________________
શંખેશ્વરમાં વૈ.સુ.૧૦ ના એક દીક્ષા થઇ. સી. હંસગુણાશ્રીજી (નીલમબેન, અંજાર).
ધ્રાંગધ્રા ચાતુમસ, જેઠ સુદ-૬ ના પૂજયશ્રીનો પ્રવેશ થયો. અષા.વદ-૧૪ ના અમદાવાદમાં પૂ. રામચન્દ્રસૂરિજી કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં પૂજ્યશ્રીએ સકલ સંઘ સાથે દેવવંદન કર્યા તેમજ સભામાં ગુણાનુવાદ કર્યા.
આ ચાતુર્માસમાં સાધર્મિક ભક્તિનો સંપૂર્ણ લાભ મગનલાલ ચકુભાઇ પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો. વિશેષતા એ હતી કે રસોડામાં કોઇ નોકર કે રસોઇયા નહિ રાખતાં જાતે (ઘરના સભ્યોએ) જ તે પરિવારે સઘળો લાભ લીધો હતો.
અહીં ચાલતા રાત્રિતત્ત્વજ્ઞાન-ક્લાસમાં ર-૪ અજૈનો અને ડૉકટરો પણ આવતા હતા.
વિ.સં. ૨૦૪૮, ઇ.સ. ૧૯૯૧-૯૨, વઢવાણમાં સા. હેમચન્દ્રાશ્રીજીની સળંગ વીસ ઉપવાસથી વીસસ્થાનક ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે મહાસુખભાઇએ સુંદર મહોત્સવ કર્યો.
ડીસાથી શંખેશ્વરનો ૧૦-૧૧ દિવસનો સંઘ નીકળ્યો હતો.
પૂજ્યશ્રીનું બે મહિના જેટલું પાલીતાણા રોકાણ થયું હતું. ત્યારે સાત ચોવીસી ધર્મશાળાનું ખાતમુહૂર્ત આદિ થયેલું. ત્યાં એક વખત સ્વામી સચ્ચિદાનંદજી (દંતાલીવાળા) પૂજયશ્રીને મળવા આવેલા.
સુરત ચાતુર્માસ (અઠવા લાઇન્સ), ચાતુર્માસ પ્રવેશ જેઠ સુદ-૨, સ્થાનિક સંઘના ઉલ્લાસ સાથે મુંબઇ વગેરે શહેરોમાંથી અને વાગડ સમાજના ભાવિક ભક્તો ઘણી વિશાળ સંખ્યામાં આવ્યા હતા.
પૂ.આ. ભુવનભાનુસૂરિજી મ., પૂ.આ. ચન્દ્રોદયસૂરિજી મ. વગેરેએ પણ પોતાના શિષ્ય પરિવાર સાથે સામૈયામાં હાજરી આપી હતી. પૂ. ચન્દ્રોદયસૂરિજીએ કહેલું : આ પ્રવેશ પ્રસંગે સૂર્ય (પૂ. ભુવનભાનુસુરિજી) અને ચન્દ્ર (પૂ. કલાપૂર્ણસૂરિજી) બંને હાજર છે. આવો ભવ્ય પ્રસંગ ક્યારેક જ જોવા મળે - ઇત્યાદિ.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૨૪
ચાતુર્માસ પ્રવેશ પહેલાં કારભવનમાં વંદન વખતે પૂ. ભુવનભાનુસૂરિજીએ પૂજ્યશ્રીને કશુંક કહેવા કહ્યું ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “આપ જેવા બેઠા હોય ને હું બોલું તે શોભે ? પરમ તેજ પુસ્તક દ્વારા આપનો મારા પર ઘણો જ ઉપકાર છે. આપે એ ગ્રંથમાં પ્રભુનો અનુગ્રહ ખૂબ જ સુંદર રીતે બતાવ્યો છે. એ પુસ્તકનું હું ઘણી વાર અવગાહન કરતો રહું છું.” પછી પૂ. ભુવનભાનુસૂરિજીએ પ્રભુના અનુગ્રહ વિષે સમજાવ્યું.
સુરત ચાતુર્માસમાં પાર્લા પોઇન્ટ પાસેના એરિયામાં જિનાલયનું ખાતમુહૂર્ત આદિ થયેલું.
વિ.સં. ૨૦૪૯, ઇ.સ. ૧૯૯૨-૯૩, દીક્ષા, માગ.સુ.૧૦, સુરત, સા. ભવ્યગિરીશ્રીજી (સુશીલાબેન, સાંતલપુર), સા. ચન્દ્રસુધાશ્રીજી (ઉર્મિલા, ---), સા. જિનભક્તિશ્રીજી (અમીષા, રાધનપુર), સા. જિનકીર્તિશ્રીજી (જ્યોસ્નાબેન, ભીમાસર), સા. જિનપ્રિયાશ્રીજી (હંસાબેન, ભીમાસર)
જયંતીલાલ માસ્તરના ઘેર પ્રતિષ્ઠા થઇ. અહીંથી પૂજ્યશ્રી મધ્યપ્રદેશ પધાર્યા. રતલામમાં એક ભાઇના ઘરે ગૃહમંદિરની પ્રતિષ્ઠા થઇ.. બાડકુબેદમાં નવનિર્મિત જિનાલયની પ્રતિષ્ઠા થઇ.
ટોંકખુર્દમાં મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા તથા ફા.સુ.૯ ના એક બહેનની દીક્ષા થઇ. સા. ચિત્તદર્શનાશ્રીજી (મિતાબેન, અમદાવાદ).
ચૈત્રી ઓળી, અંતરીક્ષજી (શિરપુર), મધ્યપ્રદેશમાં ઠેર ઠેર અભૂતપૂર્વ શાસન પ્રભાવનાની હારમાળા સર્જી પૂજયશ્રી બુરહાનપુર, જલગામ, મલકાપુર, આકોલા થઇ ચૈત્ર સુ. ૧૩ ના દિવસે અંતરીક્ષજી પધાર્યા.
પાલીતાણાથી ઝડપી વિહાર કરીને અમે ત્રણ મુનિઓ ચૈત્ર સુ.૫ ના જ ત્યાં આવી ગયા હતા. અહીં સામુદાયિક ચૈત્રી ઓળી હતી.
પૂજ્યશ્રીના પ્રવેશમાં દિગંબરો પણ આવેલા. શ્વેતાંબર અગ્રણી તરીકે સાકળચંદભાઇ વગેરે પણ હાજર રહ્યા હતા. દિગંબર અગ્રણીઓ પણ
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૨૫