________________
ઈતિહાસનું વિશ્વરૂપ (ઈતિહાસને અર્થ-ઈતિહાસની ક્રિયાનું વિકાસરૂપ-સંસ્કૃતિને સૌથી મોટો સવાલ-વિશ્વનું એકવિશ્વરૂપ-એક વિશ્વની સંયુક્ત માનવતાનું સહ-અસ્તિત્વ-ઈતિહાસ એટલે વિશ્વ-ઈતિહાસ-વિશ્વ-સંસ્કૃતિની ઐતિહાસિક ભૂમિકા.
ઇતિહાસને અર્થ
ઈતિ-હ-આસ એટલે ઈતિહાસ. ઈતિહાસ એટલે “આ પ્રમાણે હતું.” પણ આ પ્રમાણે શું હતું ? ક્યારે હતું ?કેવા સંજોગોમાં હતું ? અને કેવું હતું?
આવા અનેક સવાલના જવાબ ઈતિહાસમાંથી જડવા જોઈએ. આ બધા જવાબમાં ઇતિહાસના કથનને અતિ અગત્યને સવાલ તે એ છે કે, જે હતું તે કેવી રીતે થતું હતું ? ઇતિહાસની સમજણ માટે માત્ર “હતુ” એટલું જ કહેવું એ બસ નથી. કારણ કે જે કંઈ હોય છે તે હમેશાં ક્રિયા
રૂપમાં હોય છે અથવા થતું હોય છે. થવાની આ પ્રક્રિયાને વીતી ગયેલા જમાનાના જીવનનો અભ્યાસ એટલે જ ઈતિહાસને અભ્યાસ.
એ અભ્યાસ કરનારની સામે વિતી ગયેલા સમયનો જીવનસંગ અને એ જીવનસંજોગની ભૂમિકામાં વિકાસ પામતા મનુષ્ય અથવા માનવ સમુદાયની ગતિ અને પ્રગતિનું સ્વરૂપ સ્પષ્ટ થવું જોઈએ. આ ગતિ અને પ્રગતિનાં સ્વરૂપમાં મનુષ્ય અથવા માનવસમુદાય પોતપોતાના પ્રદેશ પર અને પોતપોતાના સમયમાં તે તે પ્રદેશના, અને તે તે સમયના વનસંગની ભૂમિકા પર ઈતિ