________________
અનિલ વ્યાસ તથા અજમેરના પૂજ્યશ્રીના અંગત ડૉકટર જયચંદજી વૈદ આદિ બધાએ આ જ કહ્યું ઃ કોઇ ગંભીર વાત નથી. ડૉકટરોએ કાર્ડિયોગ્રામ કાઢયો હતો. બી.પી. આદિ પણ ચેક કર્યું હતું. બધું જ બરાબર હતું... પછી તો બિચારા ડૉકટરો પણ પૂજ્યશ્રીના મૃત્યુની વોર્નિંગ કેવી રીતે આપી શકે ? અને પૂજ્યશ્રી પણ બધાની સાથે યથાવત્ દૈનિક વ્યવહાર કરતા હતા. વાતચીત પણ કરતા હતા... આમાં મૃત્યુનો વિચાર પણ કોને આવે ? કોઇને ન આવ્યો. હા, પણ પૂજ્યશ્રી તો મૃત્યુના સંકેત આપતા જ રહ્યા હતા, કે જે પછીથી સમજાયા.
(૧) મહા.સુ.૧ ના દિવસે એક માણસ (બાદરભાઇ, કે જે છેલ્લાં ૧૨ વર્ષોથી દર સુદ-૧ ના દિવસે પૂજયશ્રીનો વાસક્ષેપ લેવા માટે આવતા હતા)ને વાસક્ષેપ નાખ્યા પછી કહ્યું : “હવે તું વાસક્ષેપ લેવા માટે આટલે દૂર મારી પાસે નહીં આવતો. ત્યાંથી જ સંતોષ માનજે.” (આમ તો પૂજયશ્રી ગુજરાતમાં નજીક જ આવી રહ્યા હતા છતાં પૂજ્યશ્રીના આ કથનથી શું સૂચિત થાય છે ?) તે માણસ તે વખતે તો બરાબર સમજી ન શક્યો. તેણે વિચાર્યું : કદાચ હમણાં મારી આર્થિક સ્થિતિ ઠીક નથી તેથી મારે ટિકિટ-ભાડાનો ખર્ચ ન થાય માટે પૂજ્યશ્રી મને ના પાડી રહ્યા છે.
(૨) મહા સુ.૩ ના દિવસે માંડવલાથી સિદ્ધાચલજીના સંઘના સંઘપતિ પરિવાર (મોહનલાલજી, ચંપાલાલજી આદિ મુથા પરિવાર)ને કહ્યું : “ખૂબ ઉલ્લાસથી સંઘ કાઢજો. હું તમારી સાથે જ છું." તે દિવસે તો સંઘપતિ પરિવારને આ વાત ન સમજાઇ. ઘરમાં થોડી ચર્ચા પણ થઇ કે બાપજીએ આજે આવું કેમ કહ્યું ? સંઘમાં પૂજ્યશ્રીની જ નિશ્રા છે તો પછી “હું તમારી સાથે જ છું” આવું કહેવાની જરૂર જ શું છે ? પણ બાપજીએ ઉત્સાહમાં આવીને આવું કહ્યું હશે... આમ મનોમન તેઓએ સમાધાન કરી લીધું.
(૩) કોટકાષ્ઠા અંજનશલાકાનું મુહૂર્ત મહા સુ.૧૦ ના દિવસે, સંઘ પ્રયાણ પછી આવતું હતું. તેથી ચંપાલાલજી ત્યાં જવા માટે તૈયાર થતા નહોતા. પણ પૂજ્યશ્રીએ ચંપાલાલજીને ખાસ સમજાવીને કોટકાષ્ઠા માટે તૈયાર કર્યા પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૨૮૦
અને કહ્યું : જયપુર અંજનશલાકા (વિ.સં. ૨૦૪૨)ના પ્રસંગને તમે યાદ કરો. તે વખતે ચંપાલાલજીના ભાઈ મદનલાલજીની પત્નીનો સ્વર્ગવાસ થયો હતો. તેથી ત્યાં જવા માટે ઉત્સુક બનેલા ચંપાલાલજીને પૂજ્યશ્રીએ સમજાવીને રોકેલા. પરંતુ અંજનશલાકામાં વિઘ્ન આવવા દીધેલું નહિ. અહીં પણ (સંઘના ૬ દિવસ પહેલાં જ પૂજ્યશ્રીનું સ્વર્ગગમન થયું.) એવું જ થયું.
આખરે પૂજ્યશ્રીએ કહેલા અંતિમ શબ્દોને જ શુકન માનીને સંઘપતિ પરિવારે મહા.સુ.૧૦ ના દિવસે માંડવલાથી પૂ.આ.શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સંઘ કાઢ્યો. ગુજરાતના ભયંકર તોફાનો વચ્ચે એ સંઘ નિર્વિઘ્ને પૂર્ણ પણ થયો.)
છેલ્લી બે રાત પૂ.પં.શ્રી કલ્પતરુવિજયજી લગભગ પાસે જાગતા જ રહ્યા હતા. મહા સુ.૩ ની અંતિમ રાત હતી. પૂજ્યશ્રીનો શ્વાસ બે દિવસથી જેવો ચાલતો હતો, તેવો જ ચાલી રહ્યો હતો. વારંવાર પૂજ્યશ્રીને પૂછવામાં આવતું હતું કે કોઇ તકલીફ છે ? ત્યારે પૂજ્યશ્રી પણ સસ્મિત હાથ હલાવી કહેતા હતા : “નહીં.”
આખી રાત પૂજ્યશ્રીની આંખ ખુલ્લી હતી. પૂ. કલ્પતરુવિજયજીએ પૂછ્યું : આપ શું કરો છો ? ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : હું શ્વાસોચ્છ્વાસની સાથે ધ્યાન કરું છું. થોડી વાર રહી પૂજયશ્રીએ કહ્યું ઃ યોગશાસ્ત્રનો ૧૨મો
પ્રકાશ સંભળાવો.
પૂ.પં. કલ્પતરુવિજયજી મ.સા.એ યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ સંભળાવવો શરૂ કર્યો અને જ્યાં આ શ્લોક આવ્યો... જાતેભ્યાસે સ્થિરતા... ૧૨ ૪૬
પૂજ્યશ્રી ત્યાં અટક્યા અને તે શ્લોકના ચિંતનમાં તેઓ ડૂબી ગયા. જાણે કે પૂજ્યશ્રી માટે શ્લોકના આ શબ્દો સમાધિના બટન હતા, કે જેને સાંભળતાં જ તેઓ સમાધિમગ્ન બની જતા હતા.
પૂ.પં. કીર્તિચન્દ્રવિજયજી પાસેથી પણ દેવચંદ્રજી કૃત ચોવીશીનું શ્રી શીતલનાથ પ્રભુનું સ્તવન સાંભળ્યું. તેમાં જ્યારે આ ગાથા આવી : કચ્છ વાગડના કર્ણધારો ૨ ૨૮૧