________________
અમારા ગામ (મનફરા)માં ત્યારે ડૉકટર કે દવાખાનું નહોતું. બીમારી આવે ત્યારે ઘરગન્થુ ઉપચારથી લગભગ સારું થઇ જતું. ન મટે તો આવા કોઇ વૈદને ત્યાં લોકો જતા.
અમારા ગામના ભચુ રૂપા રાંભીયાને વૈદે ૮૧ આયંબિલ કરાવેલા. અમારા પિતા શ્રી ભચુભાઇને છ મહિના છાસ પર રાખેલા. છેલ્લા ત્રણ મહિના લાલ ચોખા વાપરવાની છુટ આપેલી. બીજા પણ ઘણા લોકોએ આ વૈદશ્રીની દવા કરી હતી અને આરોગ્ય મેળવ્યું હતું.
* * *
(૮) એક વખત ભચાઊના ધરમશી ભણશાળીએ પૂજ્યશ્રીને પૂછ્યું : ‘ગુરુદેવ ! આપ છો ત્યાં સુધી તો બરાબર છે, પણ આપના પછી કોણ છે ?'
પૂજ્યશ્રીએ કાંઇ જવાબ ન આપતાં એક મુનિશ્રી તરફ આંગળી ચીંધીને ઇશારાથી જણાવ્યું.
પૂજ્યશ્રી આમ પણ ઓછું બોલતાં. એમાંય ઇશારાથી પતે તો બોલવાનું જ નહિ.
જે મુનિશ્રી તરફ ઇશારો કરેલો એ હતા : મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી.
આખું જગત જાણે છે કે મુનિશ્રીમાંથી આચાર્યશ્રી બનેલા એ મહાત્માએ (પૂજય કલાપૂર્ણસૂરિજીએ) સમુદાય અને શાસનનું નામ કેવું રોશન કર્યું છે !
પૂજ્યશ્રીની ક્રાંતર્દષ્ટિનો આ ઉત્કૃષ્ટ દાખલો છે.
આથી જ આશ્વસ્ત રહેલા પૂજ્યશ્રીએ કદાચ છેલ્લે સમયે કોઇ ભલામણ, કોઇ સૂચના કે કોઇ પટ્ટક વગેરે બનાવવાનું જરૂરી નહિ માન્યું હોય.
* * *
(૯) અંજારમાં ભૂકંપ થવાથી જિનાલયને નુકશાન થયેલું. જીર્ણોદ્ધાર કરવાની તાત્કાલિક જરૂર પડી. દેવદ્રવ્યની ત્યારે એટલી રકમ હતી નહિ. બહારથી રકમ લાવવા પ્રયત્નો શરૂ કર્યા.
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ♦ ૪૨
પૂજ્યશ્રીની સૂચનાથી મૂલચંદભાઇ રાયશી વોરા વગેરે કલકત્તા ગયા. પણ ત્યાં જઇને કોને કહેવું ? કોણ સાંભળે ? કોઇએ તેમની વાત સાંભળી નહિ. આમ પણ ટ્રસ્ટીઓ વગેરે લેવાની વાત હોય ત્યારે સાંભળે, દેવાની વાત આવે ત્યારે કાનના દરવાજા ને તિજોરીના દરવાજા બંધ જ થઇ જાય !
મુંઝાયેલા મૂલચંદભાઇએ કચ્છમાં બિરાજમાન પૂજ્યશ્રી પર તાર કર્યો : “સાહેબજી ! શું કરીએ ? અહીં તો કોઇ દાદ દેતું નથી. ખાલી હાથે પાછા આવી જઇએ ?”
પૂજ્યશ્રીએ તારથી વળતા જવાબમાં કહેવડાવ્યું : “કોઇ ચિંતા કરતા નહિ. દેરાસરમાં મૌનપૂર્વક છઠ્ઠ કે અક્રમ કરીને બેસી જાવ. બાકીનું બધું જ શાસનદેવ સંભાળી લેશે.”
મૂલચંદભાઇ એ પ્રમાણે પચ્ચક્ખાણ લઇ દેરાસરમાં બેસી ગયા. લાંબા સમય સુધી ત્યાં માળા લઇને મૌનપૂર્વક બેસી રહેનારા મૂલચંદભાઇ તરફ સૌનું ધ્યાન ખેંચાયું. ટ્રસ્ટીઓ પણ આવી પહોંચ્યાં. તપનું પારણું પણ થયું અને દેવદ્રવ્યનું કામ પણ થઇ ગયું !
આવા વચનસિદ્ધ હતા પૂજ્યશ્રી !
* * *
(૧૦) સા. સુભદ્રાશ્રીજી, સા. સુલસાશ્રીજી આદિને પૂજ્યશ્રીએ મનફરા ચાતુર્માસ જવા આજ્ઞા ફરમાવી.
મનફરા જેવા નાનકડા ગામમાં જવા સાધ્વીજીનું મન માનતું નહોતું. લોકો પણ લગભગ નિરક્ષર. આવા ગામમાં જઇને શું કરવું ?
સાધ્વીજીઓનું મન પામી ગયેલા પૂજ્યશ્રી બોલી ઊઠ્યા : વિચાર
શું કરો છો ? તમે પ્રેમપૂર્વક જાવ. ત્યાં જવાથી તમને ચોક્કસ લાભ થશે. ને, ખરેખર એમ જ થયું. ત્યાં એક બેન (મણિબેન) મુમુક્ષુ તરીકે તૈયાર થયા ને પૂજ્યશ્રીના હાથે જ તેમની દીક્ષા થઇ. ગુરુણી બન્યા; સા. સુલસાશ્રીજી અને મણિબેનનું નામ પડ્યું ઃ સા. સુવર્ણરેખાશ્રીજી. (વિ.સં.૨૦૧૭)
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૪૩