________________
ત્યાગમૂર્તિ
પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી મહારાજ
કચ્છ પ્રદેશ તેની ભૌગોલિક રચનાના કારણે વિશિષ્ટ તરી આવે છે. ચોમાસામાં તો ચારેબાજુ પાણી ઘેરાઇ જતાં એ નાનકડું બેટ બની જાય છે. ચોમાસા પછી પણ પોષથી માંડીને ફાગ.સુ.૮ સુધી જ કચ્છમાં આવી શકાતું કે કચ્છમાંથી નીકળી શકાતું. (જ્યારે રોડ-રેલવે ન્હોતા ત્યારની વાત છે.) આવા કચ્છમાં સંવિગ્ન સાધુઓનું વિચરણ ઓછું જ હોય તે સ્વાભાવિક છે.
એક વખત વાગડ સમુદાયના મહાત્મા કિરણવિજયજી માણાબા (સૌરાષ્ટ્ર)થી કાનમેર-કચ્છમાં આવતા હતા. રાત રાવટીમાં રણમાં ગાળી. પણ રાત્રે સમુદ્રની ભરતીના પાણી આવતાં આખી રાત ઊભા-ઊભા વિતાવવી પડી. સવારે ગાગોદરના લોકોએ તાપણા કર્યા ત્યારે માંડ જીવ બચ્યો. કચ્છનો વિહાર આવો હતો.
પ્રાચીન કાળથી કચ્છ દેશ અનેક નરરત્નોની ખાણ તરીકે ચમકતો રહ્યો છે. ચક્રવર્તી ભરતના દિગ્વિજયમાં કચ્છ દેશનો ઉલ્લેખ મળે છે. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં કચ્છ દેશને આભીરોના દેશ તરીકે વર્ણવેલો છે. હમણાં ઉત્ખનન દ્વારા પ્રાપ્ત થયેલા ધોળાવીરાના અવશેષો કચ્છની અતિ પ્રાચીનતા જાહેર કરે છે. કાનમેરમાં આજે પણ કોઇ જાપાની સંસ્થા પાંચ હજાર વર્ષ પ્રાચીન નગરના ઉત્ખનન માટે વ્યસ્ત છે. આપણા જૈન શાસ્ત્રોમાં અતિ પ્રાચીનકાળમાં થયેલા શીલવાન દંપતી વિજય શેઠ અને વિજયા શેઠાણી કચ્છ દેશના જ નરરત્નો હતા.
કચ્છ દેશે અનેક નરરત્નો આપેલા છે. દાનવીર જગડુ શાહ કચ્છના રત્ન હતા. ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં થયેલા નરસી નાથા, નરસી કેશવજી વગેરે પણ કચ્છના હતા.
કચ્છનો પૂર્વ વિભાગ વાગડ તરીકે પ્રસિદ્ધ છે. કચ્છ-વાગડનું મનોહર મનફરા ગામ માત્ર વાડીઓથી નહિ, પણ લોકોથી પણ પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ ૭ ૧૬
રળિયામણું હતું. કચ્છ દેશના મનોહ૨પુરમાં તપાગચ્છાચાર્ય શ્રીવિજયપ્રભસૂરિજી (વિ.સં. ૧૬૭૭) મ.નો જન્મ થયો હતો, એવા ઉલ્લેખો ઇતિહાસમાંથી મળે છે. આ મનોહરપુર એ જ આજનું મનફરા. હજુ હમણાં સુધી બહેનો લગ્ન વગેરેના ગીતોમાં ‘આજ મારા ‘મણગર’ ગામમાં મોતીડે મેં વરસ્યા રે.’ મનોહરમાંથી અપભ્રંશ થયેલું ‘મણગર’ તે જ આજનું મનફરા. જૂના ચાતુર્માસ-આદેશ-પટ્ટકોમાં “મનરા (મનફરા)” આવો ઉલ્લેખ મળે છે. વિજયપ્રભસૂરિજીની જન્મભૂમિ-મનરામાં લહિયા કે સંપાદકોએ મુનરા અને મુનરાનું મુદ્દા કર્યું છે. પરંતુ મુન્દ્રા તો કચ્છના મહારાવ શ્રી ભોજરાજજીના સમયમાં વિ.સં. ૧૭૦૦ (ઇ.સ. ૧૬૪૪)માં વર્ધમાન શેઠે વસાવ્યું છે. જ્યારે વિજયપ્રભસૂરિજીનો જન્મ તો વિ.સં. ૧૬૭૭માં થયેલો છે. મનફરા વિ.સં. ૧૬૦૭ (ઇ.સ. ૧૫૫૧)માં વસેલું છે. એમ મનફરાના રત્ન ઇતિહાસ રસિક પૂ.આ. શ્રી વિજયઅરવિંદસૂરિજીએ શોધી કાઢ્યું છે.
આવા મનફરાની પુણ્યભૂમિ પર વિ.સં. ૧૮૯૬, શૈ.સુ.૨ ના એક તેજસ્વી મહાપુરુષનો જન્મ થયો. માતા અવલબાઇ અને પિતા ઉકાભાઇ મહેતા (વીશા શ્રીમાળી)ના આ લાડકવાયાનું નામ ‘જેમલ’ પાડવામાં આવેલું. (તપઃપરાયણ માતા અવલબાઇએ માત્ર બાજરીના રોટલા અને પાણી દ્વારા ૯૨ આયંબિલ કરેલા. તે જમાનામાં આયંબિલખાતા ન્હોતા.)
૧૨ વર્ષની ઉંમરે જેમલના જીવનમાં એવી ઘટના ઘટી કે જેથી તેની સંપૂર્ણ જીવન દિશા જ બદલાઇ ગઇ. આંખોમાં ભયંકર પીડા થવા માંડી. ધીરે ધીરે જોવાનું બંધ થવા લાગ્યું. વૈદ્યો વગેરેના ઘણા ઉપચારો કરવા છતાં જે બનવાનું હતું તે બની જ ગયું. ૧૬ વર્ષની ઉંમરે જેમલને પૂર્ણરૂપે અંધાપો આવી ગયો. દેખાવમાં આંખના ડોળા બરાબર લાગે, પણ અંદરની દૃષ્ટિ ગાયબ ! જેમલ દુ:ખી-દુઃખી થઇ ગયો, પણ તે નિર્મળ બુદ્ધિવાળો હતો. તેણે વિચાર્યું : રચે શું વળે ? મારા કરેલા કર્મો મારે જ ભોગવવાના છે. મેં જ પૂર્વ જન્મમાં કોઇકની આંખ ફોડી હશે. એનું જ આ ફળ છે. કર્મસત્તાએ ભલે મારી આંખોમાંથી રોશની લઇ લીધી, મારા હૃદયમાં
કચ્છ વાગડના કર્ણધારો - ૧૭