________________
ગયું. ગામમાં રહેલા તમામ લોકોને લાગ્યું કે – આ પવિત્ર મહાપુરુષના અસ્તિત્વથી જ આપણે બચ્યા છીએ. રાત્રે જ લોકો વંદનાર્થે આવી પહોંચ્યા. બીજા દિવસે સવારે તો જૈન-અજૈન તમામ લોકો પૂજ્યશ્રીને વંદન કરવા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા પહોંચી આવ્યા હતા.
ખરેખર સંયમની શુદ્ધિના પ્રભાવથી ઊભી થયેલી પૂજ્યશ્રીની આ બેઠી પ્રચંડ તાકાત હતી.
(૬) વિ.સં. ૨૦૧૨, ઇ.સ. ૧૯૫૬, અષા.સુ. ૧૪ નો દિવસ. ભચાઉ ગામ. આરાધક લોકો પૂજયશ્રીની નિશ્રામાં ચોમાસી પ્રતિક્રમણ કરી છેલ્લે સામાયિક પારી રહ્યા હતા ને ત્યારે ધરતી ધણધણી ઊઠી. ત્યારે હું (મુક્તિચન્દ્રવિજય) ગૃહસ્થપણામાં મનફરામાં ચોમાસી પ્રતિક્રમણ કરીને ઘેર આવીને ખાટલામાં સુવાની તૈયારી કરતો હતો. તે જ વખતે માતૃશ્રી ભમીબેને મને પકડી લીધો અને બારણા નીચે અમે બંને ઉભા રહી ગયા. થોડીવાર સુધી મકાન જોરથી ધ્રુજી રહ્યું હતું. લોકોમાં શોરબકોર શરૂ થઇ ગયો હતો, પણ સદ્ભાગ્યે અમારા મનફરા ગામમાં કોઇ મકાન વિગેરે પડ્યા નહોતા કે જાનહાનિ થઇ નહોતી. ત્યારે હું ૧૦ વર્ષનો હતો. આજે પણ એ દેશ્ય નજર સામે તરવરે છે. મનફરાથી માત્ર ૨૨ કિ.મી. ભચાઊ દૂર છે.).
કેટલાક લોકો તો સામાયિક જેમ તેમ પારીને કે નહિ પારીને સીધા ઉપાશ્રય બહાર ભાગ્યા. લોકોનું આમ ભાગવું સ્વાભાવિક પણ હતું. કારણ કે, ઉપાશ્રય સાવ જ નવો હતો. છતે હમણાં જ ભરાઇ હતી. છત ઉપર પાંચ હજાર મણ જેટલા પત્થરો (છતની સાઇડ પર દિવાલ બનાવવા માટેના) પડ્યા હતા. ધણધણાટ એટલી ભયંકર હતી કે લોકોને એમ જ લાગ્યું : બધું હમણાં જ પડશે.
આવા ભૂકંપના ભયથી ભરેલા વાતાવરણમાં પણ પૂજ્યશ્રી એકદમ શાંત અને સ્થિર હતા. બીજાને પણ શાંતિપૂર્વક નવકાર ગણવાનું કહેતા હતા. પણ ત્યારે સાંભળે કોણ ?
પણ, આશ્ચર્ય ! આવો ભયંકર ભૂકંપ થવા છતાં પણ ઉપાશ્રય તો ન જ પડ્યો, પણ ગામના કિલ્લાની અંદર રહેલું એક મકાન પણ પડ્યું નહિ. કિલ્લા બહાર નવી બની રહેલી સ્કૂલ પડી ગઇ, પણ ગામમાં કોઇ જ નુકશાન નહિ.
ભચાઊની બાજુમાં જ રહેલું ધમકડા નામનું આખું ગામ જમીનદોસ્ત થઇ ગયેલું. અંજાર પણ અર્થે ખલાસ થઇ ગયેલું. સેંકડો લોકો માર્યા ગયા ! જાનમાલની પારાવાર નુકશાની થઇ. પણ ભચાઊ આબાદ બચી
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી + ૪૦
(૭) પલાંસવાના સુપ્રસિદ્ધ વૈદરાજ સોમચંદભાઇના પુત્ર દલીચંદની આંખે દેખાતું બંધ થયું. સોમચંદભાઇ પોતે જ વૈદ હતા. પોતાની રીતે ઘણા જ ઉપચારો કર્યા, પણ કાંઇ ફરક ન પડયો. વૈદની ચિંતાનો પાર ના રહ્યો. પુત્રના દુ:ખે કયા પિતા દુ:ખી અને ચિંતિત ન થાય ?
પણ એનો ઉપાય શું ? એમને પૂજય ગુરુદેવ યાદ આવ્યા. આખરે અશરણને શરણરૂપ કેવળ દેવ, ગુરુ અને ધર્મ જ છે ને ?
પુત્રની આંખે સુધારો થાય એ ધ્યેયને મનમાં રાખી પૂજ્યશ્રી પાસે આવ્યા. વાસક્ષેપ કરાવીને બ્રહ્મચર્યનો અભિગ્રહ લીધો. બીજા પણ કેટલાક નિયમ લીધા. વિ.સં. ૨૦૦૮માં.
પલાંસવા ગયા પછી થોડા દિવસોમાં ચમત્કાર સર્જાયો. આંખોમાં અજવાળા રેલાયા. આંખે દેખાતું થયું.
આ ઘટનાથી વૈદરાજશ્રીની પૂજયશ્રી પ્રત્યે આસ્થા ખૂબ જ વધી ગઇ. હવે જીવનભર બ્રહ્મચર્ય વ્રતનો નિયમ લઇ ન્યાય-નીતિ અને અલ્પ પરિગ્રહપૂર્વક જ સત્યના રાહે જીવવું એવો તેમણે દઢ સંકલ્પ કર્યો. એમની આવી નિષ્ઠાથી એમને વચન-સિદ્ધિ પેદા થઇ.
વૈદશ્રીની વચન-સિદ્ધિના અનેક પ્રસંગો આજે પણ કચ્છ-વાગડની બત્રીશીએ ગવાઇ રહ્યા છે. આ બધો પ્રભાવ પૂજ્ય ગુરુદેવશ્રીનો જ છે, એમ વૈદરાજ પોતે હંમેશ માટે કહેતા.
એમની પાસે જનાર દર્દીને વૈદરાજ જો જૈનેતર હોય તો માંસદારૂ વગેરે છોડાવતા. જૈન હોય તો આયંબિલ વગેરે પણ કરાવતા.
કચ્છ વાગડના કર્ણધારો + ૪૧