________________
હજુ ત્રીજી ખૂબી પણ જોઇએ.
પાંચ પરમેષ્ઠીનો સંબંધ પણ ખૂબ જ મળતો આવે. (૧) સાધુ પદ (પાંચ પરમેષ્ઠીમાં પ્રવેશ કરવો હોય તો સાધુ પદથી જ
કરી શકાય. ઉત્પત્તિનો ક્રમ ઉલ્ટો છે.) પૂ. પદ્મવિજયજી મ. એ
શ્રીપુજ્યની જાહોજલાલી છોડી સાચું સાધુપણું સ્વીકાર્યું. (૨) ઉપાધ્યાય પદ : પૂ. જીતવિજયજી મ.ને ભણાવવામાં ખૂબ જ રસ,
પોતાના પ્રશિષ્ય પૂ. કનકસૂરિજી મ.ને પૂ. સિદ્ધિસૂરિજી મ., પૂ.
સાગરજી મ. વગેરે પાસે ભણાવવા માટે એમણે જ મોકલેલા. (૩) આચાર્ય પદ : પૂ. કનકસૂરિજી આ શાખામાં પ્રથમ આચાર્ય થયા.
વિ.સં. ૧૭૦૭ પછી, પૂ. સિંહસૂરિજી મ. ના સ્વર્ગગમન પછી લગભગ ૨૮૨ વર્ષ પછી વિ.સં. ૧૯૮૯માં તેઓ આ શાખામાં પ્રથમ આચાર્ય બન્યા. ભાવ આચાર્યના તમામ લક્ષણો ધરાવનાર પૂજયશ્રી હતા, તે કોણ નથી જાણતું ? આશ્ચર્યની વાત એ છે કે આચાર્ય-પદ પહેલાં પૂ. સિંહસૂરિજીનું નામ કનકવિજયજી હતું. આ
પણ કનકસૂરિ ! કેવો યોગાનુયોગ ! (૪) સિદ્ધ પદ : સિદ્ધો અણાહારી હોય છે. પૂ. દેવેન્દ્રસૂરિજી મ.
અણાહારી પદના, તપ પદના અત્યંત આરાધક હતા. (૫) અરિહંત પદ : પૂજ્ય કલાપૂર્ણસૂરિજી મ. અરિહંત પ્રભુના અનન્ય
ભક્ત હતા, તે તો બધા જ જાણે છે. હજુ આવી બીજી પણ ખૂબી શોધી શકાય. શોધનાર પાસે દષ્ટિ જોઇએ.
ઘણા સમયથી વિચાર હતો કે આ ઉપકારી પૂજય ગુરુ ભગવંતોનું માહિતીપૂર્ણ જીવન લખી એક જ પુસ્તકમાં પ્રકાશિત કરવું, પણ એ માટે સમયની અનુકૂળતા મળતી નહોતી. આ વર્ષે પૂનામાં એ અનુકૂળતા મળતાં જ તરત જ કામ હાથમાં લીધું અને પૂજયોના અનુગ્રહથી પૂર્ણ પણ થયું.
આ પુસ્તકમાં પૂ. પદ્મ-જીત-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણસૂરિજી તેમજ વર્તમાન સમુદાય નાયક પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજય કલાપ્રભસૂરિજી મ.નું જીવન લખ્યું છે. કેટલીક અપ્રગટ માહિતી અને પ્રેરક પ્રસંગો પણ
મંગલં પદ્મ-જીતાધાઃ + 6
મૂક્યા છે. વાગડ સમુદાયનાં બે શ્રમણી રત્નો સા. આણંદશ્રીજી તથા સા. જ્ઞાનશ્રીજીનું જીવન પણ આપ્યું છે. પાછળ પૂજ્ય ગુરુ ભગવંતો અંગેનું પદ્ય સાહિત્ય (સજઝાય, ઢાળીયા, સ્તુતિ, ગીત વગેરે) મૂક્યું છે.
આ કાર્યમાં અનુગ્રહ દાતા પૂજય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ. તથા પૂજય પંન્યાસજી શ્રી કલ્પતરુવિજયજી મ.ના ચરણોમાં અમે વંદન કરીએ છીએ.
આ અંગેનું ઉપયોગી સાહિત્ય મોકલનાર ઉમેદ વી. મહેતા (લાકડીયા) ધન્યવાદાઈ છે.
પૂ. ભદ્રકરસૂરિજી લિખિત – પૂ. દાદા શ્રી જીતવિજયજી, સાધુતાનો આદર્શ (પૂ. કનકસૂરિજીનું જીવન), પૂ.પં. કલ્પતરુવિ. લિખિત - આદર્શ વિભૂતિ (પૂ. દેવેન્દ્રસૂરિજીનું જીવન), સા. ચતુર શ્રીજી લિખિત - સા. આણંદશ્રીજીનું જીવન (દેવવંદન-માળા પુસ્તકમાં પ્રકાશિત થયેલું છે) વગેરે પુસ્તકોનો આધાર લઇને અહીં લખાણ કરવામાં આવ્યું છે. આ બધાનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ.
ગુરુ ગુણનું વર્ણન, સ્મરણ તેમજ કથન એ પણ એક પ્રકારનો સ્વાધ્યાય જ છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. વળી, ઉન્નત ભવિષ્યના સર્જન માટે ભૂતકાળનું અવિસ્મરણ જરૂરી છે. જે પ્રજા ભૂતકાળ ભૂલી જાય છે, તે ઉત્તમ ભવિષ્યનું નિર્માણ કરી શકતી નથી, એમ ચિંતકોએ કહ્યું છે. આથી વાચકો આ પુસ્તકની ઉપાદેયતા સમજી શકશે.
પૂજય ગુરુવર્યોના ચરણોમાં વંદનાપૂર્વક આ પુસ્તક ગુરુ ભક્તોના કરકમળમાં સમર્પિત કરીએ છીએ.
૫. મુક્તિચન્દ્રવિજય પં. મુનિચન્દ્રવિજય
આદિનાથ સોસાયટી, પૂના (મહારાષ્ટ્ર) વિ.સં. ૨૦૬૬, ફા.સુ. ૧૫, તા. ૨૮-૦૨-૨૦૧૦, રવિવાર
કચ્છ વાગડના કર્ણધારો છે ?