________________
રાપર, પ્રવીણભાઇ સંઘવીના ગૃહમંદિરમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુની ચલ પ્રતિષ્ઠા.
પો.વદ-૫ થી પો.વદ-૧૦, ઘાણીથર, અહીં તેજીબેનની દીક્ષા નિમિત્તે રોકાવાનું થયું. દીક્ષા વખતની નામકરણ વિધિ વખતે એક ઘટના ઘટી. “તમારું નામ ......” એમ કહીને જે નામ પૂજ્યશ્રી બોલ્યા તે સાંભળતાં જ સાધ્વી વર્ગમાંથી અવાજ આવ્યો : આ નામના એક સાધ્વીજી તો છે. (સામાન્ય રીતે એક સમુદાયમાં એક નામના એક જ સાધુ કે સાધ્વીજી હોય, છતાં વાગડ સમુદાયના સાધ્વી સમુદાયમાં દિવ્યરત્ના, હર્ષપૂર્ણા, મુક્તિનિલયા જેવા નામોવાળાં બબ્બે સાધ્વીજી જોવા મળે છે, તે નામ પાડતી વખતે જાણકારી નહિ હોય, તેવું સૂચવે છે. અથવા અલગ વિભાગ કારણ હોઇ શકે.) એ જ ક્ષણે પૂજ્યશ્રીએ નવું નામ પાડતાં કહ્યું : તમારું નામ સાથ્વી વનમાલાશ્રીજી.
મૌનપૂર્વક જાણે પૂજયશ્રી પૂછી રહ્યા હતા : બોલો, આ નામનાં કોઇ સાધ્વીજી છે? ખરેખર, ત્યારે પૂજયશ્રીની પ્રત્યુત્પન્ન મતિ પર આખી સભા વારી ગઇ હતી.
ખરેખર ‘વનમાલા” નામ તદ્દન નવું જ હતું. ઘણું કરીને પૂજયશ્રી નામ પાડવા અંગે ઉદાસીન રહેતા હતા, ચિઠ્ઠીમાં લખેલું હોય તે પ્રમાણે પાડી દેતા હતા, પણ ક્યારેક પૂજયશ્રી પર જ નામ પાડવાનું આવી પડે ત્યારે પૂજયશ્રીની પ્રતિભા આ રીતે ઝળકી ઊઠતી હતી.
એ દિવસ હતો : પોષ વદ-૧૦નો.
પોષ વદ-૧૧, પલાંસવા, પૂજ્યશ્રી રાધનપુરથી માંડીને કચ્છમાં ઠેઠ માંડવી સુધીના સમગ્ર પ્રદેશના દરેક ગામના દરેક મુખ્ય મુખ્ય માણસોને નામપૂર્વક જાણતા હતા.
કોઇ સ્થળે જ્ઞાનભંડાર હોય તો અવશ્ય ખોલાવતા અને પોતાને ઉપયોગી સાહિત્ય કઢાવતા. જ્ઞાનભંડારની સુરક્ષા, શુદ્ધિ-વૃદ્ધિ વગેરે અંગે જરૂરી સૂચનાઓ પણ આપતા.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૪
પલાંસવાના જ્ઞાનભંડારનાં તમામ પુસ્તકો પૂ. કનકસૂરિજીએ સ્વયં વાંચીને મૂકેલાં છે. કેટલીક હસ્તપ્રતો પણ તેમાં છે. પૂજ્યશ્રી આ વિષે દુર્લભ જ્ઞાનભંડાર સંભાળનાર નારણભાઇને ખાસ પૂછતા.
પ્રભુ ભક્તિના રસિક પૂજ્યશ્રી શ્રુત ભક્તિના પણ જબ્બર રસિક હતા, એ બહુ ઓછા લોકો જાણે છે.
પોષ વદ-૧૩, રોઝુ, આ નાનકડા ગામમાં થયેલા સામૈયામાં આખું ગામ આવેલું. કારણ કે અહીંનો એક છોકરો (નવીની દીક્ષા લેવાનો હતો.
અજૈન લોકોનો પણ ભક્તિભાવ આસમાને આંબતો હતો.
પૂજયશ્રી સહિત બધા સાધુઓ ગારમાટીના કાચા મકાનમાં ઊતરેલા. ઠંડી ભયંકર હતી.
પોષ વદ-૧૩ થી મહા સુદ-૫, સાંતલપુર, અહીં મહા સુદ-૪ ના દિવસે ચાર (કેશવભાઇ, નવીનકુમાર, ભવાનભાઇ અને પ્રભાબેન) દીક્ષાઓ થવાની હોવાથી મહોત્સવનાં મંડાણ થયાં હતાં. તેમનાં નામ ક્રમશઃ કીર્તિરત્નવિજયજી, દિવ્યરત્નવિજયજી, પૂર્ણભદ્રવિજયજી તથા સા. શમરસાશ્રીજી પડ્યાં.
બીજા દિવસે બપોરે સીધાળા તરફ ૧૫ કિ.મી.નો વિહાર હતો.
(સાંજે ૧૫ કિ.મી.નો લાંબો વિહાર કરવાનું કારણ ત્યાંના દોષથી બચવાનું હતું. સીધાળામાં એકેય જૈનનું ઘર નથી. આહારાદિની વ્યવસ્થા વારાહી કે સાંતલપુર સંઘ દ્વારા થતી રહે છે. એ દોષ ન લાગે માટે પૂજ્યશ્રી મોટા ભાગે સાંજે સીધાળા પહોંચી સવારે વારાહી પહોંચી જતા.
ક્યારેક પોતાને સીધાળા જવું પડે તેમ હોય તો અન્ય સમર્થ મુનિઓને સાંજે અલગ મૂકી દઇ દોષિત ગોચરીથી બચાવતા.)
સાંતલપુરમાં પૂ.પં. મુક્તિવિજયજીએ સુંદર રીતે તૈયાર કરેલો જ્ઞાનભંડાર છે. પૂજયશ્રીએ તેમાંથી કેટલીક પ્રતો અને કેટલાંક પુસ્તકો વાચના-પાઠ વગેરે માટે અમુક સમય સુધી માંગ્યાં ત્યારે ત્યાંના ભંડાર સંભાળનારે પૂ. મુક્તિવિજયજીનું લખાણ બતાવીને કહ્યું : આ ભંડારમાંથી પુસ્તકો બહારગામ અપાતાં નથી.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૪૫