________________
આદાન-નિક્ષેપણા સમિતિ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સોમિલાર્યનું દૃષ્ટાંત-૩૯૩
જેથી આ પ્રમાણે છે તેથી શું? તે કહે છેतम्हा उवउत्तेणं, पडिलेहपमजणासु जइयव्वं । इह दोसेसु गुणेसुवि, आहरणं सोमिलऽज्जमुणी ॥ १८८॥
તેથી ઉપયોગવાળા બનીને પડિલેહણા-પ્રાર્થનામાં યત્ન કરવો જોઇએ. અહીં દોષોમાં અને ગુણોમાં પણ સોમિલાય મુનિનું દૃષ્ટાંત છે. વિશેષાર્થ- આ સોમિલાય કોણ છે? કહેવાય છે
સોમિલાર્યનું દૃષ્ટાંત સોમિલાર્ય નામનો બ્રાહ્મણ મલની વિશુદ્ધિ માટે સુવર્ણની જેમ અગ્નિવાલા સમાન જિનદીક્ષાને કોઇપણ રીતે સ્વીકારે છે. હવે એકવાર અન્ય ગામ જવા માટે તૈયાર થયેલા ગુરુએ સોમિલાર્ય મુનિને કહ્યું: પાત્ર વગેરે ઉપકરણોને બાંધીને તૈયાર કર. તે “ઇચ્છે' એમ કહીને, પડિલેહણ-પ્રમાર્જન કરીને, તથા સઘળાય ઉપકરણોને બાંધીને તૈયાર થઈ ગયા. હવે કોઈ કારણથી ગુરુ અન્યગામ ન ગયા. ગુરુએ સોમિલાર્યને કહ્યું: પડિલેહણા અને પ્રમાર્જના પૂર્વક ઉપકરણોને પોતપોતાના સ્થાનમાં મૂકી દે. કષાયવાળા થયેલા સોમિલાયે કહ્યું. મેં હમણાં જ ઉપકરણોને પ્રમાર્જીને લીધા છે. ઉપકરણોની ફરી ફરી પડિલેહણા કરવાની શી જરૂર છે? હમણાં ઉપકરણોમાં સર્પ નથી થઈ ગયો. તેથી ગુરુભક્ત દેવે મુનિને શિક્ષા આપવા માટે ઉપકરણોમાં અતિશય ભયંકર કાળો સાપ વિદુર્થી. ઉપકરણોને છોડતા તે મુનિ સાપને જોઈને ભય પામ્યા. ભાગીને ગુરુના ચરણોમાં વળગી પડ્યા. અતિશય સંવેગવાળા બનીને પોતાના અપરાધને ફરી ફરી ખમાવે છે. દેવ પણ પ્રત્યક્ષ થઇને ઠપકો આપે છે. પછી અધિક સંવેગને પામેલા તે મુનિ ગુરુને કહે છેઃ હે ભગવન્! મને એકવાર ક્ષમા કરો. ફરી આ નહિ કરું. ગુરુ કહે છેઃ હે વત્સ! આ વિષયમાં મને કોઈ પણ ગુસ્સો નથી. પરંતુ જીવોનો વિનાશ ન થાય તો પણ પ્રમત્તને જિનેશ્વરો હિંસક જ કહે છે. કોઈપણ રીતે જીવોનો વિનાશ થવા છતાં પડિલેહણ અને પ્રમાર્જનામાં ઉપયોગવાળા અપ્રમત્તને તીર્થકરો અહિંસક કહે છે. તેથી (પડિલેહણ અને પ્રમાર્જનમાં) જીવોનો અભાવ કે ભાવ કારણ નથી. પડિલેહણ અને પ્રમાર્જનમાં ઉપયોગવાળા ઘણી નિર્જરાને પામે છે.
હવે તે સાધુ ગુરુની પાસે બધા સાધુઓનો દંડગ્રહણ વગેરે વિનય કરવો એવો અભિગ્રહ લે છે. ત્યાં સાધુઓ ઘણા છે. તેથી એક-બીજાના આગમનમાં આ સાધુ સામે જાય છે, પગોને પ્રમાર્જે છે, દાંડા લઈને ઉપર નીચે પડિલેહણ કરીને તથા પ્રમાર્જન કરીને મૂકે છે. ફરી પણ આસન આપવું વગેરે મુનિઓનો વિનય કરે છે. બીજાઓ આવ્યા, ફરી બીજાઓ