યો. ઠાકોર હાથ ઘસતા રહી ગયા. પછી સંઘે ઠાકોરને પણ રાજી કરી દીધા. આજે પણ પલાંસવામાં એ સ્થાને પૂ. પદ્મવિ. આદિની ચરણ પાદુકાઓ છે. પલાંસવાના વૃદ્ધો પાસેથી આ સાંભળેલું છે.
પૂ. જીતવિ. એ પોતાના ગુરુ મ.ની ચિરવિદાય પછી ગુજરાતકચ્છ સિવાય મેવાડ-મારવાડ આદિ પ્રદેશોમાં પણ વિચરણ કર્યું. સોજતપાલી વગેરે સ્થાને ચાતુર્માસ કર્યા. સિંધમાં પણ તેમણે વિચરણ કરેલું છે. કારણ કે એમણે પ્રતિબોધ આપેલા કેટલાક કુટુંબોને એમણે વીશા
શ્રીમાળી તપાગચ્છની પરંપરામાં સમ્મિલિત કર્યા. વાગડના બેલા ગામમાં વસતા આ પરિવાર આજકાલ સતના (એમ.પી.)માં રહે છે. તેઓ કહે છે કે અમારા વડવાઓને પૂજ્ય જીતવિજયજીએ પ્રતિબોધ આપ્યો છે. વિ.સં. ૧૯૫૫માં વાવ ચાતુર્માસમાં સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ સમયે આખું આકાશ વાદળાઓથી ઘેરાઇ ગયેલું હતું. હમણાં જ વરસાદ તૂટી પડશે, એમ સૌને લાગતું હતું. પ્રતિક્રમણ માટે ઉપાશ્રય નાનો પડતાં બહાર મંડપ બાંધેલો હતો. પૂજ્યશ્રીએ કહ્યું : ‘ચિંતા ન કરો, બધું સારું થશે.' ખરેખર તેમ જ થયું. પ્રતિક્રમણ સુધી વરસાદ ન આવ્યો, પણ પુરું થતાં જ વરસાદ ધોધમાર તૂટી પડ્યો. પૂજ્યશ્રીની આવી વચન લબ્ધિ જોઇ બધા શ્રાવકો પૂજ્યશ્રીના ચરણે ઝૂકી પડ્યા. આજે પણ વાવના વૃદ્ધ શ્રાવકો પરંપરાનુસાર સાંભળેલી આ વાત વાગોળતા રહે છે.
વિ.સં. ૧૯૫૬માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ સૂઇગામમાં હતું. ચાતુર્માસના પ્રારંભમાં રાત્રે આકાશ તરફ મીટ માંડતા એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા : હવે તો એવા દિવસો આવશે કે જેની પાસે ધાન
હશે તેની પાસે ધન હશે. બાજુમાં સૂતેલા પોપટલાલ નેણસીએ આ વાત પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ • ૨૦
સાંભળી લીધી ને ધાન્યનો મોટો જથ્થો એકઠો કર્યો ને ખરેખર દુકાળ (છપ્પનિયો દુકાળ) પડતાં તેમણે ૧૨ લાખની કમાણી કરેલી. આજે પણ એમના વંશજો સુરતમાં વસે છે ને કૃતજ્ઞભાવે પૂજ્યશ્રીને યાદ કરે છે. જો ખરેખર એ ધાનનું એમણે દાન કર્યું હોત તો તેઓ ‘જગડુ શાહ’ બની જાત, પણ બધાના આટલા ભાગ્ય ક્યાંથી ? પણ, આનાથી પૂજ્યશ્રીની વચન-સિદ્ધિ અને જ્ઞાનશક્તિના દર્શન અવશ્ય થાય છે.
એક વખત પૂજ્યશ્રી કચ્છ-આંબરડી ગામમાં પધાર્યા. દૈનિક પ્રવચનોમાં એક દિવસ ગુલાબચંદ ઝોટા ન દેખાતાં બીજા દિવસે તેમને કારણ પૂછ્યું. ગુલાબચંદભાઇએ કહ્યું : “પગની તકલીફ હોવાથી લાકડાની ઘોડી વિના હું ચાલી શકતો નથી. ગઇ કાલે ઘોડી તૂટી ગયેલી. એના કારણે હું ન આવી શક્યો.”
“ઘોડીની ગુલામીમાંથી છુટવું છે ?”
‘હાજી’
‘તો એક કામ કર. હમણાં જ નવકારની પાંચ માળા ગણ.’ ‘તત્તિ’ કહીને ગુલાબચંદભાઇએ ઊભાં-ઊભાં માળા ગણવાનું શરૂ કર્યું. પાંચમી માળા અર્ધી થતાં જ ઘોડી પડી ગઇ ને પછી જીવનભર વગર ઘોડીએ ચાલવા લાગ્યા. આંબરડીના વૃદ્ધો આ વાત સારી પેઠે જાણે છે.
પ્રાયઃ વિ.સં. ૧૯૫૭માં રાધનપુરમાં ભોગીલાલભાઇની દીક્ષા હતી. દીક્ષા દાતા પૂજ્ય જીતવિજયજી હતા. ભોગીલાલભાઇ નગરશેઠના પુત્ર હતા. એમના દીક્ષા પ્રસંગે રાધનપુરના નવાબ હાજર રહેલા તથા શાહી વાજીંત્રો દરેક પ્રસંગમાં વપરાયેલા. આ ભોગીલાલભાઇ તે જ ભક્તિવિજયજી ને આગળ જતાં તે પૂ. ભદ્રસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા.તેઓ પૂ. સિદ્ધિસૂરિજી મ.ના પ્રશિષ્ય હતા.
વિ.સં. ૧૯૬૯માં પૂજ્યશ્રીનું મુન્દ્રામાં ચાતુર્માસ હતું. ત્યારે આઠ કોટી મોટી પક્ષના આચાર્ય શ્રી કર્મસિંહજીનું પણ ત્યાં જ ચાતુર્માસ હતું. એ વખતે એમના હૃદયમાં છેલ્લી જીંદગી સુધારી લેવા અનશનની તીવ્ર ભાવના હતી, પણ શિષ્યો કોઇ પણ રીતે રજા આપતા ન્હોતા. આખરે
કચ્છ વાગડના કર્ણધારો - ૨૧