________________
અમદાવાદ ગલા મનજીની પોળની ત્રિકમલાલ વાડીલાલનાં પુત્રી ૧૬ વર્ષીય કુ. શારદા સા. નંદનશ્રીજીના શિષ્યા સા. હિરણ્યશ્રીજી બન્યાં.
વિ.સં. ૧૯૯૧, ઇ.સ. ૧૯૩૫, અમદાવાદ-પીપરડી પોળના ચીમનલાલ મોતીલાલનાં પત્ની ૨૦ વર્ષીય અ.સૌ. મંજુલાબેન લાભશ્રીજીના શિષ્યા સા. અરુણશ્રીજી બન્યાં.
રાધનપુર નિવાસી ગણપત બાદરચંદનાં પુત્રી ૨૫ વર્ષીય મણિબેન લાવણ્યશ્રીજીનાં શિષ્યા મહિમાશ્રીજી બન્યાં.
વિ.સં. ૧૯૯૨, ઇ.સ. ૧૯૩૬, વૈ.સુ. ૧૨, ભીમાસરમાં પૂ. કનકસૂરિજીના હાથે દીક્ષા પામી જાંબુડીયા લાલચંદ આશુનાં પત્ની રંભાબેન સા. લાવણ્યશ્રીજીના શિષ્યા રક્ષિતાશ્રીજી બન્યાં.
લક્ષ્મીચંદ માણેકચંદ કોચર (ફલોદી)નાં પત્ની રાજુબેન સા. ચતુરશ્રીજીના શિષ્યા નિર્મળાશ્રીજી બન્યાં. (જેઠ વ.૨, ચાણસ્મા)
- ચાણસ્માના ૧૯ વર્ષીય કુ. તારાબેન ધનજી સુવ્રતાશ્રીજીના શિષ્યા સુપ્રજ્ઞાશ્રીજી બન્યાં. (જેઠ.વ.૨, ચાણસ્મા).
આમ સા. આણંદશ્રીજી “રોહિણી’ બનીને જીવનપર્યંત ચારિત્રનું દાન કરતા રહ્યાં.
રાધનપુરમાં શરૂઆતમાં નાના વિહારો કરીને આજુબાજુમાં વિચરવાનું વિચારેલ. એ માટે બે-ત્રણ વાર પ્રયત્નો પણ કર્યા, પરંતુ પગમાં વા હોવાના કારણે સફળતા મળી શકી નહિ. આથી ન છૂટકે રાધનપુરમાં સ્થિરવાસ કરવો પડ્યો. સ્થિરવાસ રહેવા છતાં આરાધનામાં ખૂબ જ અપ્રમત્ત રહ્યાં. પોતે રત્નત્રયીમાં ઉજમાળ રહેતાં અને આશ્રિતને પણ તેમાં તત્પર રખાવતાં. એમના ઉપદેશથી રત્નત્રયીનાં અઠ્ઠમ, ક્ષીરસમુદ્ર, ચત્તારિ અä, ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, અષ્ટમહાસિદ્ધિ તપ, અઠ્ઠાઇ, પંચરંગી તપ વગેરે અનેક તપશ્ચર્યાઓ શ્રાવિકાઓ તેમજ સાધ્વીજીઓએ કરી.
શ્રાવિકાઓને ૧૨ વ્રત ગ્રહણ કરાવ્યા.
સમુદાયની બધી જવાબદારી પોતાના પ્રશિષ્યાઓને સોંપી પોતે આત્મસાધનામાં લીન બન્યાં. સ્વયં સ્વાધ્યાય અને વાંચનના ખૂબ જ
પૂ. સાધ્વીજી આણંદશ્રીજી + ૩૨૪
રસીયા હતાં. સ્થિરવાસ દરમ્યાન એમણે વાંચેલા કેટલાક ગ્રંથોના નામ જાણીએ તો આશ્ચર્યચકિત થઇ જવાય. ઠાણંગ, ભગવતી, દશવૈકાલિક, વ્યવહારસૂત્ર, આચારાંગ, ઉત્તરાધ્યયન, જીવાભિગમ, અનુયોગદ્વાર, સૂયગડંગ, પન્નવણા, ગચ્છાચાર પત્રો (આ બધા સૂત્રો સટીક વાંચેલા) તથા પ્રવચન સારોદ્ધાર, શ્રાદ્ધવિધિ, ઉપદેશમાલા-સટીક, ધર્મસંગ્રહ, ભરતેશ્વર – બાહુબલીવૃત્તિ, સુબોધ સામાચારી, ઉપદેશપ્રાસાદ વગેરે પ્રકરણ ગ્રંથો તથા શત્રુંજય માહાભ્ય, કુમારપાલ, વસ્તુપાલ – તેજપાલ, ચન્દ્રપ્રભ – ચરિત્ર વગેરે અનેકાનેક ચરિત્ર ગ્રંથો – આ રીતે ખૂબ જ વિશાળ વાંચન કર્યું હતું. આના દ્વારા એમની અપ્રમત્ત જ્ઞાન સાધના જણાઇ આવે છે. દિવસના વાંચન કરતા તો રાત્રે સ્વાધ્યાયમાં લીન બની જતાં. ઉપદેશમાલા, ચઉસરણ, સિંદૂરપ્રકર, આત્માનુશાસન, કર્મગ્રંથો, ભાષ્યો, પ્રકરણો, પૂર્વાચાર્ય કૃત ધ્યાનની સઝાયો, દશ યતિધર્મ, બાર ભાવના, નવ વાડ, સમકિતના સડસઠ બોલ, દશવૈકાલિક, જીવવિચાર, હુંડી, સિદ્ધિ દંડિકા, મૌન એકાદશી, પાંચમ, દીવાળી, પંચકલ્યાણ, નિગોદ વગેરેની અનેક ઢાળો પૂર્વકની સજઝાયોનું પણ પુનરાવર્તન કરતા રહેતાં.
ક્યારેક કોઇક શાસ્ત્રીય પદાર્થ શિષ્યાઓને પણ સમજાવીને વૈરાગ્યમાં વૃદ્ધિ કરાવતા હતાં.
વિ.સં. ૧૯૯૩, ઇ.સ. ૧૯૩૭, અષા.વ.૬ ના ટૂંકી માંદગી ભોગવીને સા. લાભશ્રીજી કાળધર્મ પામી ગયાં. ૨૪ વર્ષનો દીક્ષાપર્યાય અને ૪૦ વર્ષની ઉંમર ! સા. લાભશ્રીજી અનેક ગુણોનો ભંડાર અને સમુદાયની જવાબદારી નિભાવી ગુરુદેવનો બોજ હલકો કરનારાં હતાં. કોણ જાણે છેલ્લા છ મહિનાથી તેમને એમ જ લાગતું હતું કે મારો અંતસમય નજીક આવી ગયો છે. મુખમાંથી ઉગારો પણ એવા જ નીકળતા હતા. ખૂબ જ ઉગ્ર વિહાર કરી છેલ્લા છ મહિનામાં સિદ્ધાચલ, ગિરનાર, અજારા, ઊના, વેરાવળ, પ્રભાસપાટણ, વંથલી, માંગરોળ, બળેજા, મહુવા, દાઠા, ઘોઘા, તળાજા, ભાવનગર વગેરે તીથોની ખૂબ જ ઉલ્લાસપૂર્વક યાત્રા કરી તથા પ્રભુભક્તિમાં આત્મા ઓળઘોળ કરી
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૨૫