________________
પૂજ્યશ્રીએ આના પર ટિપ્પણી કરતાં કહેલું : આવી બધી જ કળા કરતાં પ્રભુ પ્રેમની કળા ચડી જાય. સવ્વા કલા ધમ્મકલા જિણાઇ.
ચૈત્ર વદ-૧૦ થી વૈ.સુદ-૩, કટારીઆ, આધોઇ ચૈત્રી ઓળી કરી પૂજ્યશ્રી અહીં પધાર્યા. અહીં ૨૭ સામુદાયિક દીક્ષાઓનો મોટો પ્રસંગ હતો. એક સાથે આટલી વિશાળ સંખ્યામાં દીક્ષાઓ પૂજ્યશ્રીની નિશ્રામાં પહેલી જ વાર થઇ રહી હતી. લોકોમાં ખૂબ જ ઉત્સાહ હતો. એ. ડી. મહેતા વગેરેએ દીક્ષા વ્યવસ્થામાં સંપૂર્ણ રસ લીધો હતો. સાત પુરુષ તથા વીશ બહેનો દીક્ષાર્થી તરીકે હતા. (જોકે એક બહેનની દીક્ષા કારણસર વૈ.સુદ-૬ ના વાંઢિયામાં થઇ હતી.)
વૈ.સુદ-૨ (પૂજ્યશ્રીનો ૫૯મો જન્મ દિવસ)ના દિવસે થયેલી ૨૬ દીક્ષાઓ :
(૧) મુનિ શ્રી આનંદવર્ધનવિજયજી (ગોકળભાઇ, સામખીયાળી) (૨) મુનિ શ્રી તત્ત્વવર્ધનવિજયજી (દેવજીભાઇ, આધોઇ) (૩) મુનિ શ્રી અનંતયશવિજયજી (ચંદ્રકાંતભાઇ, આડીસર) (૪) મુનિ શ્રી અમિતયશવિજયજી (અમૃતભાઇ, પલાંસવા)
(૫) મુનિ શ્રી કીર્તિદર્શનવિજયજી (હીરાભાઇ, ફલોદી) (૬) મુનિ શ્રી આત્મદર્શનવિજયજી (રમેશભાઇ, સામખીયાળી) (૭) મુનિ શ્રી તત્ત્વદર્શનવિજયજી (મનસુખભાઇ, આધોઇ)
(૮) સા. પીયૂષવર્ષાશ્રીજી (સુભદ્રાબેન, પાટણ)
(૯) સા. ભક્તિપૂર્ણાશ્રીજી (રેખાબેન, આધોઇ) (૧૦) સા. પદ્માનનાશ્રીજી (જયાબેન, મનફરા) (૧૧) સા. પદ્મદર્શનાશ્રીજી (પુષ્પાબેન, મનફરા) (૧૨) સા. પદ્મજ્યોતિશ્રીજી (લક્ષ્મીબેન, મનફરા) (૧૩) સા. પ્રશમજ્યોતિશ્રીજી (હેમલતાબેન, મનફરા) (૧૪) સા. મુક્તિદર્શનાથ્રીજી (મીનાક્ષીબેન, આડીસર) (૧૫) સા. તત્ત્વગુણાશ્રીજી (ચંદ્રિકાબેન)
(૧૬) સા. ચારુનયનાશ્રીજી (ધનલક્ષ્મીબેન, ફતેગઢ)
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૨ ૧૯૮
(૧૭) સા. નયરેખાશ્રીજી (નીલમબેન, રાજકોટ) (૧૮) સા. નયગુણાશ્રીજી (જયાબેન, શણવા) (૧૯) સા. વિરતિધર્માશ્રીજી (ભાગ્યવંતીબેન, કીડિયાનગર) (૨૦) સા. શાંતરસાથ્રીજી (ધીરુબેન, સઇ)
(૨૧) સા. ભવ્યરંજનાશ્રીજી (ભારતીબેન, આધોઇ) (૨૨) સા. શીલદર્શનાશ્રીજી (ગુણવંતીબેન, સામખીયાળી) (૨૩) સા. નયયશાશ્રીજી (વસુમતીબેન, ભીમાસર) (૨૪) સા. વિનયપૂર્ણાશ્રીજી (જ્યોતિબેન, વઢવાણ) (૨૫) સા. નયભદ્રાશ્રીજી (લીલાબેન, પલાંસવા) (૨૬) સા. નયનજ્યોતિશ્રીજી (શારદાબેન, પલાંસવા).
૨૭મી દીક્ષા વૈ.સુદ-૬ ના વાંઢિયા ગામે થઇ. (૨૭) સા. વિમલપ્રશાશ્રીજી (નિહારિકાબેન, રાધનપુર)
વૈ.વદ-૩ થી વૈ.વદ-૬, હળવદ, અહીં કટારીઆમાં દીક્ષિત પ્રાયઃ તમામની વડી દીક્ષા થઇ. અહીંથી પૂ. મુનિશ્રી પ્રીતિવિજયજી તથા નાનાભાઇ (મુનિચન્દવિ.) મનફરા ચાતુર્માસાર્થે અલગ થયા.
અમદાવાદ, શાંતિનગર ચાતુર્માસ, પરમ શાસન પ્રભાવક પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરિજીની સાથે આ ચાતુર્માસ થતું હોવાથી લોકોમાં
અનેરો ઉત્સાહ હતો.
ચાતુર્માસમાં પૂજ્યશ્રી માત્ર રવિવારે જ લલિત-વિસ્તરા પર વ્યાખ્યાનો આપતા હતા. દૈનિક પ્રવચનો પૂ. રામચન્દ્રસૂરિજી આપતા હતા. પૂજ્યશ્રીએ, પૂ. રામચન્દ્રસૂરિજી પાસેથી મહાનિશીથ સૂત્રનું વાંચન કર્યું. દિવાળીની આસપાસના દિવસોમાં પૂ. રામચન્દ્રસૂરિજી બીમાર પડ્યા ત્યારે પૂજ્યશ્રીએ અનેક વખત આનંદઘનજી - દેવચન્દ્રજી આદિનાં સ્તવનો ભાવભર્યા હૃદયે સંભળાવેલા.
આ ચાતુર્માસમાં શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પૂજ્યશ્રી પાસે દર અઠવાડિયે ત્રણ દિવસ (૨II-૩ કલાક બેસતા.) તત્ત્વજ્ઞાનના પાઠ શીખવા આવતા હતા. પૂજ્યશ્રી તેમને શ્રાવકાચાર, તત્ત્વજ્ઞાન અને યોગવિષયક કચ્છ વાગડના કર્ણધારો - ૧૯૯