________________
છસરા ગામમાં મોટા ભાગનાં ઘરો સ્થાનકવાસી હોવા છતાં સૌએ હોંશભેર પ્રતિષ્ઠામાં ભાગ લીધો.
એ વર્ષે ચાતુર્માસની આગ્રહભરી વિનંતી થતાં પૂજ્યશ્રીએ પૂ. દર્શનવિજય, પૂ. કમલવિ. તથા પૂ. કલહંસવિજયને છસરા ચાતુર્માસાર્થે મોકલ્યા.
મુન્દ્રા, માંડવી, ભુજપુર થઇ પૂજયશ્રી અષાઢ સુદ-૧ ના નવા અંજાર પધાર્યા. અષાડ સુદ-૧૦ ના અંજાર ચાતુર્માસાર્થે પ્રવેશ કર્યો. તે જ દિવસે મુનિચન્દ્રવિજય, દિવ્યરત્નવિજય તથા વિનોદ (વિમલપ્રભવિ.)એ વર્ધમાન તપનો પાયો નાખ્યો. મુનિશ્રી દિવ્યરત્નવિજયજીએ આગળ જઇ ૧OO ઓળી પૂરી કરી.
ચાતુર્માસમાં પૂ. કુમુદચન્દ્રવિજયજીએ માસક્ષમણ કર્યું. નાના મુનિઓને ભણાવનાર રસિકભાઇ હતા.
આ ચાતુર્માસમાં પૂ.પં. ભદ્રંકરવિજયજી તરફથી ધ્યાનવિચાર. નામનો નાનકડો ગ્રંથ આવ્યો ને તેના પર મનન કરવાની ભલામણ પણ આવી. પૂજયશ્રીએ શરૂઆતમાં મૂંઝવણ અનુભવી, પણ પૂ.પં.મ. પર પૂરી શ્રદ્ધા હોવાથી તેમાં ઊંડા ઊતરતા ગયા. જેમ જેમ ઊંડા ઊતરતા ગયા તેમ તેમ રસ પડવા માંડ્યો.
વિ.સં. ૨૦૩૧, ઇ.સ. ૧૯૭૪-૭૫, અંજાર ચાતુર્માસ પરિવર્તન મનુભાઇને ત્યાં ગુલાબ મિલમાં થયેલું. મનુભાઇના બહુ જ આગ્રહથી અહીં પૂજયશ્રીએ કેસરનાં પગલાં પાડ્યાં હતાં. ઘણું કરીને જીવનમાં એક જ વખત પૂજ્યશ્રીના આ રીતે પગલાં પડેલાં છે. અન્યત્ર સર્વ સ્થળે કોઇ આગ્રહ કરતું તો પૂજયશ્રી સખત શબ્દોમાં ના પાડતા. આજે પણ (વિ.સં. ૨૦૫૯) મનુભાઇને ત્યાં એ કેસરનાં પગલાં સચવાયેલાં પડ્યાં છે.
કા.૩,૧૦, અંજાર, દીક્ષાઓ : સા. સુભદ્રયશાશ્રીજી (મણિબેન, મનફરા), સા. દિવ્યરેખાશ્રીજી (કંચનબેન, ભુજ) , સા. દિવ્યરત્નાશ્રીજી (જ્યોતિબેન, ભુજ), સા. દિવ્યપ્રતિમાશ્રીજી (નયનાબેન, ભુજ)
કા.વદ-૧૩, અંજારથી ભદ્રેશ્વરનો છ'રી પાલક સંઘ નીકળ્યો હતો. જેની તીર્થમાળ ભદ્રેશ્વરમાં માગ .સુ.ર ના થઇ હતી.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૨
માગ સુદ-૪-૫, વાંકી, બે દિવસની સ્થિરતા દરમ્યાન અહીંના શ્રેષ્ઠી શ્રી લક્ષ્મીચંદભાઇ છેડાએ પૂજયશ્રીને તીર્થ કે વિદ્યાલય જેવું કાંઇક બનાવવા માટે વિનંતી કરી હતી. તે માટે પોતાનું ખેતર દાનમાં આપવાની ભાવના પૂજ્યશ્રી સમક્ષ રજૂ કરી હતી. સાંજે પૂજયશ્રી ગામના કિનારે રહેલું એ ખેતર જોવા પધાર્યા હતા. નદીના કિનારે રહેલી આ શાંત ભૂમિ પૂજ્યશ્રીના મનમાં વસી ગઇ. લક્ષ્મીચંદભાઇએ એ જમીન ફેકટરી માટે લીધેલી, પણ તે દાનમાં આપવાની ઘોષણા કરી. આ રીતે તીર્થભૂમિના પગરણ મંડાયા.
અનેક મુશ્કેલીઓ અને અવરોધો પછી પણ પૂજયશ્રીની કૃપા બળે ત્યાં તીર્થસ્વરૂપ વિશાળ જિનાલય ઊભું થયું. વિ.સં. ૨૦૪૫માં પૂજયશ્રીની નિશ્રામાં જ ત્યાં અંજનશલાકા પ્રતિષ્ઠા થઇ. જો કે એ જોવા લક્ષ્મીચંદભાઇ હયાત રહ્યા નહોતા. પ્રતિષ્ઠાથી નવેક વર્ષ પહેલાં (વિ.સં. ૨૦૩૭, કા.વદ-૧૪) એમનું અવસાન થઇ ચૂક્યું હતું.
તે વખતે ઘણા લોકો તરફથી અહીં જિનાલય નિર્માણનો વિરોધ થયો હતો. રોડ પર હોય તો સારું, વાગડમાં હોય તો સારું, એમ કહેનારા પણ ઘણા હતા. પણ હમણાં આવેલા ભૂકંપે બતાવી આપ્યું કે વાગડમાં હોત તો શું થાત ?
ભયંકર ભૂકંપના આંચકાથી આજુબાજુના (ભદ્રેશ્વર, ગુંદાલા, વડાલા, ગોઅરસમા, મુન્દ્રા) બધા જિનાલયો ધ્વસ્ત થવા છતાં આજે પણ વાંકીનું એ વિશાળ જિનાલય ઊભું છે. ભાવિક લોકો તેમાં પૂજયશ્રીની દિવ્ય કૃપા જુએ છે.
માગ .સુદ-૬ થી માગ સુદ-૧૧, પત્રી, અહીં પૂજયશ્રીની નિશ્રામાં પંચાહ્નિક મહોત્સવ થયો.
અહીં નાના મુનિઓને પંડિતશ્રી ગાંગજીભાઇએ (મૂળ પત્રીના પણ આમ હુબલી રહેતા) કર્મગ્રંથના પદાર્થો કેવી રીતે યાદ રાખવા ? તે પદ્ધતિ બતાવી હતી. પૂ. દેવચન્દ્રજીની અષ્ટ પ્રવચન માતાની સજઝાયનું પુસ્તક આ જ પંડિતજીએ છપાવીને પ્રસિદ્ધ કર્યું હતું. આ દિવસો દરમ્યાન પૂજ્યશ્રી સાધુ-સાધ્વીજીઓ સમક્ષ યોગવિંશિકા પર વાચનાઓ ફરમાવી રહ્યા હતા.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૪૩