________________
२३३
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •शिक्षातपसी विना नारकदेवानामवधिज्ञानलाभः.
भा० पक्षिणामाकाशगमनवत्, न शिक्षा न तप इति ।।२२।। मस्य तद्भवप्रत्ययमिति ।। ननु च क्षयोपशमनिमित्ततां ज्ञानाज्ञानादिसूत्रे कथयिष्यति, भवान्, अवधेः कथमौदयिको भवोऽस्य निमित्तमिति?।
उच्यते- तस्मिन्नेव क्षयोपशमलब्धेरवश्यंभावादित्युक्तं किं विस्मार्यते भवता? एतदाह तेषामित्यादिना । तेषां नारकदेवानां यस्मान्नारकदेवभवोत्पत्तिलाभ एवं तस्य अवधिज्ञानस्य हेतु: कारणं भवतीति । भवोत्पत्तिरेवेति च नियम एव दृश्यो विद्यमानमपि क्षयोपशममनङ्गीकृत्य यदेव क्षयोपशमस्य कारणमसाधारणं तत्रैवादरमादधान एवमुक्तवान्- भवोत्पत्तिरेवेति, न पुनर्भव एवास्य निमित्तमिति, क्षयोपशमस्याप्याश्रितत्वादिति । यथा वाऽन्यत्रापि भव एव केवलो निमित्तं भवति कस्यचित् कार्यविशेषस्य तथा दर्शयति-पक्षिणामित्यादिना । पक्षिणां मयूरशुकसारिकादीनां यथा आकाशगमनशक्तिः प्रादुर्भवति शिक्षा=अन्योपदेशरूपां तपश्च-अनशनादिरूपमन्तरेण तद्वन्नारकदेवानां शिक्षा तपश्चान्तरेण तदवधिज्ञानं प्रादुरस्तीति ।।२२।।
– હેમગિરા - ભાષ્યાર્થ - જૅમ પક્ષીઓને આકાશ-ગમનની શક્તિ જન્મતાંની સાથે સહજ મળી જાય છે તેમ દેવ-નારકને ઉત્પન્ન થતાંની સાથે જ સહજમાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. કોઈ શિક્ષણ લેવાની કે તપ તપવાની અહીં જરૂર નથી પડતી. રરા - સમાધાન :- એ તમે કેમ ભૂલો છો કે દેવ-નારક ભવોમાં આવી ક્ષયોપશમની લબ્ધિ અવશ્ય થાય જ છે. આજ વાતને ભાષ્યમાં “તેવાં' ઈત્યાદિ પદોથી જણાવી છે તે આ મુજબ કે નારકો અને દેવોને ભવની પ્રાપ્તિ રુપ લાભ જ અવધિ માટે હેતુ બને છે તેથી ભવોત્પત્તિ જ આમાં મહત્ત્વનું કારણ છે આ બે ભવો મળતાં નિયમ એવો ક્ષયોપશમ થાય જ કે જેથી અવધિ ઉત્પન્ન થાય. તેથી જ તો વિદ્યમાન તેવા ક્ષયોપશમનો પણ અનંગીકાર (ગૌણતા) કરી, જેના લીધે આ ક્ષયોપશમ થયો છે, તેવા તે ક્ષયોપશમના અસાધારણ કારણરૂપ ભવની પ્રધાનતા દર્શાવતાં ભવ ઉત્પત્તિ જ કારણ છે આ પ્રમાણે ભાષ્યમાં કહ્યું છે. જો કે આમાં માત્ર ભવ જ નિમિત્ત છે તેવું નથી પણ ક્ષયોપશમનો પણ કારણ તરીકે આશ્રય કરાયો છે જ અથવા તો (આજ વસ્તુને પુષ્ટ કરતા કહે છે, બીજા કેટલાક એવા કાર્યવિશેષ છે કે જેમાં “ભવ’ જ કારણ દેખાય છે. તે આ રીતે :- મોર, પોપટ, મેના વગેરેને જે રીતે આકાશમાં ઉડવાની શક્તિ અન્યના ઉપદેશરૂપ શિક્ષા વિના અને અનશનાદિ તપ વિના જ ઉત્પન્ન થાય છે. તેમ નારક અને દેવોને પણ શિક્ષા કે તપ વિના તે ભવની પ્રધાનતાએ જ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. રેરા
१. “ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।।२-५।।” २. भवावधेः मु.(खं,भां)। રૂ. તસ્મિન્ મ ક્ષ" T.I