________________
ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા હાસના કોઈપણ તબક્કામાં ઉભેલે માલૂમ પડે છે. જીવનને સંજોગ બનેલી જીવન પરિસ્થિતિ જેવી આ ભૂમિકા જડ અથવા નિષ્ક્રિય નથી હોતી પણ ક્રિયાશીલ હોય છે. એ જ રીતે એ પરિસ્થિતિ અથવા સંજોગની ભૂમિકા પર ઉભો રહેલે માનવ સમુદાય પણ ક્રિયાશીલ હોય છે. આ બંને જણ ક્રિયાશીલ હોય છે તે ઉપરાંત એકબીજા સાથે એટલે પરસ્પર ક્રિયા કરતાં હોય છે. એને અર્થ એ છે કે મનુષ્ય અને જીવનસંગ એકબીજા સાથે ક્રિયા કરે છે તથા આ પરસ્પર ક્રિપાની અંતર્ગતતામાંથી જીવનસંજોગની ભૂમિકા અને માનવસમુદાય બને બદલાયા કરતાં હોય છે.
આ પરિવર્તનનું રૂપ બન્નેનું નૂતન બનતું એવું વિકાસરૂપ હોય છે. આવું નૂતનરૂપ ધારણ કરવાની ક્રિયા માનવસમુદાયની અને તેના જીવનસંજોગની ઇતિહાસની પ્રક્રિયા છે. ઈતિહાસને અભ્યાસ
ઈતિહાસને અભ્યાસ એટલે માનવસમુદાયની અને તેને જીવનસંજોગ બનેલી ભૂમિકાની પરસ્પરની ક્રિયા ભારત નિત્યનૂતનરૂપ ધારણ કરવાની પ્રકિયાને અભ્યાસ. આ પ્રક્રિયાનાં રૂપનું મુખ્ય સુત્રધાર કઈ એક મનુષ્ય નથી, પણ સંધમાનવ છે. આ સંધમાનવ અથવા માનવસમુદાય જીવનની પરિસ્થિતિની સાથે ક્રિયા કરે છે. જીવનની પરિસ્થિતિની સાથેની આ ક્રિયા હમેશાં ખૂબ જહેમતવાળી હોય છે, અને અનેક ગડમથલોથી ભરેલી હોય છે. આ પરિ. સ્થિતિ માનવસમુદાય સામે કેયડારૂપે પણ ઉભી રહેતી હોય છે. પરિસ્થતિનાં આવાં અનેક સ્વરૂપ સામે સંધમાનવ, જીવનનું ઘમસાણ શરૂ કરે છે. જીવનના આ ઘમસાણની પ્રક્રિયાના અનેક રૂપને કર્તા મનુષ્ય છે. સતત ઘમસાણ એ આ પ્રક્રિયાનું રૂપ છે. જેમાં સંધમાનવની આ પ્રક્રિયા ચાલે છે તે જીવનસંજોગની ભૂમિકાઓ પિતે પણ ક્રિયાશીલ હોય છે તે બાબત આપણે જ્યારે ભૂલી જઈએ ત્યારે તરત જ ઈતિહાસની સમજણ અને ઈતિહાસને અભ્યાસ અટકી પડે છે. ઇતિહાસની ક્રિયાનું વિકાસરૂપ, સંસ્કૃતિ
આવી ઇતિહાસની ક્રિયાનું વિકાસરૂપ કેવું સર્જાતું હોય છે તે સમજવા આપણે ઇતિહાસના એક પછી બીજા યુગમાં અને ઈતિહાસના એક પછી બીજા તબક્કામાં મનુષ્ય અથવા માનવસમુદાયે અને જીવનસંગેએ તે તે યુગમાં અથવા તબક્કામાં કેવાં રૂપ ધારણ કર્યા છે તે જોવું જોઇએ. મનુષ્યની અથવા માનવસમુદાયની બાબતમાં જોઈએ તે ઈતિહાસના એક પછી બીજા સમયમાં