________________
પણ એમનો કોઇ પતો નહિ. પછીથી સમાચાર મળ્યા કે તેઓ ૨-૩ કિ.મી. દૂરની કોઇ જેલમાં રોકાઇ ગયા છે. | ચાકલિયામાં એક દારૂડિયાએ સારી એવી ધમાલ મચાવી હતી. પૂજયશ્રીએ સૌને કડક સૂચના આપેલી : એ દારૂડિયો ગમે તેવું બોલબોલ કરે, આપણામાંથી કોઇએ કાંઇ જવાબ આપવાનો નથી.
આખરે ગામનો જ બીજો કોઇ માણસ આવીને એ દારૂડિયાને ઘસડીને લઇ ગયો હતો. દારૂડિયાનો બકવાસ બે કલાક ચાલ્યો હશે ! એમ.પી.નો આ છેલ્લો વિહાર, છેલ્લા મુકામો યાદગાર બની ગયા હતા. બીજા દિવસે અમે પંચમહાલ જિલ્લાના લીમડી ગામે પહોંચ્યા. પૂજ્યશ્રીની સાથે રહેવાથી પ્રતિકુળ કે અનુકૂળ પ્રસંગોમાં કઇ રીતે રહેવું ? તે જીવન દ્વારા શીખવા મળતું. “પ્રતિકૂળતામાં અકળાઇ ન જવું, અનુકૂળતામાં મલકાઈ જવું.” આવી શાબ્દિક શિખામણો કરતાં ખરેખર પ્રતિકૂળતા આવે ત્યારે કેમ વર્તવું ? અનુકૂળતામાં કેમ વર્તવું ? તે પ્રત્યક્ષ દેખાતા જીવનથી વધુ શીખાતું હતું. પૂજ્યશ્રીનું જીવન જ ઉપદેશરૂપ હતું.
પો.વ.૧૪, અમદાવાદ (વિદ્યાશાળા) જ્ઞાનમંદિરમાં બિરાજમાન પૂ.આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી આદિના વંદનાદિકનો લાભ મળ્યો.
મહા સુદ-૨, અમદાવાદ (સાબરમતી), અહીંથી પાલીતાણાનો મહા સુદ-૬ થી મહા વદ-૯ સુધીનો ૧૮ દિવસનો છ'રી પાલક સંઘ બેડાનિવાસી હેમાજી રકબાજી પરિવાર તરફથી નીકળ્યો હતો. આ સંઘમાં હજારેક યાત્રિકો તથા સોથી વધુ સાધુ-સાધ્વીજીઓ હતાં.
મહા વદ-૩૦, પાલીતાણા, સા. ચન્દ્રલતાશ્રીજીની ૧૦૦મી ઓળીનું પારણું. (આ વર્ષે પોષ માસનો ક્ષય હતો અને ફાગણ માસ અધિક હતો.)
ફા.વદ-૧૩, ખેરવા, અહીં જૈનોનું એકેય ઘર નથી. જિનાલયઉપાશ્રય વગેરે પટેલો જ સંભાળે છે.
અહીં પટેલોએ પૂજયશ્રીનું જોરદાર સામૈયું કરેલું. ત્યાંના પટેલે (નામ પ્રાય: માધવભાઇ) પૂજ્યશ્રીને કહેલું : મારાં બધાં જ સંતાનો પરદેશ
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૯૬
ગયાં છે. મને પણ ત્યાં બોલાવવા બધાનો ખૂબ જ આગ્રહ છે, પણ મેં એ લોકોને કહી દીધું છે ; “હું તો અહીં જ રહેવા માંગું છું.'
પૂજ્યશ્રીએ પૂછ્યું : ‘કેમ ?”
‘મહારાજ સાહેબ ! અહીં જે મહાત્માઓનો લાભ મળે છે, પરદેશમાં મને ક્યાં મળવાનો ? હું તો એમ જ માનું છું : જે કાંઇ પણ અમારું ભલું થયું છે તે આપ જેવા મહાત્માઓના આશીર્વાદથી જ. હું આ લાભ છોડવા માંગતો નથી.’
પટેલના જવાબથી પૂજયશ્રી પ્રસન્નતાથી મલકાઇ ઊઠ્યા. પટેલની આ વાત પૂજયશ્રી ઘણી વખત વાચના-વ્યાખ્યાનાદિમાં કરતા.
દ્ધિ.ફા.સુદ-૫ થી કિ.ફા.વદ-૪, આદરિયાણા, અહીં પૂ. જંબૂવિ.ની નિશ્રામાં સૂયગડંગ સૂત્ર પર વાચના રહી હતી. માત્ર સાધુઓ માટેની આ વાચના હતી.
આ વાચના દરમિયાન ગોવિંદ ડોડિયા (ભાવનગર) નામનો એક માણસ આવેલો. તે ચોખાના દાણા પર ભક્તામર લખી શકતો. એક ચોખાના દાણા પર ભક્તામર લખી શકતો. એક ચોખાના દાણા પર અમારી હાજરીમાં જ ઉવસગ્ગહરે લખી આપેલું. બહિર્ગોળ કાચની મદદથી અમે તે સ્પષ્ટ વાંચી પણ શકતા હતા.
ચોખાના એક બીજા દાણા પર એણે પૂ. જંબૂવિ.મ.નું ચિત્ર પણ સોયની મદદ વડે દોરી કાઢેલું - માત્ર થોડી જ સેકંડોમાં.
તે માણસના માથાના વાળ પર તો લખી શકતો, પણ કરોળિયાના જાળા પર પણ લખી શકતો. તેણે કહેલું : માણસના વાળ તો ઘણા જાડા છે. હજુ એના છ ઊભા ચીરા થઇ શકે ને તેના એકેક ચીરા પર પણ હું લખી શકું. એમ કહીને તેણે પોતાનો એક વાળ ખેંચી, એના મૂળને આંગળીથી મસળી છ ઊભા ચીરા કરી બતાવેલા.
કરોળિયાનાં જાળાં મેળવવા તે કેટલાય દિવસો સુધી જંગલમાં ભટકતો. દુનિયામાં કેવા કેવા માણસો હોય છે ?
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૯૭