________________
૫૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા છે ભોજક તથા વિવિધ સંસ્કૃત સાહિત્યનું વાંચન કરાવનારા ૫. શ્રી કપૂરચંદ્રભાઈ, સ્વ.પં. શ્રી નટવરભાઈ આદિ.... વિદ્યાદાતા ગુરુભગવંતો અને પંડિતવર્યોને પણ આ અવસરે કઈ રીતે વિસરાય, કારણ કે આ ઉપકારીઓના ઉપકારની જ આ નિપજ છે.
. કાગળ અને તાડપત્રની હસ્તપ્રતો પરથી સંશોધન-સંપાદન કરવામાં સહયોગી થનારા - સહયોગ આપનારા નિમ્નલિખિત સાધુ-સાધ્વીજી ભગવંતોનો પણ આ કાર્યમાં નોંધપાત્ર મહત્ત્વપૂર્ણ ફાળો છે કે જેઓએ ખંત અને હોંશથી આ કાર્યમાં જોડાઈ સહયોગ આપ્યો છે, તેઓનો સહયોગ જ આ કાર્યનું ચાલકબળ છે. સંશોધન-સંપાદન કાર્યમાં સહયોગી મહાત્માઓના શુભ નામ :
મુનિરાજશ્રી યુગપ્રવિજયજી મ. સા., મુનિરાજશ્રી નિર્મોહપ્રવિજયજી મ. સા., મુનિરાજશ્રી દીક્ષિતપ્રવિજયજી મ. સા. મુનિરાજશ્રી અભ્યદયપ્રભવિજયજી મ. સા. મુનિરાજશ્રી અર્પણપ્રવિજયજી મ. સા., મુનિરાજશ્રી સમર્પણપ્રભવિજયજી મ. સા., મુનિરાજશ્રી સૌમ્ય,ભવિજયજી મ. સા. અમારા યોગનિષ્ઠ આ. શ્રી કેસરસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના સા.હર્ષગુણાશ્રીજીના શિષ્યા સા.શ્રી જયરત્નાશ્રીજી, સા.શ્રી જિતરત્નાશ્રીજી, સા.શ્રી વિનયરત્નાશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી કીર્તિરત્નાશ્રીજી મ.સા., સા.શ્રી યશપ્રભાશ્રીજીના શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીજીશ્રી દર્શનપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી વિરતિપ્રભાશ્રીજી મ. સા., સાધ્વીજીશ્રી મુક્તિપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી શાસનપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી સંયમપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી નીલમપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી પ્રશમપ્રભાશ્રીજી મસા. શાસનસમ્રાટશ્રીનેમિસૂરિજી મહારાજના સમુદાયવર્તિ સાધ્વીજીશ્રી નમિતાશ્રીજી મ.સા. આચાર્યશ્રી રામસૂરિજી (ડહેલાવાળા) મ. સા. ના સમુદાયવર્તિ સાધ્વીજીશ્રી અમિતગુણાશ્રીજી મ.સા.
સુશ્રાવિકા દક્ષાબેન બેલાણી એવં સ્વ શ્રી બિંદુબેને પણ હસ્તપ્રતિ સંશોધનમાં અનુમોદનીય સહયોગ આપ્યો છે. . . કૃતનિધિસંરક્ષક નિસ્પૃહ મુનિરાજશ્રી અજયસાગરજી મ. સા. તથા શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, કોબા દ્વારા આ કાર્ય અંગે મૂલ્યવાન માર્ગદર્શન તથા જરૂરી હસ્તપ્રતો-પુસ્તકો આદિ તમામ સામગ્રીઓ ખૂબ સુલભતાથી પ્રાપ્ત થઈ છે તેમનો ઉદાર સહયોગ પણ ચિરસ્મરણીય બની રહેશે.
હ. તેમજ આ કાર્ય ઝડપથી આગળ ધપાવનારા પાર્શ્વ કપ્યુટરવાળા વિમલભાઈ પટેલ આદિ દ્વારા ગ્રંથનું કમ્પોઝીંગ-સેટીંગ આદિ કાર્યોમાં ઉત્સાહ અને ધીરજપૂર્વકનો સહયોગ ન મળ્યો હોત તો આ ગ્રન્થરત્નનું પ્રકાશન અત્યંત દુષ્કર બની જાત.
આ કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે બીજા પણ જે સહયોગી બનનારા છે તે નામી-અનામી સર્વેના ઋણ સ્વીકાર કરતા ગદ્ગદ્ ભાવ અનુભવાય છે.
બહુશ્રુત ગુરુભગવંતોએ સંશોધિત કરેલ આ હેમગિરા ગુજરાતી વ્યાખ્યા યુક્ત પ્રસ્તુત પ્રકાશનમાં - મુદ્રણમાં કોઈ દોષ ન રહી જાય તે માટે ચારથી પાંચ વાર મેં પૂફ રીડીંગ કરેલ છે. છતાં પણ છદ્મસ્થતા મૂલક જાણે-અજાણે કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો અધિકૃત ગુણાનુરાગી ગીતાર્થ મહાત્માઓને એનું પરિમાર્જન કરવાનો અને એ અંગે મારું ધ્યાન દોરવાનો ઉપકાર કરે તેવી નમ્ર વિનંતી. જેથી