________________
પૂજયશ્રી ખીમજીબેન ધર્મશાળામાં ઊતર્યા હતા. ચૈત્રી ઓળીનો લાભ વેલજી મલુકચંદ કુબડીઆ (લાકડી) પરિવારે લીધો હતો. જેમાં ૪૦આરાધકો જોડાયા હતા.
ચૈત્ર સુદમાં સિદ્ધાચલ પર નરશી નાથાની ટૂંકમાં એક પ્રતિમાની પ્રતિષ્ઠા થઇ.
વૈ.સુદ-૧૨, “સિદ્ધશિલા’ (પરમાર દ્વારા) ધર્મશાળાના ઉદ્ઘાટન પ્રસંગે માંગલિક સંભળાવ્યું.
વૈ.વદ-૧ થી વૈ.વદ-૬, શત્રુંજય ડેમથી શત્રુંજય તીર્થનો છ દિવસનો છ'રી પાલક સંઘ, બી. એફ. જસરાજજી લુક્કડ (ફલોદી, મનારગુહી) દ્વારા આયોજિત આ સંઘમાં ૧૧૦ સાધુ-સાધ્વીજીઓ તથા ૨૦૦ યાત્રિકો હતા.
શિહોરથી પાલીતાણાનો છ'રી પાલક સંઘ જેઠ સુદ-૧૦ ના પાલીતાણા પહોંચ્યો હતો. તે જ દિવસે ચાતુર્માસ પ્રવેશ થયો તે દિવસે ખીમઇબેન ધર્મશાળામાં બનેલા આરાધનાભવન માટે એક ક્રોડ થયા.
જેઠ સુદ-૧૪, આજે છ (અર્ચના, સારિકા, જયા, રશ્મિ, ઉર્વશી તથા મોનલ) કુમારિકાઓની દીક્ષા થઇ.
અષાઢ સુદ-૨, દાદાના દરબારમાં આજે અભિષેક થયા. શશિકાંતભાઇ દ્વારા મેઘરાજાને પ્રાર્થના કરાઇ. શ્રેણિકભાઇ પણ આવેલા. બપોરે મેઘરાજા રીઝુયા પણ ખરા !
અષાઢ સુદ-૧૧, પાલીતાણા ચાતુર્માસાર્થે પધારનાર સર્વ સૂરિ ભગવંતોનો સામૂહિક પ્રવેશ, તળેટીમાં સામુદાયિક ચૈત્યવંદન તથા સામૂહિક પ્રવચનો.
આ પ્રસંગે પૂજ્યશ્રી, પૂ. અરવિંદસૂરિજી, પૂ.યશોવિજયસૂરિજી, પૂ. જગવલ્લભસૂરિજી, પૂ.આ. હેમચન્દ્રસાગરસૂરિજી, પૂ. નવરત્નસાગરસૂરિજી આદિ સાથે હતા તથા સામૂહિક પ્રવચનો થયાં. અહીંથી મૈત્રીના મંડાણ થયા.
આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ૪૬૨ જેટલાં સાધુસાધ્વીજીઓ તથા ૧૬૦૦ જેટલા આરાધકો રહેલા હતા.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૦
અષાઢ વદ-૩થી લલિત વિસ્તરા પર વાચના શરૂ થઇ. આ વાચના ‘કહે કલાપૂર્ણસૂરિ-૩-૪” એમ બે ભાગમાં પૂજયશ્રીની વિદ્યમાનતામાં જ પ્રગટ થઇ ચૂકી છે. (‘કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકના કુલ ચારેય ભાગ પૂજયશ્રીની વિદ્યમાનતામાં પ્રગટ થઇ ચૂક્યા છે.)
પર્યુષણ પહેલાં દર રવિવારે મૈત્રી, ભક્તિ વગેરે વિષયો પર સમસ્ત આચાર્યો તથા આરાધકોનાં સામૂહિક પ્રવચનો ગોઠવાયાં. જેના કારણે મૈત્રીપૂર્ણ મંગલમય વાતાવરણનું સર્જન થયું.
આ ચાતુર્માસમાં પાલીતાણામાં કોલેરાનો રોગચાળો ફેલાયેલો. કેટલાક સાધુ-સાધ્વીજીઓ તથા આરાધક ગૃહસ્થો તેના ભોગ બન્યા હતા, પણ પૂજયશ્રીના પ્રભાવથી એ ઉપદ્રવ થોડા સમયમાં ટળી ગયો હતો.
પાલીતાણાનું આ ચાતુર્માસ વાગડના બંને સમાજ તરફથી હતું એટલે અર્ધ ચાતુર્માસ ઓસવાળ સમાજ તરફથી ખીમઇબેન ધર્મશાળામાં રહ્યું ને ભા.સુદ-૧૩ થી (માંગ.સુદ-૫ સુધી) ઉત્તરાર્ધ ચાતુર્માસ શ્રીમાળી સમાજ તરફથી વાગડ સાત ચોવીશી ધર્મશાળામાં રહ્યું.
આ ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજીઓના મોટા જો ગ થયા. ક્રિયાકારક તરીકે મોટાભાઇ (ગણિ મુક્તિચન્દ્રવિજયજી)ને પૂજ્યશ્રીએ નિમ્યા.
આસો સુદ-૧૪ થી વખતચંદ મેરાજ વારૈયા (સાંતલપુર) તરફથી ઉપધાન તપ શરૂ થયાં, જેમાં ૩૮૦ આરાધકો જોડાયા.
આસો મહિનાની ઓળીમાં ધ્યાન-વિચાર ગ્રંથ પર મનનીય વાચના તથા બપોરે દેવચન્દ્રજી ચોવીશીના અર્થ પર વિવેચના.
આસો સુદ-૧૫ ના લંડન નિવાસી ગુલાબચંદભાઇ દ્વારા ‘કહ્યું કલાપૂર્ણસૂરિએ” (કહે કલાપૂર્ણસૂરિ-૨) પુસ્તકનું વિમોચન.
વિ.સં. ૨૦૫૭, ઇ.સ. ૨૦૦૦-૦૧, કા.સુદ-૧૦, આચાર્ય ધર્મેન્દ્રજી સાથે વાર્તાલાપ આદિ.
કા.વદ-૫, ઇન્દોરમાં પૂ. કલહંસવિજયજી (પૂજયશ્રીના સાળા) કાળધર્મ પામ્યા છે, સમાચાર જાણી દેવવંદન કર્યો.
માગ સુદ-૩, પાલીતાણા, ઉપધાનમાળ.
કચ્છ વાગડના કર્ણધારો જે ૨૭૧