________________
પૂ. દેવેન્દ્રસૂરિજીની અગ્નિસંસ્કાર ભૂમિ પર બાવન જિનાલયના નિર્માણનું આધોઇ સંઘે નક્કી કરેલું, પણ પછી એ યોજના પડી ભાંગી.
ત્યાર પછી આધોઇમાં સ્થિરતા દરમિયાન પૂજયશ્રીએ સાધુસાધ્વીજીઓની સમક્ષ પૂ. દેવચન્દ્રજીકૃત અષ્ટ પ્રવચન માતાની સજઝાય પર વાચનાઓ આપી હતી. તે દરમિયાન કેટલાક સાધ્વીજી ભગવંતોની વડી દીક્ષાઓ થઇ હતી.
વોંધમાં ભુજનો સંઘ પૂ. કલાપ્રભવિજયજીના ચાતુર્માસ માટે વિનંતી કરવા આવતાં પૂજયશ્રીએ પૂ. કમળવિજયજી, પૂ. કલહંસવિ. તથા પૂ. કીર્તિચન્દ્રવિ. આદિ ત્રણને ભુજ ચાતુર્માસાર્થે મોકલ્યા.
મનફરા ચાતુર્માસ પ્રવેશ પહેલાં ભચાઉથી આવતાં રસ્તામાં વરસાદના કારણે પાણીના વોકળા ચાલુ હતા. એક વોકળો તો એટલો ઊંડો કે સહેજ ધ્યાન ન રાખો તો તણાઇ જવાય. બાલમુનિઓને ભોજાભાઇ કારિયાએ ઊંચકી લીધેલા. આવા વહેણમાં પણ પૂજયશ્રી ચાલતી વખતે પગ પૂરો ઊંચો કરી પછી પાણીમાં નાખતા હતા. આ જોઇને “એગ પાયે થલે કિચ્ચા' વગેરે શાસ્ત્રોની વાતોનો અહીં સાક્ષાત્કાર થતો દેખાય. ખરેખર પૂજયશ્રી જીવંત શાસ્ત્ર હતા. પાણીનું વહેણ ઊતર્યા પછી પાણી પગ પરથી નીતરી જાય ત્યાં સુધી પૂજયશ્રી કિનારા પર ઊભા રહેતા. અમને બધાને પણ ઊભા રખાવતા ને પછી ઇરિયાવહિયં કરીકરાવીને જ વિહાર કરતા.
મનફરા ચાતુર્માસમાં નાના મુનિઓને ભણાવવા વઢવાણથી પંડિતવર્યશ્રી અમૂલખભાઇ પધારેલા.
મનફરા ચાતુર્માસમાં પર્યુષણ પછી મુંબઇનો સંઘ આવ્યો ત્યારે–
“ફરા રે ફરા ભાઇ ! મનફરા, જબ આંગન દેખા મુનિવરો તબ ફરા રે ફરા ભાઇ મનફરા.”
સંગીતકાર શ્રી ગજાનનભાઇએ જાતે બનાવીને ગાયેલું આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ચાતુર્માસમાં સાધ્વીજીઓના મોટા જોગ થયા. આચારાંગ સૂત્ર પર પ્રવચનો તથા યોગશતક પર વાચના રહી હતી.
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૩૮
મનફરા દેરાસરમાં ઉપર બિરાજમાન શ્રી શાન્તિનાથ ભગવાન (જેમના પ્રભાવે પૂ. જીતવિ.નો અંધાપો ટળ્યો હતો તે) પાસે પૂજ્યશ્રી દરરોજ સાંજે ‘હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં આ એક જ સ્તવન ભાવપૂર્વક ગાતા હતા.
વિ.સં. ૨૦૩૦, ઇ.સ. ૧૯૭૩-૭૪, કા.સુ.૫, મનફરા, આજે બે બાલમુનિઓ (પૂર્ણચન્દ્ર-મુનિચન્દ્રવિ.)ને પૂજયશ્રીએ અભિધાન ચિન્તામણિ નામમાલા શરૂ કરાવી. બીજા પણ મહાત્માઓને નવા નવા ગ્રંથો શરૂ કરાવ્યા.
મનફરામાં માગ.સુ.૫ થી ઉપધાન શરૂ થયા. રવજી નોઘા, ખેતશી પોપટ, રાયશી કાંથડ, રાજા ભૂરા, દેવસી ડાહ્યા વગેરે મનફરાવાસી મહાનુભાવોથી થયેલા આ ઉપધાનમાં ૩૦૦થી અધિક આરાધકો હતા. ૧૭૫ જેટલી માળ હતી. પહેલી માળ એક લાખ અગિયાર હજાર એકસો અગિયારમાં ગયેલી.
દીક્ષાઓ : ભાગ.સુ.૫, મનફરા, સા. પૂર્ણજ્યોતિશ્રીજી (વીશાબેન, મનફરા)
માગ સુ.૧૧, મનફરા, સા. હર્ષકલાશ્રીજી (કુસુમબેન, મનફરા)
માગ.વ. ૧૦ સંસ્કૃત બીજી બુકની લેવાયેલી ચાર મુનિઓની પરીક્ષામાં પ્રથમ વગેરે નંબરે ક્રમશઃ મુનિચન્દ્રવિડ, પૂર્ણચન્દ્રવિ., મુક્તિચન્દ્રવિ., કુમુદચન્દ્રવિ. આવ્યા હતા. ૧૫૦માંથી ૧ ૧૪, ૯૭, ૭૫ અને ૭૧ માર્કસ ક્રમશઃ મળ્યા હતા.
પોષ વ.૧૩ ના દિવસે મનફરાથી ભદ્રેશ્વર છે'રી પાલક સંઘ નીકળ્યો હતો. નવ દિવસના આ સંઘના સંઘપતિ મનફરા નિવાસી શામજી રણમલભાઇ હતા. મહા સુ.૬ ના ભદ્રેશ્વરમાં તીર્થમાળ હતી.
મહા સુ.૧૫ થી મહા વ.૪ સુધી કટારીઆ સ્થિરતા દરમિયાન પાણી વહોરવા ગયેલા મુનિશ્રી મુનિચન્દ્રવિજયજીને સફેદ કૂતરી કરડી. પૂજ્યશ્રીએ મુનિશ્રીને સ્થિરતા કરવાનું કહ્યું. છતાં મુનિશ્રી પૂજ્યશ્રી સાથે જ રહ્યા. લગભગ એક મહિના સુધી પગમાં તકલીફ રહી હતી. ચાલતાં પગ સીધો થઇ શકતો નહોતો, છતાં પૂજયશ્રીના પ્રભાવે વિહાર થતા રહ્યા.
કચ્છ વાગડના કર્ણધારો + ૧૩૯