________________
• प्रजापतिकृतादि कर्मानभ्युपगमः
तत्त्वार्थाधिगमसूत्रम् १/३ समवाय-परिणाम-निमित्त-निर्वर्तकादिरूपः सिद्धिविनिश्चय - सृष्टिपरीक्षातो योजनीयो विशेषार्थिना दूषणद्वारेणेति । कर्मत इति पञ्चमी, ज्ञानावरणादिकाष्टविधादुदयप्राप्तात् क्रोधाद्याकारपरिणामहेतुकात् यद्यदन्यत् कर्मोपचितज्ञानावरणादि तस्य कर्मणः स्वकृतस्येति । तच्च कर्मतो यदुपादायि कर्म तत् स्वेनात्मना कृतं=स्वकृतं न पुनः प्रजापतिप्रभृतिना तत् कर्म संश्लेषितमात्मसामर्थ्यात् ।
एतत् स्याद् 'यदाऽऽदिकर्म तत् प्रजापतिरकरोत् सर्वप्राणिनां ततोऽन्या कर्मसन्ततिः स्वकृते→ હેમગિરા -
( भाष्य- कर्मत एव कर्मणः स्वकृतस्य )
ભાષ્યાર્થ :- કર્મથી જ પોતે કરેલા અનેક કર્મોનો
૬૪
•
સૃષ્ટા માનવાથી તેની ઈશ્વરતાનો લોપ થઈ જશે. વળી દેવોને સુખી, નારકીઓને દુઃખી આવી રચના કરવી તે પણ અત્યન્ત એકમાં પક્ષપાત (રાગ) અને બીજામાં દ્વેષનું જ સૂચક છે. અર્થાત્ જગત્કર્તા ઈશ્વર માનવાથી ઈશ્વર રાગ-દ્વેષવાળો છે તેમ સિદ્ધ થાય છે.
વળી બીજી વાત એ છે કે કાર્ય કારણના સંબંધ અનેક પ્રકારના હોય છે જેમ કે :- સમવાય સમવાયી, પરિણામ-પરિણામી, નિમિત્ત-નૈમિત્તિક, નિર્વર્ય-નિર્વર્તક આદિ અનેક સંબંધોથી કાર્યકારણ ભાવ ઘટે. ઈશ્વર (કર્તૃત્વ) અને જગત સૃષ્ટિના કાર્ય કારણ ભાવ વચ્ચે અનેક દોષો સંભવવાથી આ સંબંધોમાંથી કોઈ જ સંબંધ ઘટી શકતો નથી. આ સંબંધોમાં આવતા દોષોનું વિવરણ - ૩‘સિદ્ધિવિનિશ્ચય સૃષ્ટિ પરીક્ષા' ગ્રંથથી વિશેષાર્થીએ સમજી લેવું.
* કર્મનો કર્તા જીવ
ભાષ્યમાં ર્મતઃ એ પંચમી વિભકત્યંત પદ છે. ભાવાર્થ એ પ્રમાણે જાણવો કે → જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મોદયથી ઉત્પન્ન થતા ક્રોધાદિ પરિણામ રૂપ હેતુથી બીજા નવા બંધાતા જ્ઞાનાવરણીયાદિ કર્મો તે જીવના પોતાના (સ્વકૃત) છે. કર્મથી જે નવા કર્મ ઉપાર્જન થાય છે તે પણ જીવના પોતાના છે. પણ કોઈ પ્રજાપતિ-ઈશ્વરાદિ (પ્રકૃતિ, બ્રહ્મા, માયા)થી કરાયેલ નથી કારણ કે કર્મને ગ્રહણ કરી બંધ કરવાનું સામર્થ્ય આત્મામાં જ છે.
પૂર્વપક્ષ :- માની લીધું કે કર્મનો કર્તા જીવ છે પણ સર્વથી પ્રથમ જે કર્મ બંધાયુ તેમાં તો પ્રજાપતિનું જ કર્તૃત્વ છે. એકવાર ઈશ્વર આ કર્મ બંધની શરૂઆત કરે, ત્યાર બાદ એની પરંપરા જીવ આપ મેળે ચલાવે, અર્થાત્ કર્મ સંતતિ જીવ ખુદ જ કરે છે, આ રીતે માનવાથી જીવનું જે કર્મ કર્તૃત્ત્વ કહ્યું છે તે પણ બંધ-બેસતું આવશે અને પ્રજાપતિ કૃત આઘકર્મ છે તેમાં ય કાંઈ બાધ નહીં આવે અર્થાત્ કર્મ-સંતતિને જીવે પોતે જ ચલાવી છે તે તો અમને ઈષ્ટ જ છે. પણ કર્મના આદ્યકર્તા T. પરિણ્ ટિ.૮, ૨. ધૃતં ન પુનઃ મુ.વા. (માં,વં)| ૨. ર્મ પ્રના" મુ.વા. (માં,રા) ૩. વર્તમાનકાળે ભટ્ટ અકલંકદેવકૃત સિદ્ધિ વિનિશ્ચય નામનો જે ગ્રંથ મળે છે જેમાં ઉપરોક્ત સૃષ્ટિવાદની ચર્ચા મળે છે. પણ તેમાં સૃષ્ટિ પરીક્ષા નામનું કોઈ પેટા પ્રકરણ નથી, તથા ભટ્ટાકલંકદેવના સિદ્ધિવિનિશ્ચયથી પણ પ્રાચીન શ્રી શીવાર્યકૃત સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ હતો જેનો ઉલ્લેખ શાકટાયનાચાર્ય રચિત સ્ત્રીનિર્વાણ કેવળી ભુક્તિપ્રકરણમાં આવે છે. તે સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ અંતર્ગત આ “સૃષ્ટિપરિક્ષા” નામનું પેટા પ્રકરણ હશે એવું વિદ્વાનોનું માનવું છે.