________________
ખરેખર એમ જ થયું. બીજે દિવસે ડોલી ક્યાંથી આવી ગઇ તે ખબર જ ન પડી.
ડોલીને ઉપાડનારા ત્રણ તો મજૂર હતા. ચોથા જણના સ્થાને સંઘપતિ કવરલાલનો પુત્ર પારસમલ પોતે જ જોડાઇ ગયો.
તખતગઢથી સાંડેરાવ સુધીનો ૨૦ કિ.મી.નો એ વિહાર હતો. પછી તો વિના ડોલીએ ચાલીને જ મોટાભાઇ મોડા મોડા પણ મુકામમાં આવી જતા. અહીં ખરેખર પૂજ્યશ્રીની કૃપા જ કામ કરતી હતી. પછી વરકાણા, નાડોલ, નાડલાઇ થઇ પોષ સુદ-૧૨ ના સંઘ રાણકપુર પહોંચ્યો.
પોષ સુદ-૧૫ થી ફા.સુદ-૫, દાદાજી તીર્થ (બેડા પાસે).
અહીં જંગલમાં તીર્થ સિવાય બીજું કશું નથી. અત્યંત શાંત વાતાવરણમાં અહીં ઉપધાન તપ થયાં. ખૂબ જ આનંદ આવ્યો.
અહીં એક દિવસ અમને બંનેને (મુનિચન્દ્ર-પૂર્ણચન્દ્રવિ.) બોલાવીને પૂજ્યશ્રીએ આવશ્યક નિર્યુક્તિનું મહત્ત્વ સમજાવ્યું : પૂ. સાગરજી મ.એ સૌ પ્રથમ આવશ્યક - નિયુક્તિ કંઠસ્થ કરેલી. એના સર્વ પદાર્થો ઉપસ્થિત હોવાથી આગળ જતાં તેઓ આગમવેત્તા બની શક્યા. માટે તમે આવશ્યક નિર્યુક્તિ કંઠસ્થ કરો.
અમારી અનિચ્છા છતાં પૂજ્યશ્રીનું વચન વધાવીને અમે આવશ્યક નિર્યુક્તિ કંઠસ્થ કરવાનું શરૂ કર્યું, પણ ઇચ્છા બળવત્તર ન હોય તો ગાડું ક્યાં સુધી ચાલે ? છતાંય ૭૫૦ ગાથા તો કંઠસ્થ કરી જ.
પૂજ્યશ્રીને ભગવાન વહાલા હતા તેમ ભગવાનની વાણીરૂપ આગમો પણ એટલા જ વહાલા હતા. આથી જ પોતાના શિષ્યો પણ આગમના અભ્યાસી બને, એ માટે પૂજ્યશ્રી પૂરો પ્રયત્ન કરતા.
આ ઉપધાન સમયે મુનિશ્રી ધર્મગુપ્તવિજયજી (મહા વદ-૨ થી મહા વદ-૪) પધારેલા. મુનિશ્રી ધર્મગુપ્ત વિ.નો પ્રભુ-ભક્તિ-ગુણ પૂજયશ્રીને બહુ જ ગમી ગયેલો. એક દિવસ વ્યાખ્યાનમાં એમનો (ધર્મગુપ્તિવિ.નો) દુષ્કૃત-ગર્હાદિનો કાર્યક્રમ પણ રાખેલો.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૮૦
પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્યો પૂ. યોગીન્દ્રવિ પૂ. પદ્મસેનવિ. આદિ પણ ત્યારે રહેલા હતા.
ફા.વદ-૧૦ થી ચૈત્ર સુદ-૧, પાટણ અહીં પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી છેલ્લી વાર છ દિવસ માટે મળ્યા. અત્યંત બીમાર અવસ્થામાં હતાં, છતાં સંપૂર્ણ જાગૃત હતા. પૂ.પં.મ.ને પૂજ્યશ્રી ૫૨ અત્યંત વાત્સલ્ય હતું. પાટણમાં સામૈયાપૂર્વક જ્યારે પૂજ્યશ્રી પધારેલા ત્યારે પૂજ્યશ્રીને નિહાળવા તેઓશ્રી રૂમમાંથી બહાર આવી ઠેઠ બારી પાસે આવેલા હતા. પૂજ્યશ્રીને ટીકી-ટીકીને અત્યંત વાત્સલ્યપૂર્વક જોતા પૂ.પં.મ. બોલેલા : ‘પ્રભુભક્તિ દ્વારા ઉત્પન્ન થયેલું આમનું પુણ્ય કેવું નિર્મળ છે ?’ એ દૃશ્ય આજે પણ યાદ આવે છે.
પૂ.પં.મ. ઘણી વાર પૂજ્યશ્રીને કહેતા : “તમારી સાધના બરાબર જૈન શૈલી મુજબની જ છે.”
દાદાજી ઉપધાન પછી જીરાવલા, ડીસા, પાટણ થઇને પૂજ્યશ્રી ભોંયણી પધાર્યા.
ચૈત્ર સુદ-૫ થી ચૈત્ર સુદ-૧૫, ભોંયણી, ભોંયણીમાં સામુદાયિક ચૈત્રી ઓળી બાબુભાઇ કડીવાળા પરિવાર તરફથી હતી. પૂ. બાપજી મ.ના પૂ.આ. શ્રી વિજયભદ્રંકરસૂરિજી મ. પણ પધારેલા હતા.
બંને પૂજ્યોના સંયુક્ત પ્રવચનો સાંભળવા આરાધકો માટે અનુપમ લ્હાવો ગણાતો.
પૂ. ભદ્રંકરસૂરિજી વર્તમાનકાળમાં બહુ ઝડપથી નીચે જઇ રહેલા શ્રાવકો અને સાધુઓના જીવન અંગે ખૂબ જ ચિંતિત હતા. એમનાં પ્રવચનોમાં એ વ્યથા વારંવાર ડોકાતી. વળી, પૂજ્યશ્રી અંગે તેઓ કહેતા : મારા વ્યાખ્યાનમાં તમને નિરાશા સાંભળવા મળશે, પણ આમનાં પ્રવચનોમાં તમને આશાવાદ જોવા મળશે. પૂજ્યશ્રીની ભક્તિ સાધના અને પુણ્ય જોઇ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરતા.
પૂ. ભદ્રંકરસૂરિજી કૌટુંબિક જીવન પર પણ મર્મભર્યું કહેતા : “ચારેય ગતિમાં કુટુંબ આ માનવ ગતિમાં જ છે. માતા, પિતા, ભાઇ, કચ્છ વાગડના કર્ણધારો - ૧૮૧