________________
કલિકાલ ચંદન બાલાવતાર
વાગડ સમુદાયનાં રત્ન પૂજ્ય સાધ્વીજી આણંદથીજી
(સાથે સાથે તેમના ગુરુબેન પૂજ્ય સા. જ્ઞાનશ્રીજીનું જીવન પણ ટૂંકમાં વણી લેવામાં આવ્યું છે.)
વિ.સં. ૧૯૨૪, ઇ.સ. ૧૮૬૮માં પલાંસવા (કચ્છ-વાગડ)માં રાધનપુરથી નંદુબેન આવેલાં. નંદુબેન એટલે અંદરબેનના ફોઇનાં પુત્રી !
બચપણથી જ સંસારથી એમનો આત્મા વિરક્ત હતો.
નંદુબેને મામાની છોકરી અંદુને પૂછ્યું :
‘અંદુ ! આ સંસાર ખારો ઝેર છે. અસારછે. આમાં આપણે ન રહેવાય.' ‘તો આપણે શું કરવું ?’
‘દીક્ષા લઇ લેવી.’
‘દીક્ષા એટલે શું ?’
ઘર છોડીને સાધુ થઇ જવું. જીવનભર ઉગ્ર સાધના કરવી. પાંચ મહાવ્રતોનું પાલન કરવું વગેરે.'
‘એમ કરવાથી શું મળે ?'
‘મોક્ષ મળે.’
‘મોક્ષ એટલે શું ?’
‘આપણામાં રહેલા બધા જ ગુણો પ્રગટ થાય અને બધા જ દોષો નષ્ટ થાય, એનું નામ મોક્ષ,
‘એમ ? તો તો હું પણ દીક્ષા લઇશ.’
સાત વર્ષની અંદુ બોલી ઊઠી.
આ અંદુ તે બીજાં કોઇ નહિ, પણ ભવિષ્યના આણંદશ્રીજી. નંદુ તે તેમના ભવિષ્યના ગુરુ નિધાનશ્રીજી.
વિ.સં. ૧૯૧૭, ઇ.સ. ૧૮૬૧, જેઠ સુદ-૧ ના નવલબેન મોતીચંદ માનસંગ દોશીને ત્યાં અંદરબેનનો જન્મ થયેલો.
પૂ. સાધ્વીજી આણંદશ્રીજી • ૩૦૨
પૂર્વ ભવના સંસ્કારના કારણે અંદરબેનનો આત્મા સહજ રીતે જ સંસારથી વિરક્ત હતો. એમાં પણ નંદુબેન વગેરેના નિમિત્તો એના વૈરાગ્યને પુષ્ટ બનાવતા રહ્યા.
એ જમાનામાં પાટી (સ્લેટ) પર રેતી પાથરીને બાળકો લખતા હતા - ભણતા હતા. અંદરબેન પણ આ જ રીતે ભણેલાં. પણ એમની મૂળભૂત રુચિ તો ધાર્મિક જ્ઞાનની જ.
એમને પુણ્યોદયથી સાથીદાર પણ એવાં જ ધાર્મિક મળેલાં. એનું નામ ગંગાબેન.
કસ્તૂરભાઇ દોશીની પુત્રી આ ગંગાબેન પણ બચપણથી જ ધાર્મિક વૃત્તિવાળાં.
બંને સખીઓએ પાંચ પ્રતિક્રમણનો અભ્યાસ સાથે જ કર્યો.
એક વખત બંનેને સમાચાર મળ્યા કે બાજુમાં આડીસર ગામમાં જેમલ નામના કોઇ યુવકની દીક્ષા થવાની છે. બંનેને જોવાની ખૂબ જ ઇચ્છા થઇ આવી. ગાડામાં તો કોણ લઇ જાય ? બંને ૭-૮ વર્ષની સખીઓ ચાલતાં-ચાલતાં (લગભગ ૧૨ કિ.મી.) ત્યાં પહોંચી.
વિ.સં. ૧૯૨૫, ઇ.સ. ૧૮૬૯, વૈ.સુ.૩ નો દિવસ હતો. દીક્ષાનો અપૂર્વ માહોલ હતો. દીક્ષા-દાતા હતા : પૂ. પદ્મવિજયજી મ. ને દીક્ષા લેનારા હતા : પૂ. જીતવિજયજી.
આ દીક્ષા પ્રસંગ જોવાથી ‘અમારે પણ ગમે તે રીતે દીક્ષા લેવી જ' એ ભાવના અત્યંત દેઢ થઇ ગઇ. આમ પણ નંદુબેન વૈરાગ્ય બીજનું વપન કરી જ ગયાં હતાં. દીક્ષા દર્શનના આ નિમિત્તે જળસિંચનનું કામ કર્યું ને વૈરાગ્યનો અંકુરો ફૂટ્યો.
પણ દીક્ષા લેવા માટે ઘરના તમામ સંયોગો પ્રતિકૂળ હતા. નવલબેનને એક જ પુત્ર (વેણીદાસ) અને એક જ પુત્રી (અંદુ) હતા.
એકની એક લાડકી દીકરીને કોણ રજા આપે ?
અધૂરામાં પૂરું પ્રાયઃ વિ.સં. ૧૯૨૭, ઇ.સ. ૧૮૭૧માં માતૃશ્રી નવલબેન સ્વર્ગવાસી બની ગયાં. ૧૦ વર્ષની અંદુ પર જાણે આભ તૂટી કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૦૩