________________
(એમની સાથે ડુંગરશીભાઇની પણ દીક્ષા થયેલી. તેમનું નામ હરખવિજયજી પડેલું ને તેઓ પૂ. જીતવિ.ના શિષ્ય બનેલા. જયારે કનકવિજયજી પોતાના સંસારી કાકા પૂ. હીરવિજયજીના શિષ્ય બનેલા.)
દીક્ષા મહોત્સવ વખતે ૧૧ જમણવાર થયા હતા.
તે બંનેની વડી દીક્ષા વિ.સં. ૧૯૬૨, મહા વદ-૨, ઇ.સ. ૧૯૦૬ ના છાણીમાં થઇ.
તેમણે પ્રથમ ચોમાસું ભરૂચમાં પૂ. સિદ્ધિવિ. ગણિ વગેરે સાથે કર્યું. ત્યાં અનુપચંદ મલકચંદ નામના પંડિત સુશ્રાવક પાસે અધ્યયન ક્યું. ત્યાર બાદ વિ.સં. ૧૯૬૬, ઇ.સ. ૧૯૧૦ માં પણ બીજું ચાતુર્માસ ભણવા માટે ભરૂચમાં કરેલું.
પૂજ્યશ્રીના દસવૈકાલિકથી માંડીને ભગવતી સૂત્ર સુધીના તમામ યોગ અને આચાર્ય પદ સુધીની તમામ પદવીઓ સંઘસ્થવિર પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ દ્વારા થયેલી હતી.
(વિ.સં. ૧૯૭૬, કા.વ.૫, બુધવાર, ઇ.સ. ૧૯૧૯ પાલીતાણામાં ગણિ-પંન્યાસ પદ.
વિ.સં. ૧૯૮૫, મહા સુદ-૧૧, ઇ.સ. ૧૯૨૯, ભોંયણીમાં ઉપાધ્યાય પદ.
(આ વખતે પૂ. સાગરજી મ. પણ હતા તથા ઉપાધ્યાય પદ લેનારા બીજા બે મહાત્મા પણ હતા : પૂ.પં. શ્રી મનોહરવિજયજી તથા પૂ.પં. શ્રી માણેકસાગરજી મ.)
વિ.સં. ૧૯૮૯, પોષ વદ-૭, ઇ.સ. ૧૯૩૩ અમદાવાદમાં આચાર્ય પદ)
(આચાર્ય પદવી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ શેઠ મયાભાઇ સાકળચંદ વગેરે અમદાવાદના મોટા શ્રેષ્ઠીઓની વિનંતીથી થયેલી.)
- પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ઉદારતા, ધીરતા, ગંભીરતા, વાત્સલ્ય, ક્ષમા, સરળતા વગેરે અનેક ગુણોથી પૂજયશ્રી સૌને આદરણીય બન્યા હતા. આથી જ એમની નિશ્રામાં અનેક પ્રકારના શાસન પ્રભાવક કાર્યો થયા કરતા હતા.
પૂ.આ. શ્રી વિ. કનકસૂરીશ્વરજી ૨ ૩૪
એમના આવા ગુણોને, વચન સિદ્ધિને તથા પુણ્ય પ્રભાવને જણાવનારા કેટલાક પ્રસંગો આપણે જોઇએ.
(૧) એક વખત અમદાવાદ - જમનાદાસ ભગુભાઇના બંગલે પૂજયશ્રી બિરાજમાન હતા. અમદાવાદના શ્રેષ્ઠીઓ સાથે કોઇ અગત્યની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે એક વ્યક્તિ કોઇક પ્રશ્નો લઇને આવી. બધાની વચ્ચે પ્રશ્નો તેણે પૂછવા માંડ્યા. પૂજયશ્રી મૌન રહ્યા. પૂજ્યશ્રીનો એ સ્વભાવ હતો કે જરૂર હોય તો જ બોલવું. જવાબ પણ જરૂર હોય તો જ આપવો. નહિ તો મૌન એ જ જવાબ ! પૂજયશ્રીના મૌનથી અકળાઇ ઊઠેલી પેલી વ્યક્તિએ ખભા પર ચપ્પ ઝીંક્યું ને સીધી એ વ્યક્તિ ભાગી ગઇ. પૂજ્યશ્રીના ખભા પરથી લોહી વહેવા માંડયું... પણ ત્યાં બેઠેલા શેઠીયાઓ હવે કાંઇ છોડે ? પેલી વ્યક્તિને પકડી લાવ્યા ને કહ્યું : સાહેબજી ! હવે અમે છોડવાના નથી. કાયદેસર અમે કેસ કરીશું. અમે બધા આ ઘટનાના સાક્ષી છીએ. આપના જેવા આચાર્ય ભ, પર આવો હુમલો થાય અને અમે બેઠા રહીએ ? અપરાધીને તો સજા થવી જ જોઇએ.
આખું વાતાવરણ ગરમાગરમ હતું. બધા જ કાર્યવાહી કરવાના પક્ષમાં હતા. પેલી પકડાયેલી વ્યક્તિ થર-થર ધ્રુજી રહી હતી.
પૂજ્યશ્રીએ કહ્યું : “જુઓ ભાગ્યશાળીઓ ! ક્યારેક માણસ આવેશમાં આવીને કોઇ અકૃત્ય કરી બેસે તેને કારણે તે હંમેશ માટે એવો જ હોય તેવું માની લેવાની જરૂર નથી. તેને પશ્ચાત્તાપ પણ થઇ શકે છે. આપણે એને એના કૃત્ય પર પુનર્વિચારની કે પસ્તાવાની તક આપવી જોઇએ. આવેશમાં આવેલો માણસ ક્ષણવાર ગાંડો સમજવાનો ! ગાંડાનું કોઇ પણ કૃત્ય પ્રમાણભૂત કઇ રીતે ગણાય ? વળી, અપરાધીઓને સજા કરનાર આપણે કોણ ? અપરાધીઓના અપરાધભાવ કેમ ટળે એ આપણે જોવાનું છે.”
આમપૂજયશ્રીએ એવી ઉપશમભરી વાણી વહેવડાવી કે આખું વાતાવરણ શાંત થઈ ગયું ! જાણે ધગધગતા દાવાનળ પર અમૃતના વાદળ વરસ્યા !
પૂજયશ્રીની ઉપશમ-લબ્ધિથી પ્રભાવિત થયેલી પેલી વ્યક્તિનું હૃદય પણ આર્દ્ર બની ગયું. એ વ્યક્તિ પૂજ્યશ્રીના ચરણોમાં ઝૂકી પડી. દરિયાવ
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૫