________________
વિશ્વ ઈતિહાસ રૂપરેખા સંસ્કૃતિનું કલેવર પૃથ્વીના ગેળા પર નતમસ્તકે એક જીવાદોરી પર ટિંગાઈ રહેલું વિષાદ જેવું ચિતરાયું. *
જગતના સામાજીક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક વ્યવહારની કાયા પલટ હવે તે ધરમૂળથી જ બદલવી પડશે એવા આવેગવાળી ચર્ચાઓ પણ શર થઈ ગઈ. માનવજાતની અપરાધી એવી શાહીવાદી સરકારે એ પણ જાણે પિતે કોઈ જ અપરાધ કર્યો નથી તેવા ગમગીને ચહેરા ધારણ કરીને, આખા વિશ્વના રાજકારણને નવો ઝોક આપવા માટે અને જગતમાંથી યુદ્ધની કાર્યવાહીને નાબૂદ કરી નાંખવા માટે હોય તેમ “લીગ ઓફ નેશન્સ” રચીને જગતની શાનિત માટે કરા કરવા માંડ્યા.
ટૂંકમાં જેણે અને તેણે આંતરરાષ્ટ્રિય રૂપે વિચારવાનું શરૂ કરી દીધું. વિશ્વ હવે એક બની ગયું છે તેની આશંકા કોઈને રહી નહીં.
જગતની નિશાળાએ પણ વિશ્વ-ઈતિહાસને અભ્યાસક્રમના કાગળીયા પર સમાવેશ કર્યો. વિશ્વ-ઈતિહાસનો સૌથી અગત્યને બનાવ શાળાના વર્ગમાં આવીને સવાલ જે આલેખાયે. આ સવાલ સંસ્કૃતિને અથવા મનુષ્યના મનુષ્ય તરફના વર્તનવ્યવહારને સવાલ હતો.
સારા નામના સરબીયાના નગરમાં બનેલા તણખલા જેવા બનાવમાંથી જ આખા જગતનું યુદ્ધ સળગી ઊઠે તે વાત શક્ય જ હતી નહીં. તે પછી ઈતિહાસનાં કેવાં કારણો આ જંગી એવી ઐતિહાસિક ઘટનાની પાછળ પડયાં હતાં? રાહઈન નદીને પેલે પાર સળગેલા કજીયાનું વિશ્વરૂપ કેવું હતું ? જાપાન નામને જે દેશ ગઈ કાલે ચકલીઓનાં ચિત્રો ચિતરે, રાજાની આસપાસ ગરબા ગાતે હતો, તે એકાએક ભૂમધ્યમાં જઈને યુદ્ધ જહાજોની કવાયત કેમ કરવા માંડ્યો હતો ? ટરકી નામના દેશનું ખરેખરું રૂ૫ શસ્ત્રસાજના ઢગલાની નીચે કેવું હતું ? શાહીવાદ શું હતું ? સામ્રાજ્ય એટલે શું ? અને સામ્રાજ્યવાદ વતી, હિંદ દેશે જર્મની સામે લડાઈની જાહેરાત કરી દીધી એટલે શું ? શહેનશાહ શરૂ કેવી રીતે થઇ હતી અને મરણ કેવી રીતે પામતી હતી ? ઝારશાહી એક જ રાતમાં સ્વપ્નમાં હેય તેમ લય કેમ પામી ગઈ હતી અને જગત પર નૂતન એવા જીવન વહીવટની સામાજીક ક્રાંતિ આકાર ધરતી હતી એટલે શું ? આ બધા ઈતિહાસના સવાલ મનુષ્યના સામાજીક વર્તનના સવાલ હતા તે બાબતે વધારે સ્પષ્ટ બની. • - એવા એવા તે અનેક અતિહાસિક સવાલ જગતની જવાબદારી પાસે જવાબ માગતા ખડા થઈ ગયા. આ સવાલ જૂની શાળાએ શિખવ્યા નહતા.