________________
ધીર વીર ગુરુઆણને રે લોલ, પાળે ભાવવિશુદ્ધ ગુણકારી રે.
એ ૬ સત્ત્વ પરાક્રમે શોભતા રે લોલ, લઘુતા ગુણ ઉદાર સુખકારી રે; નવ વાડે અતિ નિર્મળું રે લોલ, બ્રહ્મચરણ અવિકાર ગુણકારી રે.
એ૦ ૭ લોકપ્રિય ગુરુજી કરે રે લોલ, બહુલા પરઉપકાર સુખકારી રે; અપ્રમત્ત વિધિથી કરે રે લોલ, ક્રિયા નિરતિચાર ગુણકારી રે.
..... એ ૮ કૃતજ્ઞતા ગુણ જેહનો રે લોલ, સર્વ ગુણ અવતંસ સુખકારી રે; ત્યાગી વિરાગી દયાનિધિ રે લાલ, ભવિજન માનસહંસ ગુણકારી રે. ...
........ એ૦ ૯ ભણે ભણાવે શાસ્ત્રને રે લોલ, યોગોપધાન ધરી ખંત સુખકારી રે; મૈત્રાદિગુણ વાસિયા રે લોલ, વાત્સલ્યભાવ અત્યંત ગુણકારી રે. ..
* * * ..... એ ૧૦ શમ-દમથી જે જીપતી રે લોલ, અરિયણ બહિરંતરંગ સુખકારી રે; જિતેન્દ્રિય મનસંયમી રે લોલ, પાળે ચારિત્ર ચંગ ગુણકારી રે. .......................... એ૦ ૧૧ યશકીર્તિ વાધે ઘણી રે લોલ, સંઘો કરે બહુમાન સુખકારી રે; ભદ્ર કર’ જસ આતમા રે લોલ, વાધે નિત નિત વાન ગુણકારી રે............................ એક ૧૨
ઢાળ ત્રીજી (અનંતવીરજ અરિહંત સુણો મુજ વિનતિ - એ દેશી) ભણીયે ચાતુર્માસ હવે ગુરુરાજનાં, વિચર્યા દેશ-વિદેશ સંયમ ધરી પાવના; ચાણસ્મા રતલામ ભાભર અણહિલપુર, ઝીંઝુવાડા ને જામનગર વળી ભુજપુરે. .. આધોઇ એટલાં એક એક, દો ભરૂચમાં, પત્રી ફતેગઢ લાકડિયા ને ખંભાતમાં; સાંતલપુર અંજાર બે બે ચાર માંડવી, પાલીતાણા ચાર તીરથગુણ મન ઠવી. રાધનપુર ભચાઉ પાંચ ઉલ્લાસથી, નવ નવ અમદાવાદ પલાંસવા ભાવથી; કચ્છ-વાગડ સૌરાષ્ટ્ર મેવાડ ગુર્જર ફર્યા, થરાદ્રી ને વઢિયાર કાનમ ભણી વિચર્યા. તીર્થયાત્રાના સંઘ ઉજમણાં વખાણીએ, પ્રતિષ્ઠા તપ ઉપધાન ઘણાં ગુવાણીએ; બ્રહ્મચર્યનું દાન દીક્ષા-ઓચ્છવ ઘણા, કેતા કહું ઉપકાર તારક એ ગુરુતણા. પાઠશાળા ઠામ ઠામ નૂતન-જીર્ણ મંદિર, પુણ્યપનોતા પગલે ભવિ બહુ ઉદ્ધર્યા; વિજયસિદ્ધસૂરિરાજ શિક્ષાગુરુ જેહના, સંયમવૃદ્ધિમાં સહાય કરે ધરી ખેવના. . ઓગણીછોત્તેર ગણી-પંન્યાસપદે સ્થાપતા, વાચક પંચાશી નેવાશી સૂરિપદ આપતા; શિષ્યાદિ ગુણવંત પાંત્રીશ ગુરુરાજના, અઢીસો સાહુણી “ભદ્રંકર’ શીલ સાધના. ........
પ.પૂ. કનકસૂરિજી મ. ૧ ૩૪૪
કચ્છ વાગડના કણધારો ૨ ૩૪૫