________________
જો ૧૯૮૧ના ચાતુર્માસમાં કાન્તિલાલ પ્રતિબોધ પામ્યા હોય તો ચાતુર્માસ પછી વિ.સં. ૧૯૮૨માં તેમની દીક્ષા થવી જોઇએ, પણ ખરેખર તેમ નથી. એટલે અહીં પણ સંવતુ લખવામાં ગરબડ થઇ ગઇ લાગે છે. કચ્છી સંવતું અષાઢ મહિનાથી શરૂ થતું હોવાથી ને તે સમયે કચ્છમાં કચ્છી સંવતું જ પ્રચલિત હોવાથી આ ગરબડ થઇ લાગે છે. ખરેખર સા. આણંદશ્રીજીએ વિ.સં. ૧૯૮૦માં કીડીયાનગર ચાતુમાંસ કર્યું હશે. એવી રીતે ત્યાર પછીની સંવતમાં પણ ગરબડ લાગે છે.),
સાધ્વીજી હવે વૃદ્ધ થયાં હોવાથી કીડીયાનગરના આ ચાતુર્માસ પછીના પ્રસંગો પછી કચ્છ-વાગડમાં આવ્યા નથી. વૃદ્ધાવસ્થા આવી રહી હોવાથી વાગડના લાંબા વિહારો બંધ કર્યા.
વિ.સં. ૧૯૮૧ના પાલીતાણા ચાતુર્માસમાં માંડવીથી કાનજી નાથા દોશીનાં પુત્રી મણિબેન દીક્ષાની ભાવનાપૂર્વક ગુરુનો પરિચય કરવા આવ્યાં. ગુરુવર્યાના ગુણો જોઇ ચાર મહિનામાં દીક્ષા લેવા તૈયાર થઇ ગયાં. ચાતુર્માસ પછી કા.વ.૬ ના તેમની દીક્ષા થઇ. લાભશ્રીજીના શિષ્યા તરીકે સા. લાવણ્યશ્રીજી તેમનું નામ પડ્યું. ત્યાર પછી માગ.સુ.૭ લાકડીયાના મૂળીબેન અને સ્વરૂપીબેનની દીક્ષા થઇ. ચતુર શ્રીજીના શિષ્યા રૂપે સા. ચારિત્રશ્રીજી, સા. ન્યાયશ્રીજી તરીકે તેમને સ્થાપિત કર્યા.
વિ.સં. ૧૯૮૪ ને ૮૫ (?) આ બે ચાતુર્માસ અમદાવાદમાં શેખના પાડે તથા પાડાના ઉપાશ્રયે કરેલા. ચાતુર્માસ પછી કા.વ.૧૦ ના ૨૬ વર્ષીય શકુબેન તથા ૨૨ વર્ષીય લલિતાને દીક્ષા અપાવી. ક્રમશઃ તેમના નામ નંદનશ્રીજી તથા ચરણશ્રીજી પડ્યાં. ગુરુ બન્યાં : સા. ચતુરશ્રીજી .
રામજી મંદિરની પોળના મોતીલાલ વાડીલાલના પુત્રી કમળાબેન પણ બે વર્ષથી દીક્ષાના ઇચ્છુક હતાં, પણ માતા-પિતા તરફથી રજા મળતી નહોતી. આખરે રજાની દરકાર કર્યા વિના જ્ઞાતિના આગેવાનોની સલાહ અને બંદોબસ્તપૂર્વક પૂ. બાપજી મ. પાસે કા.વ.૧૨ ના દીક્ષા લીધી. નામ પડ્યું : સા. કુમુદશ્રીજી, ગુરુ બન્યાં : સા. નંદનશ્રીજી.
પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૨૨
પાટણ ચાતુર્માસ વખતે (વિ.સં. ૧૯૮૬ કે ૮૭ ?) જૈનો બે વિભાગમાં વહેંચાઇ ગયેલા હતા : સોસાયટી તથા યુવક સંઘ, એક પક્ષ બાલદીક્ષાનો વિરોધી હતો જ્યારે બીજો શાસન પક્ષ તેનો સમર્થક હતો. આપણા ચરિત્રનાયક સાધ્વીજીએ ત્યારે ખૂબ જ નીડરપણે મક્કમતાપૂર્વક બાલદીક્ષાનું સમર્થન કર્યું હતું.
પાટણના આ ચાતુર્માસ પછી રાધનપુરના સંઘની ખૂબ જ આગ્રહભરી વિનંતી થતાં ત્યાં જ જીવનના છેલ્લા સાત ચાતુર્માસ કર્યા, સ્થિરવાસ કર્યો. તો પણ એમના ચારિત્રના પ્રભાવથી દૂર-દૂરથી ચારિત્રાભિલાષીઓ આવ્યા જ કરતા. તે વખતે પોતે રાધનપુર જ રહ્યા, પણ અલગ-અલગ સ્થાનોએ દીક્ષા અપાવતા રહ્યા.
વિ.સં. ૧૯૮૬, માગ.સુ.૧૩, માંડવીમાં ઠાકરશીની પુત્રી મણિબેનને પૂ. ઉપા. શ્રી કનકવિ.એ દીક્ષા આપી. નામ પડ્યું : દોલતશ્રીજી. ગુરુ બન્યાં : સા. લાભશ્રીજી. વિ.સં. ૧૯૮૭, ઇ.સ. ૧૯૩૧, લીંચના ગુલાબચંદ માનચંદના પુત્રી ૨૧ વર્ષીય અ.સૌ. ગજરાબેને (ગજીબેન) સ્વયંવેષ પહેરી લીધો હતો. પછી તેમને પૂ. ઉપા. કનકવિજયજીએ દીક્ષા આપી. નામ પાડ્યું : વિદ્યાશ્રીજી. ગુરુ બન્યાં : સા. વિવેકશ્રીજી.
અમદાવાદના લાલભાઇ ખુશાલદાસના પુત્રી એ.સૌ. જાસુદબેન દીક્ષિત બની સા. ચરણશ્રીજીના શિષ્યા સા. હેમશ્રીજી બન્યાં.
વિ.સં. ૧૯૮૯, ઇ.સ. ૧૯૩૩, વાગડ-કાનમેરના ૨૬ વર્ષીય ગં.સ્વ. મંછીબેનને પાલીતાણામાં દીક્ષા અપાવી. નામ : વિમલશ્રીજી, ગુરુ : વિવેકશ્રીજી.
વિ.સં. ૧૯૮૯, ઇ.સ. ૧૯૩૩, જોટાણાના ૧૮ વર્ષીય અ.સૌ. મેનાબેનની દીક્ષા થઇ. સા. હેમશ્રીજીના શિષ્યા સા. રેવતીશ્રીજી તરીકે સ્થાપિત થયા.
વિ.સં. ૧૯૯૦, ઇ.સ. ૧૯૩૪, ચાણસ્માના માણેકલાલ મગનલાલનાં પત્ની શકરીબેને પોતાની જાતે જ વર્ષો પહેર્યો હતો. તેમને દીક્ષા અપાવી. નામ : સુવ્રતાશ્રીજી, ગુરુ : લાભશ્રીજી.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૨૩