________________
२६
•सम्यग्दर्शनादीनां लक्षणं.
तत्त्वार्थाधिगमसूत्रम् १/१ ____ भाष्य- *सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमित्येष त्रिविधो मोक्षमार्गः ।
अत्र चावधारणमवश्यं दृश्य, सम्यग्दर्शनादीन्येव मोक्षमार्गे इति । अनवधारणे हि सति अन्यस्यापि मुक्तिपथस्य सद्भावादनर्थकमेवोपदेशदानं स्यात्, तेनैव सिद्धत्वादिति। सम्यक्शब्दश्च दर्शनशब्दसन्निधौ श्रूयते अतस्तेनैव सहास्याभिसम्बन्धो न ज्ञान-चारित्राभ्यामिति कश्चिदाशङ्केत, अतस्तन्निवारणायाह भाष्यकार:-.
सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यग्चारित्रमिति अर्हदभिहिताशेषद्रव्य-पर्यायप्रपञ्चविषया तदुपघाति-- मिथ्यादर्शनाद्यनन्तानुबन्धिकषायक्षयादिप्रादुर्भूता रुचिर्जीवस्यैव सम्यग्दर्शनमुच्यते, सम्यग्ज्ञानं तु लक्ष्यलक्षणव्यवहाराव्यभिचारात्मकं ज्ञानावरणकर्मक्षय-क्षयोपशमसमुत्थं मत्यादिभेदं, सम्यक्चारित्रं तु ज्ञानपूर्वकचारित्रावृतिकर्मक्षय-क्षयोपशमोपशमसमुत्थं सामायिकादिभेदं सदसत्क्रियाप्रवृत्ति-निवृत्तिलक्षणं मूलोत्तरगुणशाखा-प्रशाखम् ।।
– હેમગિરા - ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર આ ત્રિવિધ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શનાદિ જ મોક્ષમાર્ગ છે. તેવો અવધારણ (“જ' કાર) પ્રયોગ આ સૂત્રમાં અવશ્ય સમજવો, જો અવધારણ ન કરાય તો અન્ય પણ મુક્તિના પંથ છે એમ નક્કી થાય અને તેમ થવાથી - આ સૂત્રનો ઉપદેશ નિરર્થક થાય. કારણ કે તે અન્ય સિદ્ધાંતથી જો. મુક્તિ માર્ગસિદ્ધ થઈ જતો : હોય તો આ સૂત્ર કર્યાનો અર્થ જ નહીં રહે. સૂત્રમાં “સમ્યફ શબ્દનો પ્રયોગ ‘દર્શન પદની આગળ જ કર્યો હોવાથી જ્ઞાન અને ચારિત્ર સાથે આ શબ્દનો અન્વય નહીં ઘટે એવી કોઈ શંકા કરે તો તેનું સમાધાન જણાવતાં (“સમ્યક પદ દરેક સાથે જોડતા) ભાષ્યકારશ્રી કહે છે.
સમ્યગ્દર્શન - સમતિના ઉપઘાત કરનાર એવા મિથ્યાદર્શનાદિ તેમજ અનંતાનુબંધી કષાયના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ, અરિહંત પ્રભુએ કહેલ સમસ્ત દ્રવ્ય-પર્યાયના વિસ્તારના વિષયવાળી જીવની જે રુચિ (શ્રદ્ધા)તે જ સમ્યગ્દર્શન કહેવાય છે.
સમ્યજ્ઞાન :- લક્ષ્ય-લક્ષણના વ્યવહારમાં જ્યાં કોઈ વ્યભિચાર (અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ આદિ દોષ) નથી તેવું અવ્યભિચારી, વળી જ્ઞાનાવરણીય કર્મના ક્ષય-ક્ષયોપશમથી પેદા થયેલ, મતિ આદિ ભેદવાળું જે જ્ઞાન તે સમ્યજ્ઞાન કહેવાય.
સમ્મચારિત્ર:- સમ્યફ જ્ઞાનપૂર્વકનું, ચારિત્રાવરણીય (ચારિત્રમોહનીય)કર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી ઉત્પન્ન થયેલ, સન્ક્રિયાની પ્રવૃત્તિ અને અસત્ ક્રિયાની નિવૃત્તિના લક્ષણ (સ્વરૂપ) વાળું તેમજ મૂલ-ઉત્તર ગુણની વિવિધ શાખા-પ્રશાખા (ભદ-પ્રભેદ) વાળું તથા સામાયિક, છેદોપસ્થાપનીય આદિ ભેદવાળું જે ચારિત્ર તે સમ્યફચારિત્ર જાણવું. * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.-૧૨, ૧. ઉપયોગ લક્ષણવાળો આત્મા છે આવું યથાર્થજ્ઞાન થયે છતે જ આત્મા લક્ષ્ય છે અને ઉપયોગ લક્ષણ છે એવો વ્યવહાર કરવો શક્ય બને છે, બીજી રીતે નહિ. એટલે આ લક્ષ્ય અને આ લક્ષણ એવા યથાર્થ વ્યવહારનો પ્રયોજક, જે યથાર્થાવગાહિ મત્યાદિજ્ઞાન છે તે જ અહિં સમ્યજ્ઞાન સમજવું.