________________
વર્ષ પહેલાની ઘટના છે, પણ પૂજયશ્રીનો દેહ અંત સુધી અરિહંતના આકારમાં રહ્યો, તે તો આજની જ ઘટના છે.
અરિહંતના ધ્યાનમાં જ લીન પૂજ્યશ્રીની અહંન્મયી ચેતના દેવલોકમાં જ્યાં પણ હશે, ત્યાં અરિહંત-ભક્તિમાં જ લીન હશે, એટલું તો સુનિશ્ચિત જ છે.
અમારા જવાબથી ચીમનને સંતોષ થયો. પૂજયશ્રીની અર્ણન્મયી ચેતનાને હૃદયના અનંત-અનંત વંદન !
અગ્નિદાહ આપ્યા પછી તો મારું આશ્ચર્ય ખૂબ વધી ગયું. કારણ અગ્નિદાહ આપ્યા પછી બે કલાક પછી ચમકતી બે આંખો સાથે સમાધિમગ્ન પૂજ્યશ્રીનો દેહ બરાબર અરિહંત ભગવંતની મૂર્તિના આકારમાં જ દેખાતો હતો. મેં મારા જીવનમાં અનેકોને અગ્નિદાહ આપ્યા છે અને જોયું છે કે બે કલાકમાં તો હાથ-પગ આદિનાં હાડકાં પોતાની મેળે અલગ અલગ થઇ જાય, પણ પૂજ્યશ્રીના શરીરમાં એવું કાંઇ થયું નહીં. ખોપરી તોડવા માટે કેટલાંક લોકોએ મોટાં મોટાં લાકડાં પણ જોરથી માર્યા હતાં.
ધીરે ધીરે દેહ નાનો-નાનો થતો ગયો, પણ દેહની આકૃતિ તો છેલ્લે સુધી અરિહંતની જ રહી. હું સવારે ૪.૩૦ વાગ્યા સુધી ત્યાં જ જાગતો રહ્યો અને જોતો રહ્યો. મારા આશ્ચર્યનો કોઇ પાર ન હતો. મારી જેમ બીજા પણ હજારો ગુરુભક્તોએ આ દૃશ્ય જોયું. બધા જ આશ્ચર્યચકિત બની ગયા. તો મહારાજ ! આવું કેમ થયું ? કાંઇ સમજાતું નથી ?
અમે કહ્યું : ચીમન ! આમાં આશ્ચર્ય કે ચમત્કારની કોઇ વાત જ નથી. આ સ્વાભાવિક જ છે. કારણ કે પૂજ્યશ્રીએ બચપણથી મૃત્યુ સુધી અરિહંત પ્રભુનું જ ધ્યાન કર્યું છે. પૂજયશ્રીના વ્યાખ્યાનમાં, વાચનામાં, હિતશિક્ષામાં, પત્રમાં, લખવામાં, મનમાં, હૃદયમાં, શરીરના રોમરોમમાં ભગવાન-ભગવાન ને ભગવાન જ હતા. તેઓની બધી વાતો, બધું ચિંતન પણ ભગવાન સંબંધી જ હતું. પૂજયશ્રીની ચેતના ભગવન્મયી બની ગઇ હતી. એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મને જેનું ધ્યાન ધરે છે, શરીર તેનો સ્વીકાર કરી લે છે. લીંબુ બોલતા જ મુખમાં કેવું પાણી આવે છે ! મનનો શરીરની સાથે ગાઢ સંબંધ છે.
એવો ઉલ્લેખ આવે છે કે એક કવિને પંપા સરોવરના ચિંતનથી જલોદર રોગ થઇ ગયો ત્યારે સુબુદ્ધિ નામના કુશલ વૈદે મારવાડનું ચિંતન છ મહિના સુધી કરવાનું કહ્યું અને ખરેખર ! મારવાડના ચિંતનથી તેનો જલોદર રોગ મટી ગયો. આ છે મનની સાથે શરીરનો સંબંધ !
શ્રેણિક રાજાની ચિતા સળગતી હતી ત્યારે કહેવાય છે કે તેમના હાડકામાંથી વીર... વીર... નો અવાજ આવતો હતો. આ તો ૨૫૦૦
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૮૬
વિ.સં. ૨૦૩૫ની સાલમાં છરી પાલિત સંઘ સાથે ગુરુદેવ જેસલમેર પધારી રહ્યા હતા. ત્યારે ગુરુદેવના દર્શન માટે પરમશ્રાવક શ્રી હિંમતભાઈ બેડાવાલા બાડમેર આવ્યા. આ હું શ્રાવકે ગુરુદેવ પાસે સાધનાના પાઠ ભણવા વારંવાર આવતા અને ઘણો સમય સાથે રહેતા.
- બાડમેર સ્ટેશને હિંમતભાઈ બસમાંથી ઉતરતાં પૂજાની પેટી લેવાનું ભૂલી ગયા. પૂજની પેટીમાં એમનું રોજના પૂજન માટેનું સિદ્ધચક્ર યંત્ર વગેરે સામગ્રીઓ હતી. અત્યંત વ્યથિત હૃદયે ગુરુદેવ પાસે પહોંચ્યા. વાત જણાવી અને બોલ્યા : ‘ગુરુદેવ ! લાખ રૂપિયા ભરેલી પેટી ખોવાત તો મને દુ:ખું ન થાત. પણ મારી રોજની સાધનાની સામગ્રી ભરેલી પેટી ગઈ તેનું પારાવાર દુ:ખે છે.'
હિંમતભાઇની વ્યથાની વાત સાંભળી ગુરુદેવ માત્ર એટલું જ બોલ્યા : ‘હિંમતભાઈ ! હતાશ ન થાઓ. પ્રભુ કૃપાથી સૌ સારા વાના થશે.” ગુરુદેવનું એ માત્ર શાબ્દિક આશ્વાસન ન હતું. પણે ગૂઢ વાણી હતી.
યોગીઓ ક્યારેય નકામા શબ્દો બોલતા નથી અને એમના શબ્દો નકામા જતા નથી.
હિંમતભાઈને વધારે ચિંતા એ થતી કે પેટી પર નામ વગેરે કાંઈ નથી તો પેટી મળશે કેવી રીતે ? પણ ગુરુદેવના વચનો એમને હિંમત આપતા હતા. બીજે દિવસે બસ ડેપો પર 20 #કારી કરી કે તરત જ પેટી સહીસલામત મળી ગઈ. નહીં તો આવી ખોવાયેલી ચીજો માટે કેટલુંયે રખડવું પડે. કેટલાયને ખુશ કરવા પડે. પણ એમને એકદમ સહજતાથી પેટી મળી ગઇ. ગુરુદેવના શબ્દો પર એમને શ્રદ્ધા ખૂબ વધી ગઈ.
- ‘આવા હતા કલાપૂર્ણસૂરિ’ પુસ્તકમાંથી
કચ્છ વાગડના કણધારો ૨ ૨૮૩